સુષ્મિતા સેનના ખોળામાં આવ્યો નાનકડો મહેમાન, જોઈને ખુશીથી ખીલી ઉઠ્યો એક્ટ્રેસનો ચહેરો

મિસ યુનીવર્સનો તાજ પોતાના નામે કરી ચુકેલી સુષ્મિતા સેન આજકાલ ફિલ્મોમાંથી ગાયબ છે. એક જમાનો હતો જયારે બોલીવુડમાં તેમનું જ નામ બોલાતું હતું. તે ઘણી ઉત્તમ ફિલ્મોનો ભાગ રહેતી હતી. જો કે હવે તેમણે ફિલ્મોથી અંતર બનાવી લીધું છે. જો કે મીડિયાના સમાચારોથી અંતર બનાવવામાં તે સફળ ન રહી. તે આજે પણ કોઈને કોઈ કારણે સમાચારોમાં છવાયેલી રહે છે.

આ દિવસોમાં તેમનો એક બાળકીને ખોળામાં લઈને ખુશીથી જોરથી હસતા સમયનો ફોટો ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. આ ફોટામાં સુષ્મિતાએ પોતાના ખોળામાં એક નાનકડી બેબી ગર્લને પકડી રાખી છે. તે નાનકડી બાળકી ઉત્સુકતા સાથે સુષ્મિતાના હોઠો પર લાગેલી લિપસ્ટિકનો સ્પર્શ કરે છે. બાળકીની આ હરકત જોઈને સુષ્મિતા ખુશીથી હસતી દેખાઈ રહી છે.

જાણકારી અનુસાર આ સુંદર ફોટો રાજસ્થાનનો છે. અહીં સુષ્મિતા પોતાના એક પ્રોજેક્ટ માટે આવી હતી. આ સુંદર ફોટાને પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉંટ પર શેયર કરતા સુષ્મિતાએ લખ્યું કે, ‘ચારેય તરફ આટલી સુરક્ષા હોવા છતાં મારી આ નાનકડી મિત્રને હોઠ પરની લિપસ્ટિકનો સ્પર્શ કરતા કોઈ રોકી નહીં શક્યું. શૂટિંગ અટકાવવામાં આવ્યું છે. હવે મેકઅપના ટચઅપનો સમય છે.’

સુષ્મિતા અને બાળકીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, સુષ્મિતાનું હંમેશાથી જ બાળકો સાથે ખુબ જોડાણ રહ્યું છે. ખાસ કરીને છોકરીઓ તેમને ખુબ પસંદ છે. એ કારણ છે કે સુષ્મિતાએ પોતે કુંવારી હોવા છતાં બે છોકરીઓને દત્તક લીધી હતી. તે આજ સુધી ખુબ જુસ્સાથી પોતાની બંને છોકરીઓનો ઉછેર કરી રહી છે. સોશિયલ મીડિયા પર સુષ્મિતા હંમેશા પોતાની બંને દીકરીઓના ફોટા પોસ્ટ કરતી રહે છે.

19 નવેમ્બર 1975 ના રોજ જન્મેલી સુષ્મિતા સેન 44 વર્ષની છે, અને આજ સુધી તેમણે લગ્ન નથી કર્યા. જો કે પોતાની ઉંમરના હિસાબે સુષ્મિતા ઘણી નાની ઉંમરની દેખાય છે. પોતાના ફિલ્મી કરિયરમાં સુષ્મિતાના લવ અફેયર પણ ઘણા લોકો સાથે રહ્યા, પણ કોઈને કોઈ કારણસર લગ્ન સુધી વાત પહોંચી શકી નહિ. એવામાં સુષ્મિતાએ એકલા રહેવાનું જ યોગ્ય સમજ્યું. સુષ્મિતા એક સ્વતંત્ર અને શક્તિશાળી મહિલા છે. તે એકલી પોતાના દમ પર જ બંને દત્તક લીધેલી છોકરીઓની દેખરેખ કરી રહી છે.

આમ તો હાલના દિવસોમાં સુષ્મિતા દિલ્લીના રહેવા વાળા મોડલ રોહમન શાલને ડેટ કરી રહી છે. ઘણીવાર આ બંનેના રોમાન્ટિક ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. રસપ્રદ વાત એ છે કે, સુષ્મિતા અને રોહમનની મુલાકાત પણ સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી.

સુષ્મિતાએ પોતે આ વાત એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી કે, ઇન્સ્ટાગ્રામ પર તેમની મુલાકાત રોહમન સાથે થઈ હતી. પહેલા બંનેની વાતચીત થયા કરતી હતી, પણ પછી બંને એક બીજાની નજીક આવી ગયા. સમાચાર તો એ પણ છે કે, જલ્દી જ બંને જણા લગ્ન કરી શકે છે. જો કે આ વિષયમાં બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.