ફક્ત ૨ દિવસ માં લીવર ને કરો શુદ્ધ, પોસ્ટને શેયર કરવાનું ન ભૂલો લીવર ને તંદુરસ્ત કરવા જાણો

લીવરને રાખે સાફ આસાન ઘરેલુ નુસ્ખા થી લીવર આપણા મહત્વ ના અંગો માનું એક છે. લીવર પાચનતંત્ર માંથી લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે એટલા માટે લીવરની તંદુરસ્તીને ને નજર બહાર ન કાઢી શકાય. કેમકે આપણું આખું શરીર સ્વસ્થ લીવર ઉપર જ આધારિત છે પરંતુ આજના સમયમાં સ્વાસ્થ્ય ઉપર વધુ ધ્યાન ન આપવાને કારણે ઘણા લોકોને સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. ઘણી વખત ખોટું ખાવા પીવાની ઘણા કારણોથી લીવરમાં ઘણી સમસ્યા આવી જાય છે.

આજની પેઢી સ્વસ્થ્ય જીવન પ્રણાલી ઉપર ધ્યાન નથી આપી રહી, તેના કારણે ઘણા લોકો ને લીવરના સ્વાસ્થ્ય ઉપર અસર થઇ રહી છે. અને લીવર સારી રીતે કામ કરવામાં નિષ્ફળ છે.

લીવરને મજબુત બનાવો. આપના દ્વારા લેવામાં આવતા ઘણા પ્રકારના વિશાંત પદાર્થો છે જે શરીરમાં લીવરને બગાડવા માટે જવાબદાર છે.

લીવર શરીરના મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે પરંતુ આજકાલ આપણે જે વાતાવરણ માં રહીએ છીએ તે એકદમ ઝેરીલું થઇ ગયું છે. પાણી, ભોજન અને હવા પણ આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક થતી જાય છે. તે શ્વાસ ની નળીને ખુબ નુકશાન પહોચાડે છે અને માટે જ આપણે સ્વસ્થ રીતે જીવન જીવવા માટે ની રીતો વિષે વિચારવાનું શરુ કરી દેવું જોઈએ.

આજે અમે તમને એક એવા પીણા વિષે જણાવીએ છીએ જેનાથી તમારું લીવર ઝેરીલા તત્વોથી મુક્ત થઇ જાય.

સામગ્રી :

૨ કપ પાણી (૪૦૦ મિલી)

૧૫૦ ગ્રામ સુકી દ્રાક્ષ (કીસમીસ)

રીત :

* તમારે સુકીદ્રાક્ષ ને ધ્યાનથી વિણવી પડશે જે કીસમીસ કલરમાં કાળી છે તેને જ આ પીણા માટે લેવી. વીણેલી કીસમીસ ને ધોઈને સાફ કરીલો.

* બે કપ પાણીને ઉકળવા માટે આગ ઉપર રાખવું જયારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં કિશમીશ નાખીને ૨૦ મિનીટ સુધી ઉકળવા દો.

* કિશમિશ ને આખી રાત પાણીમાં પલળવા દો. બીજા દિવસે પાણીને ગાળી લો. ખાલી પેટ ( નાસ્તા ની ૩૦-૩૫ મિનીટ પહેલા) તે પાણી નું સેવન કરો.

આયુર્વેદ મુજબ રોજ કિશમિશ ખાવા ને બદલે તેનું પાણી પીવા થી વધુ ફાયદો મળી શકે છે. આમ તો કિશમિશ માં વધુ પ્રમાણ માં ખાંડ હોય છે અને તેને આખી રાત પલાળી રાખવાથી તેનું સુગર કંટેટ ઓછું થઇ જાય છે અને ન્યુટીશન વેલ્યુ વધી જાય છે.

એસીડીટી ની તાલિફથી છુટકારો :

  • કિશમિશ માં રહેલ સોલ્યૂબલ ફાઇબર્સ પેટની સફાઈ કરીને ગેસ એસીડીટી થી છુટકારો અપાવે છે.

કબજિયાતની તકલીફ દૂર :

  • કિશમિશ પાણીમાં ફૂલીને નેચરલ લેક્સેટિવનું કામ કરે છે. રોજ સવારે ભૂખ્યા પેટે તેનું પાણી પીવાથી પેટની સારી સફાઈ થઇ જાય છે.

નબળાઈ દૂર થાય છે :

  • કિશમિશના પાણીમાં એમીનો એસિડ્સ હોય છે જ શક્તિ આપે છે. થાક અને નબળાઈ દૂર કરવામાં મદદરૂપ છે.

સ્વસ્થ કિડની :

  • કિશમિશ ના પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે. તે શરીરમાંથી કચરો કાઢી કિડનીને સ્વસ્થ કરે છે,

લોહી ની કમી દૂર થાય છે :

  • કિશમિશના પાણીમાં આયરન,કોપર અને બી કોમ્પ્લેક્સનુ પ્રમાણ ખુબ જ વધુ હોય છે. તે લોહીની ઉણપો ને દૂર કરીને રેડ બ્લેડ સેલ્સ સ્વસ્થ કરે છે.

શરદી-સળેખમ અને ઇન્ફેકશન થી છુટકારો :

  • આ પાણીમાં પોલીફેનિક ફાયટોન્યૂટ્રીએંટ્સ હોય છે. તેની એંટી બેક્ટીરિયલ ક્વોલિટી શરદી-સળેખમ અને તાવ થી બચાવવામાં મદદરૂપ થાય છે.

આંખોની રોશની તેજ થાય છે:

  • આ પાણી માં વિટામિન – A ,બીટા કેરોટીન અને આંખો માટે ફાયદાકારક ફાયટોન્યૂટ્રીએંટ્સ હોય છે.

વેટ લોસ માં મદદરૂપ :

  • કિસ્મિસનું પાણી મેટાબોલિજ્મ એકચ કરીને ફેટ બર્નિંગ પ્રક્રિયાને ઝડપી કરે છે.

મજબૂત હાડકા :

  • કિશમિશન પાણીમાં ખુબ વધુ માત્રામાં કેલ્શિયમ હોય છે.તે હાડકાને મજબૂત બનાવે છે.ઓર્થરાઇટિસ અને ગાંઠોથી બચાવે છે.