ઉઠતાની સાથે બાપુ પાડે બૂમો ખાઈ ખાઈને કેટલો થંઈસ તુ સુમો
કામ ધંધા વગર નો બેઠો નમૂનો સાંભળતા હૂ સીધો પકડી લંઉ ખૂણો
આપણ ને કોઈ ની મગજમારી ગમે નહીં કલાકારી દીમાગ કોઈ ને ખમે નહીં
જપે નહીં આ પાછી ચાર બંગડી વાડી રોઈસ નહીં હૂ તને લંઈ દંઈસ ફરારી
મોટા છે સપના ને નાનો છે સ્ટૂડિયો સોસાયટી કહે મને Kruz ગંજૂડીયો
આજે નહીં તો કાલ થસે ખિસ્સા ખખડતા ઊંચા થવા જાય તો મુકૂ લબડતા
ભોલે નો ભક્ત નથી છોકરી નૂ ટેન્શન ચીલમ ના ઈશારા થી માંગે અટેનશન
પણ સાંભળ જે કહું તને , ના અડે , નડે કોઈ ના ફરક પડે મને તો દોસ્ત ..
લોડ ના લંઈસ
૪ સૂખ હોય કે દૂખ તું લોડ ના લંઈસ થતી રહે ભૂલ તૂ લોડ ના લંઈસ
ભલે વાગે હથોડા તુ લોડ ના લંઈસ ૧૭ હોય ડખા તુ લોડ ના લંઈસ
ઈતિહાસ અહિયા નો, હુ નાગરીક અહિયા નો, સમાજ ની વિધા નો એક જ ભૂગોળ
પૈસો છે આગળ, આપડે પૈસા પાછળ, આટા-ફેરા આશિવૉદ પૃથ્વી છે ગોળ,
આપે છે લોડ, ટેન્સન નુ ભંડોળ, હુ બનુ પત્થર તો એ બને ગીલોળ
ખેચી ને છોડે જ્યારે હુ કહુ છોડ, ચાર રસ્તા પર પડુ ત્યાં ઠોલા નો તોડ,
કાઢીને ફોન, કાકા ને લગાવુ બધું શાંત પાડી ગાડી હું ભગાવુ
અધ-વચ્ચે પહોંચુ ત્યાં બ્યરુ ઉઠે ઉપાડુ ફોન તો માથું કુટે
અરે ગુજરાતી રૅપર અમદાવાદી લેખક નાનું છે નામ પણ મોટી છે બેઠક
મગજમાં ચાલે બસ શબ્દો ની દોડ આ તો હતા થોડા આવા સત્તર છે લોડ તો, લોડ ના લંઈસ
સૂખ હોય કે દૂખ તું લોડ ના લંઈસ થતી રહે ભૂલ તૂ લોડ ના લંઈસ
ભલે વાગે હથોડા તુ લોડ ના લંઈસ ૧૭ હોય ડખા તુ લોડ ના લંઈસ
આપણા રોજિંદા જીવન ને ધ્યાન મા રાખીને અમદાવાદ ના “અધોરી મ્યૂઝિક” , કે જે એક હીપ-હોપ (રૈપ) ગૃપ છે. તેમણે એક હાસ્ય થી ભરપુર ગીત બનાવેલ છે જેનૂ નામ છે “Load na lais” (લોડ ના લૈઈસ).
સામભડતા ની સાથે ટેન્શનથી મૂક્ત કરી નાખતુ આ રૈપ ગીત નુ મ્યૂઝિક પણ આપણા ગુજરાતી કલ્ચર ને ધ્યાન મા રાખીને બનાવવામાં આવેલ છે. આ ગીત ના શબ્દો kruz (રૈપર) અને k.deep (રૈપર) દ્વારા લખવામાં આવ્યું છે. તથા ગીત નુ સંગીત kruz દ્વારા બનાવાયેલ છે. આ ગીત ને YouTube ઉપર ૨.૫ હજાર થી વધુ લોકો એ નીહાળીયુ છે. તો સાંભળો અને તમારા મિત્રો ને સંભળાવી કહો “Load na lais lala”….
વિડીયો
ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.