ગરોળી, માખી, કીડી, માંકડ, ઉંદર, મચ્છર અને વંદાથી છુટકારો મેળવાના ઘરેલુ ઉપાય.

ગરોળી, માખી, કીડી, માંકડ, ઉંદર, મચ્છરો અને વંદાથી છુટકારો મેળવવાના ઘરેલું ઉપાય

૧. વંદા આ ઉપાયથી ડરીને ગભરાયા :

ખાલી કોલીન સ્પ્રે બોટલમાં સ્નાન કરવાના સાબુને ઓગાળીને ભરી લો. વંદા જોવા મળે તો તેની ઉપર તેનો સ્પ્રે કરી દો. સાબુનું આ લીક્વીડ વંદાનો અંત લાવે છે. રાતના સમયે સુતા પહેલા વોશબેસીન વગેરેના પાઈપ પાસે પણ આ લીક્વીડને સારી રીતે સ્પ્રે કરી દેવું જોઈએ આમ કરવાથી વંદા નળીના રસ્તે ઘરમાં અંદર નહિ આવી શકે.

૨. કીડી નહિ આવે ઘરમાં :

કીડી જો ઘરમાં એક દર બનાવી લે છે, તો તે દર માંથી નીકળવા લાગે છે. કીડીનો રસ્તો બંધ કરવાનો સૌથી સારો ઉપાય એ છે કે તેના નીકળવાના સ્થળ ઉપર એક બે સ્લાઈસ કડવી કાકડી મૂકી દો. કડવી કાકડીની ગંધથી કીડી દુર ભાગી જાય છે અને જયારે તેના નીકળવાની જગ્યા ઉપર સ્લાઈસ મૂકી હશે તો તે નીકળશે જ નહિ. કીડીઓના દરના મોઢા ઉપર લવિંગ ફસાવી દેવાથી કીડીઓ તે રસ્તાનો ઉપયોગ કરવાનું જ બંધ કરી દે છે.

૩. માખીઓ નજીક પણ નહિ આવે :

ઘરમાં ઉડતી માખીઓથી છુટકારો મેળવવા માટે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુ માખીઓને દુર કરવાનો ઘણો અસરકારક ઉપાય છે. ઘરમાં પોતું લગાવતી વખતે પાણીમાં ૨-૩ લીંબુનો રસ નીચોવી દેવો જોઈએ. લીંબુની સુગંધથી ઘણા કલાકો સુધી માખીઓ દુર રહે છે અને ઘરમાં તાજગીનો પણ અહેસાસ થતો રહે છે.

૪. મચ્છર ભગાડે :

મચ્છર ભગાડવા માટે રૂમમાં લીમડાના તેલનો દીવડો સાવચેતી પૂર્વક સળગાવો તે ઉપરાંત ઓલઆઉટની ખાલી બોટલ પણ લીમડાનું તેલ ભરીને મશીનમાં લગાવીને ઉપયોગ કરી શકાય છે. જે એકદમ સુરક્ષિત છે.

૬. ઘરની જીવાતના ઇન્ફેકશનથી બચાવ :

ઘર માંથી દરેક પ્રકારના ઇન્ફેકશનને દુર કરવા માટે કેરીની સુકી ડાળી ઉપર કપૂર અને હળદર પાવડર નાખીને સળગાવવો જોઈએ. લગભગ ૧૨ ઇંચ લાંબી ડાળીને સળગાવવી પુરતી હોય છે.

૭. ઉંદરથી છુટકારો :

ફુદીનો :

ઉંદર ઘરમાં તોફાન મચાવી દે છે તો તમે આ સમસ્યા માથી છુટકારો મેળવવા માટે ફુદીનાના પાંદડા કે ફૂલને લઇને વાટી લો અને તેને ઉંદરના દર પાસે કે આવવાની જગ્યા પાસે મૂકી દો. તેની ગંધથી જ ઉંદર તરત જ ભાગી જશે.

તમાલ પત્ર :

આમ તો તમાલ પત્રને ભાત કે શાકમાં નાખવામાં આવે છે, પરંતુ ઉંદર ભગાડવા માટે પણ તે અસરકારક સાબિત થાય છે.

લાલ મરચું :

લાલ મરચા ખાવામાં ઉપયોગમાં લેવામાં આવતા લાલ મરચા ઉંદરને ભગાડવા માટે ઘણું અસરકારક છે. જ્યાંથી ઉંદર આવે છે, તે જગ્યા ઉપર લાલ મરચા પાવડર નાખી દો એટલું કરવાથી ઉંદર ઘરમાં નહિ ઘરની બહાર જતા જોવા મળશે.

ફિનાઈલની ગોળીઓ :

ફિનાઈલની ગોળીઓને કપડામાં રાખીને ઉંદરથી બચી શકાય છે. આવી રીતે જ ઉંદર ઘરમાં પણ નહિ આવે.

માણસના વાળ :

ઉંદરને ઘર માંથી ભગાડવા માટે સૌથી સરળ રીત છે માણસના વાળ. તમને જાણીને ભલે વિશ્વાસ ન કરો પણ ઉંદરને ભગાડવાનો આ સૌથી સારો ઉપાય છે, કેમ કે માણસના વાળથી ઉંદર ભાગે છે. કેમ કે તે ગળી જવાથી તે જીવી નથી શકતા, એટલા માટે તેના નજીક જવાથી તે ઘણા ડરે છે.

ડુંગળી :

ઘરની સફાઈ પછી પણ ઉંદરથી દુ:ખી છો, ઉંદર ડુંગળીની ગંધને જરા પણ પસંદ નથી કરતા, ઉંદર ડુંગળીથી ઘણા દુર ભાગે છે ડુંગળીના ટુકડા ત્યાં રાખો જ્યાંથી ઉંદર તમારા ઘરમાં આવે છે.

૮. ગરોળી જોવા પણ નહિ મળે :

ઈંડાના ફોતરા :

ગરોળી ઈંડાના ફોતરાની ગંધથી દુર ભાગે છે. દરવાજા અને બારીઓ અને ઘરમાં એવા સ્થળો ઉપર ઈંડાના ફોતરા મૂકી દેવાથી ગરોળી ઘરની અદંર નહિ આવે.

લસણ :

ગરોળી લસણની ગંધથી પણ દુર ભાગે છે. ગરોળીઓને ઘર માંથી દુર રાખવા માટે ઘરમાં લસણની કળીઓ ટીંગાડી કે ઘરમાં લસણના રસનો છંટકાવ કરો.

કોફી અને તમાકુની ગોળીઓ :

કોફી અને તમાકુના પાવડરની નાની નાની ગોળીઓ બનાવો અને તેને માચીસની સળી કે ટુથપેસ્ટ ઉપર ચોટાડી દો. તેને કબાટમાં કે એવી જગ્યાએ મૂકી દો, જ્યાં ગરોળી હંમેશા જોવા મળે છે.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.