ફૈટી લીવરનું કારણ, લક્ષણ અને તેને ઠીક કરવાના સૌથી સરળ ઘરગથ્થું ઉપચાર જે તમારા લીવરને નવું જીવન આપી શકે છે

આપણા શરીરમાં દરેક અંગો મહત્વના હોય છે અને ઘણી વખત કોઈ એક અંગમાં પણ નાની એવી તકલીફ પણ મોટી તકલીફનું કારણ બની શકે છે. લીવર (જીગર) આપણા શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. ઝડપથી બદલાઈ રહેલ આપણું ડાયેટ અને જીવનધોરણ ને લીધે લીવરની નબળાઈ, ફૈટી લીવર રોગ અને લીવર સિરોસીસ રોગ ના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે જેમાં ના ઘણા લોકો સારવાર માટે લીવરની દવા લેતા હોય છે.

આજે આ લેખમાં આપણે જાણીશું ઘરગથ્થું ઉપચાર અને દેશી નુસખા અપનાવીને લીવર સિરોસીસ અને ફૈટી લીવરની સારવાર કેવી રીતે કરવી.

ફૈટી લીવરના કારણો :

લીવરના રોગનું મુખ્ય કારણ દારૂનું વધુ પ્રમાણમાં સેવન કરવું. દારૂ ઉપરાંત હાઈપર લીપીડેમિયા, મોટાપો, મધુમેહ વાળા લોહીમાં વધુ ચરબી હોવી, વજન ઝડપથી ઓછું થવું અને સ્ટીરોયડ, એસ્પ્રીન, ટેટ્રાસાઈક્લીન અને તેમોજીફેન જેવી દવાઓ ની આડ અસર ને કારણે આ રોગ થઇ શકે છે.

ફૈટી લીવર રોગ ઘણા પ્રકારે થઇ શકે છે. દારૂની ટેવ સિવાય થતા ફૈટી લીવરનો રોગ ત્યારે થાય છે જયારે લીવરને ચરબીને તોડવામાં વધુ તકલીફ થવા લાગે છે. તેનાથી લીવરના ટીસ્યુજ માં ચરબી જામી જાય છે.

લીવરના ઘરગથ્થું ઉપચાર :

(1) લીવર સિરોસીસ (જીગરનું સંકોચાવું) માં દિવસમાં 2 વખત ડુંગળી ખાવાથી ફાયદો થાય છે. (2) ફૈટી લીવરનો આયુર્વેદિક ઉપચાર, 25 ગ્રામ આંબળાનો રસ કે પછી 4 ગ્રામ સુકા આંબળાનું ચૂર્ણ પાણી સાથે દિવસમાં 3 વખત લેવાથી 15 થી 20 દિવસમાં લીવરના તમામ રોગો દુર થઇ જાય છે.

(3) લીવરના રોગમાં બપોરના ભોજન પછી લસ્સી/છાસ પીવું ફાયદાકારક છે. ઘરગથ્થું ઉપચારમાં છાસ માં હિંગ, મીઠું, જીરું અને કાળા મરી નાખી ને પીવું ઉત્તમ છે. (4) અડધા લીંબુને 100 ગ્રામ પાણીમાં નીચોવીને તેમાં મીઠું નાખો અને દિવસમાં 2 થી 3 વખત પીવો. આ ઉપાયથી લીવર ખરાબ થયું હોય તો સારવાર કરી શકાય છે, ધ્યાન રાખશો આ મિશ્રણમાં ખાંડ નાખશો નહી.

(5) ફૈટી લીવરનો ઉપચાર કરવામાં ગ્રીન ટી નું સેવન કરવું ખુબ અસરકારક છે. સારું પરિણામ મેળવવા માટે તમે ગ્રીન ટી ને તમારા ડાયેટમાં ઉમેરો કરો અને ગ્રીન ટી ના એન્ટીઓક્સીડેંટ ગુણો નો ફાયદો મેળવો. (6) 200 થી ૩૦૦ ગ્રામ પાકેલા જાંબુ રોજ ખાલી પેટ ખાવાથી પણ લીવરમાં થયેલ નુકશાનીને દુર કરવામાં મદદ મળે છે.

(7) વિટામીન ‘સી’ ફૈટી લીવરનો ઘરગથ્થું ઉપચાર છે. સારા પરિણામ માટે ખાલી પેટ સંતરાનું જ્યુસ પીવો. (8) કારેલા સ્વાદ માં ભલે કડવા હોય છે પણ ફૈટી લીવરની સચોટ સારવાર માટે ઉપયોગી છે. વહેલા સાજા થવા માટે રોજ 1 કે 1/2 કપ કારેલાનું શાક ખાવ કે પછી કારેલાનું જ્યુસ બનાવીને પીવો.

(9) તમે જો ફૈટી લીવર થી અસરગ્રસ્ત છો તો કાચા ટમેટા ને તમારા ખોરાકમાં ઉમેરો કરો. સારું પરિણામ મેળવવા માટે નિયમિત તેનું સેવન કરવું જોઈએ.

(10) લીવરની સારવાર માટે ફીટ ફરી ખોરાક લેવો, જો તમે વિચારતા હશો કે ડાયેટ થી ફેટ ઘટાડવા માટે ભૂખ્યા રહેવું પડશે તો તે ખોટું છે. ભૂખ્યા રહેવું લીવર માટે નુકશાનકારક છે, તેનાથી ફૈટી લીવરની શક્યતા ખુબ વધી જાય છે. લીવરને સ્વસ્થ રાખવાની સારવાર માટે ખોરાકમાં જ્યુસ અને ફળ લેવા અને પાણી વધુ પ્રમાણમાં પીવો.