લાકડાની મદદથી બોટમાં બાઈક ચડાવવામાં લાગેલા હતા કેટલાક લોકો, પછી જે થયું તે જોઈ હસવા લાગશો.

બાઈકને બોટમાં મુકવા માટે લોકોએ અપનાવ્યો અતરંગી જુગાડ, પણ પછી જે થયું તે જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા.

ઘણી વખત અમુક લોકો સાથે એવા બનાવ બને છે, જે જોઈ આપણે ભલે હસવા લાગીએ છીએ, પણ જેની સાથે તે બનાવ બન્યો હોય, તેને તો રડવું આવવું સ્વભાવિક છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક એવો જ વિડીયો શેર થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર મજાના વિડીયો શેર કરવામાં આવતા રહે છે. તેમાંથી કેટલાક વિડીયો તો એવા હોય છે જે જોઈને લોકોને ઘણું હસવું આવે છે. હાલના દિવસોમાં ફરીથી એક એવો જ વિડીયો સોશિયલ મીડિયા ઉપર છવાયેલો છે. આ વખતે જે વિડીયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, તેમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો એક બાઈકને બોટ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ ત્યારે કાંઈક એવું બન્યું જે જોઈ બાઈક વાળા ખરેખર રડવા લાગ્યા હશે.

સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો ઝડપથી પોપુલર થઇ રહ્યો છે, તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાક લોકોએ એક લાકડાનું પાટિયું બોટ સાથે ટેકવીને તેની મદદથી બાઈકને બોટમાં લઇ જવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. એક વ્યક્તિ બાઈકને પાછળથી પકડે છે, અને બીજો આગળથી પકડે છે. આ રીતે તેઓ બાઈકને લાકડાના પાટિયા પર ચલાવીને બોટ તરફ લઇ જાય છે.

થોડું આગળ વધ્યા પછી બોટ તરફ ઉભેલા વ્યક્તિએ હેન્ડલ પકડી રાખ્યું અને તે પુરા પ્રયત્ન સાથે બાઈકને આગળની તરફ ખેંચતો રહ્યો. અને બાઈકની પાછળ ઉભેલા વ્યક્તિએ બાઈક છોડી દીધી. પછી જે વ્યક્તિને હેન્ડલ પકડીને બાઈક આગળ લઇ જતો હતો તેનાથી સંતુલન બગાડ્યું અને બાઈક નીચે પાણીમાં પડી ગયું.

અહિયાં જુવો વિડીયો :

આ વિડીયો જેવો સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યો તો તરત જ લોકોએ તેના પર ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપવાનું શરુ કરી દીધું. એક યુઝરે વિડીયો જોયા પછી જણાવ્યું કે, ભલે આપણને આ દ્રશ્ય ફની લાગી રહ્યું હોય, પણ તે વ્યક્તિના દિલની હાલત પૂછો જેનું બાઈક ક્ષણભરમાં પાણીમાં જતું રહ્યું. અને એક યુઝરે જણાવ્યું કે, આ વિડીયો આપણા બધા માટે એક ઉપદેશ સમાન છે. તે જણાવે છે કે, તમે પણ આવી મુર્ખામી કરવાથી ચેતો અને તમારું નુકશાન થવાથી બચાવો.

આમ તો ઘણા લોકો એવા પણ છે જે વિડીયો જોયા પછી ખુબ હસી રહ્યા છે. આ વિડીયો ટ્વીટર ઉપર renné nésa નામના યુઝરે શેર કર્યો છે. આ વિડીયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આર્ટિકલ લખાયા સુધીમાં આ વિડીયો લગભગ 4 લાખ વખત જોવામાં આવી ચુક્યો છે. અને 12 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે જયારે 6 હજારથી વધુ વખત તેને રી-ટ્વીટ કરવામાં આવી ચુક્યો છે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.