લોહીના ટેસ્ટ કેટલા પ્રકારના હોય છે? અને ક્યાં ટેસ્ટથી શું જાણકારી મળે છે? જાણો બ્લડ ટેસ્ટ વિષે

 

બીમાર થઈએ ત્યારે હમેશા ડોક્ટર આપણને લોહીનો ટેસ્ટ કરાવવાનું કહે છે, જેના રીપોર્ટ જોયા પછી આપણી તકલીફની ખબર પડે છે અને તે બીમારીનો ઈલાજ શક્ય થઇ શકે છે. શરીરની ઘણી બીમારીઓની ખબર લોહીના ટેસ્ટથી થાય છે તેથી લોહીનો ટેસ્ટ કરાવવો આપણા પોતાના માટે એક જરૂરી કામગીરી છે. તેવામાં આજે એ જાણીએ કે ખાસ કરીને લોહીના ટેસ્ટ કેટલા પ્રકારના હોય છે અને દરેક ટેસ્ટમાં શરીરના ક્યા અંગ સાથે જોડાયેલી માહિતી મળે છે. તો આવો આજે તમને જણાવીએ છીએ લોહી ટેસ્ટના થોડા મુખ્ય પ્રકારો વિષે.

કેમેસ્ટ્રી પેનલ અને CBC – કેમેસ્ટ્રી પેનલ અને CBC (સંપૂર્ણ લોહીના કાઉન્ટ) તમારા સ્વાસ્થ્ય ની માહિતી એક સાથે આપે છે. આ તપાસમાં નાડી, કીડની, લીવર અને લોહીના સેલ્સ ની સ્થિતિ નો અંદાજ કરવા માટે જરૂરી જાણકારી મળે છે. CBC પ્લેટલેટ્સ, લાલ લોહી કોશિકાઓ અને સફેદ લોહી કોશિકાઓ ની ક્વોલેટી, સંખ્યા, વેરાયટી, ટકા નું માપવાનું કામ કરે છે જેનાથી આ લોહી ટેસ્ટ રક્તસ્ત્રાવ, ઇન્ફેકશન અને હેમટોલોજીકલ અસમાનતાઓ ની સ્ક્રીનીંગ કરવામાં મદદ કરે છે.

કેમેસ્ટ્રી પેનલ દ્વારા કુલ કોલેસ્ટ્રોલ, એચડીએલ, ટ્રાઈગ્લિસરાઇડ્સ તમામ ની તપાસ કરીને કાર્ડીઓઓવેસ્ક્યુર અને કેલ્શિયમ, પોટેશિયમ અને લોહ જેવા મહત્વના ખનીજો નું અંદાજ પણ થાય છે.

ફાઈબ્રીનોજમ – લોહીના ગઠા જમાવવામાં ફાઈબ્રીનોજમ ની ખાસ ભૂમિકા રહે છે અને ફાઈબ્રીનોજમ નો સ્ત્રોત જો વધી જાય તો હ્રદયનો હુમલો આવવાનો ભય વધી જાય છે, રૂમેટીઇડ ગઠીયા, કિડનીમાં સોજો જેવા વિકાર પણ થઇ જાય છે અને તેનાથી મૃત્યુ નો ભય પણ વધી જાય છે તેથી લોહી ટેસ્ટ દ્વારા તેના લેવલ ની જાણકારી થઇ શકે છે.

હિમોગ્લોબીન A 1 C (HBA 1 C) – શરીરમાં ગ્લુકોઝ ની સ્થિતિ અંદાજ કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આ લોહીના ટેસ્ટ દ્વારા છેલ્લા બે ત્રણ મહિનામાં, લોહી શુગર ના નિયંત્રણનું માપ હોય છે અને ડાયાબીટીસ થશે કે નહી થવાની સ્થિતિમાં, કોઈ વ્યક્તિમાં હ્રદય રોગ થવાનો કેટલો ભય છે, તે જાણી શકાય છે.

પ્રોસ્ટેટ સ્પેસીફીક એંટીજન (PSA) – પ્રોસ્ટેટ સ્પેસીફીક એંટીજન પુરુષોમાં પ્રોસ્ટેટ ગલૈડ દ્વારા બનાવનાર એક પ્રોટીન છે. આ ટેસ્ટ દ્વારા પ્રોસ્ટેટ ગલૈડ નું વધવું, તેમાં થનારી બળતરા અને પ્રોસ્ટેટ કેન્સર જેવી જાણકારી લઇ શકાય છે.

