26 વર્ષોથી ફિલ્મોથી રહ્યાં દૂર છતા પણ મહારાણીઓની જેમ જીવે છે લાઈફ

બોલીવુડ જગતમાં જ જાણે દર વર્ષે કેટલા લોકો આવે છે અને કેટલા જાય છે. ઘણા ફિલ્મોમાં કામ કરી પોતાની ઓળખ ઉભી કરી એક સ્થાન પાપ્ત કરી લે છે, તો ઘણા આ ભીડમાં ખોવાઈને ગુમ થઇ જાય છે. બહારથી દેખાતી આ ઝાકમઝોળ ભરેલી દુનિયાની અંદરના રહસ્ય માત્ર તે જાણે છે, જે તે જીવનને જીવી ચુક્યા હોય છે. આજે અમે તમને બોલીવુડ ફિલ્મોની એક એવી હિરોઈન વિષે જણાવીશું, જેમણે અમિતાભ, ગોવિંદા, રાજેશ ખન્ના જેવા મોટા મોટા ક્લાકારો સાથે કામ કર્યુ અને ઘણી સુપરહિટ ફિલ્મો કરી લોકોની પ્રશંસા મેળવી. થોડા સમય પછી ફિલ્મો દુનિયાથી દુર થઇ ગઈ તેમછતાં પણ આજે તે મહારાણીઓ જેવું જીવન જીવી રહી છે.

વર્ષ ૧૯૯૦ માં આવેલી ફિલ્મ સ્વર્ગ તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં રાજેશ ખન્ના, ગોવિંદા અને જુહી ચાવલા હતા. આ એક ફેમીલી મુવી હતી. આ ફિલ્મ તે સમયની હીટ ફિલ્મ હતી. તે ફિલ્મમાં એક પાત્ર હતું માધવી. માધવીએ રાજેશ ખન્નાની પત્નીનું પાત્ર નિભાવ્યું હતું. તેની સાથે જ અમિતાભ બચ્ચનની ફિલ્મ ગિરફ્તારનું ગીત ‘ધૂપ મેં ના નિકલા કરો રૂપ કી રાની’ માં પણ માધવી અમિતાભ બચ્ચન સાથે જોવા મળી ચુકી છે. તે ઉપરાંત માધવીએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘અંધા કાનુન’ અને ‘અગ્નિપથ’ માં પણ કામ કર્યુ હતું.

માધવીએ પોતાના કેરિયરની શરુઆત સાઉથ ફિલ્મોથી કરી હતી. ત્યાર પછી તેમણે ૧૯૮૧ માં બોલીવુડમાં ફિલ્મ ‘એક દુજે કે લિયે’ થી પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી તેમણે ‘અંધા કાનુન’ (૧૯૮૩), ‘મુઝે શક્તિ દો’ (૧૯૮૪), ‘અગ્નિપથ’ (૧૯૯૦), ‘મિસાલ’ (૧૯૮૫), ‘ગિરફ્તાર’ (૧૯૮૫), ‘લોહા’ (૧૯૮૭), ‘સત્યમેવ જયતે’ (૧૯૮૭), ‘પ્યાર કા મંદિર’ (૧૯૮૭), ‘સ્વર્ગ’ (૧૯૯૦), ‘જખમ’ (૧૯૮૯), ‘હાર જીત’ (૧૯૯૦), જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. ૧૯૯૪ ની તે ફિલ્મ ‘ખુદાઈ’ માં છેલ્લી વખત જોવા મળી હતી. ત્યાર પછી તેમણે બોલીવુડ માંથી વિદાય લઇ લીધી હતી.

માધવીનું અંગત જીવન :

માધવીના લગ્ન તેમના ગુરુ સ્વામી રામાએ ફાર્માસ્યુટિકલ બિઝનેસમેન રાલ્ફ શર્મા સાથે કરાવ્યા હતા. માધવી અને રાલ્ફની મુલાકાત હિમાલય ઇન્સ્ટીટયુટ ઓફ યોગા સાયન્સ એંડ ફિલોસોફીમાં થઇ હતી. ત્યાર પછી વર્ષ ૧૯૯૬ માં બન્નેએ લગ્ન કરી લીધા. ત્યારથી માધવી ફિલ્મોથી દુર થઇ ગઈ હતી. માધવી હાલમાં પોતાના પરિવાર સાથે ન્યુ જર્સીમાં રહે છે. માધવી અને રાલ્ફને ત્રણ દીકરી પ્રીસ્સીલ્લા, ટીફની અને ઈવેલીન છે. પતિ સફળ બિઝનેસમેન હોવાથી એમને દરેક પ્રકારના સુખ અને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. તમે ફોટામાં જોઈ શકો છો કે તે પોતાના પ્રાઇવેટ પ્લેનમાં ફરે છે. આવી સુવિધા તો કોઈ વર્તમાન બોલીવુડ એક્ટ્રેસ પાસે પણ ન હોય. તેમનું જીવન ખરેખર મહારાણી જેવું છે. જે માંગો એ હજાર થઈ જાય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.