મધ દરિયામાં નાનું એવું આઈલેંડ, જ્યાં થાય છે તમામ ખરાબ કામ

દુનિયામાં સત્ય છે, તો ખોટું પણ છે. લોકો શાંતિ અને સુખની શોધ ક્યાં ક્યાં નથી ભટકતા. રજાઓ પસાર કરવા લોકો એવા અલગ વિસ્તારમાં પહોંચી જાય છે, જ્યાં દુર દુર સુધી કોઈ નથી હોતું. દક્ષીણ આફ્રિકાના સમુદ્ર કિનારાથી થોડા કી.મી. ના અંતરે વિક્ટોરિયા તળાવની વચ્ચે એવો જ એક નાનો એવો ટાપુ છે. અડધા એકર જમીન વાળા આ આઈલેંડ ઉપર માછીમારોના સમુદાયના લોકો વસે છે. પરંતુ આ દિવસોમાં આ આઈલેંડ પોતાની કારસ્તાનીને કારણે આખી દુનિયામાં બદનામ થઇ ગયો છે.

ટીનની ઝુપડીઓની પાછળ છે અલગ દુનિયા :

યુગાન્ડા અને કેન્યાની સીમા ઉપર બનેલા આ મીગીનગો આઈલેંડમાં ગણ્યા ગાંઠ્યા ઝાડ છોડ છે. ટીન માંથી વસેલા ઝુપડાઓમાં માછીમારોના કુટુંબ રહે છે. આ આઈલેંડ ઉપર લોકોનું ધ્યાન ત્યારે ગયું, જયારે વીતેલા થોડા દિવસોમાં અહિયાં અચાનકથી બહારની દુનિયાનું આવવા જવાનું વધી ગયું. ચર્ચા શરુ થઇ, અને જયારે જાણવા મળ્યું ત્યારે તપાસ એની તપાસ કરવામાં આવી ત્યારે જે ભેદ ખુલ્યો તે ચોંકાવનારો હતો.

બની ગયો સૌથી નાનો ગીચતા ધરાવતો આઈલેંડ :

રીપોર્ટના જણાવ્યા મુજબ આ નાના એવા આઈલેંડ ઉપર ઘણા વેશ્યાલય ચાલી રહ્યા છે. બહારથી ટીનની ઝુપડીઓથી ઢાંકેલા હોવાને કારણે બીજી દુનિયાને અંદરની કોઈ હલચલ જોવા મળતી નથી. પરંતુ અંદર અહિયાં ઘણી હોટલ, બ્યુટી અને મસાજ પાર્લર ચાલી રહ્યા છે. સ્થિતિ એવી છે કે આ દુનિયાનું સૌથી નાનું ગીચતા ધરાવતું આઈલેંડ ગણવામાં આવી રહ્યું છે.

આ આઈલેંડ ઉપર વસે છે ૫૦૦ થી વધુ લોકો :

મીગીનગો આઈલેન્ડ માત્ર ૨૦૦૦ સ્ક્વેયર મીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. જો કે અહિયાં ૫૦૦ થી વધુ લોકો રહે છે. આ ટાપુ ઉપર ખરાબ ધંધાની યાદી માત્ર વેશ્યાવૃત્તિ અને મસાજ પાર્લર સુધી સીમિત નથી. પરંતુ અહિયાં દારુના અડ્ડા પણ બનેલા છે. કુલ મળીને અય્યાશીની તમામ સુવિધા અહિયાં રહેલી છે. થોડા રીપોર્ટસમાં તો સસ્તા ડ્રગ્સના ઉપયોગની વાત પણ કરવામાં આવી રહી છે.

કોણ આવ્યું હતું પહેલી વખત અહિયાં :

જણાવવામાં આવે છે કે ૧૯૯૧ માં સૌથી પહેલા ડલમાસ ટેમ્બો અને જોર્જ કીબેબે નામના બે માછીમાર અહિયાં આવ્યા હતા. ત્યારે તે નાનું એવું આઈલેંડ જંગલી ઘાંસ અને સાંપોથી વીંટળાયેલુ પડ્યું હતું. વર્ષ ૨૦૦૪ માં યુગાંડાના જોસેફ અહિયાં પહોંચ્યા તો તેને એક વિશાળ ઘર મળ્યું. ધીમે ધીમે કેન્યા, યુગાન્ડા અને તંજાનિયાના બીજા માંછીમારો પણ અહિયાં આવવા લાગ્યા અને વસવા લાગ્યા.

આઈલેંડ માટે ભળી ગયા છે કેન્યા અને યુગાન્ડા :

આ આઈલેંડ ઉપર લોકોના વસવાનું મુખ્ય કારણ માછલીઓનો વેપાર હતો. સાથે જ તે કે તેને અહિયાં રહેવા અને વેપાર માટે કોઈ ટેક્સ પણ આપવાનો રહેતો ન હતો. આમ તો કેન્યા અને યુગાન્ડા જેવા આફ્રિકી દેશ હવે આ આઈલેંડ ઉપર પોતાનો હક્ક જમાવવા માટે એક બીજા સાથે ભળી ગયા છે. ગયા સપ્ટેમ્બરમાં કેન્યા પોલીસના થોડા અધિકારીઓએ અહિયાં પહોંચીને કેન્યાનો ઝંડો લહેરાવ્યો હતો, ત્યાર પછી વિવાદ વધી ગયો હતો.