હોમોસિસ્ટીન – હોમોસિસ્ટીન એક એમીનો એસીડ છે જેનું વધતું જતું લેવલ હાર્ટએટેક અને બોન ફ્રેકચર થવાનો ભય વધારી દે છે. તેવામાં આ લોહીના ટેસ્ટ દ્વારા હોમોસિસ્ટીન ના લેવલ વિષે જાણી શકાય છે.

થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હાર્મોન (TSH) – તે હાર્મોન થાઈરોઈડ ગલૈડ માંથી નીકળતા હર્મોનના સ્ત્રાવ ને નિયંત્રિત કરે છે. આ હર્મોનને ઓછો કે વધુ હોવાની સ્થિતિ જાણવામાટે લોહીનો ટેસ્ટ કરવામાં આવે છે.

ટેસ્ટોસ્ટેરોન (ફ્રી) – મહિલા અને પુરુષો ની એડ્રીનલ ગ્લૈડસ માં બનતા હાર્મોન, મહિલાઓની ઓવરી અને પુરુષોના ટેસ્ટીસ માં પણ બને છે. ઉંમર વધવા સાથે મહિલા અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નું લેવલ ઓછું થઇ શકે છે. આ હાર્મોન નું ઓછું સત્ર પુરુષોમાં હાર્ટ ડીસીસ નો ભય વધારી શકે છે અને મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન આ હાર્મોનનું લેવલ ઓછું થવાથી સ્વભાવ માં ઘણી જાતના ફેરફાર થવા લાગે છે.

આવો હવે જાણીએ લોહી ટેસ્ટ કરવા વાળા મશીન વિષે – લોહી ટેસ્ટ કરાવવા માટે સીબીસી મશીન નો ઉપયોગ કરવામાં આવે છે. ૧૪ લાખ ના આ મશીનથી ૨૨ જાતના લોહી ટેસ્ટ કરી શકાય છે. આ મશીનથી WBC, RBC, હિમોગ્લોબીન, હેમાક્રિન, એમસીવી, આરઓ, પ્લેટલેસ સહિત લોહી સાથે જોડાયેલ ૨૨ તપાસ ઝીણવટ ભરી રીતે કરી શકાય છે. લોહી ટેસ્ટ દૂરબીન પદ્ધતિ થી પણ કરી શકાય છે જેમાં ૧૩ જાતની તપાસ થઇ શકે છે.

ટેકનીક થી બીમારીઓ જાણી શકાય અને તેને દુર કરવાની રીત ને ઘણી સરળ બનાવી દીધી છે અને એ સરળ રીતોમાં આવે છે લોહીનો ટેસ્ટ દ્વારા બોમાંરીઓ જાણવી જેથી તેને તરત દુર કરી શકાય.

આટલી સુવિધાઓ વચ્ચે એક ભૂમિકા તમારી પણ છે કે તમે તમારા આરોગ્યનું સારી રીતે ધ્યાન રાખો અને કોઈપણ જાતના સામાન્ય ફેરફાર જોવા મળે તો તરત ડોક્ટર ની સલાહ લો અને જરૂર પડવા ઉપર ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલ લોહીના ટેસ્ટ કરાવવામાં પણ અચકાશો નહી, કેમ કે આ બધું તમારા સારા સ્વાસ્થ્ય માટે જ તો હોય છે.

તમને આ લેખ કેવો લાગ્યો? જો આ લેખમાંથી તમને કોઈપણ મદદ મળે છે તો અમે ઘણા રાજી થઈશું. તમારી પ્રતિક્રિયા જરૂર આપશો. અમારી શુભકામનાઓ તમારી સાથે છે, હમેશા સ્વસ્થ્ય અને ખુશ રહો.

પેશાબ નાં કલર પરથી તમારું સ્વાસ્થ્ય જાણવા નો આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જાણો કેવીરીતે પેશાબ ના કલર થી જાણી શકો છો કે તમે કેટલા તંદુરસ્ત છો ,જાણો અને શેયર કરો