ફટા ફટ લોહી વધારવાના ચમત્કારી ઘરેલું ઉપાય, હિમોગ્લોબીનનું યોગ્ય પ્રમાણ રહે..

હમેશા થાક, નબળાઈ રહેવી, ચામડીનો રંગ પીળો પડી જવો, હાથ પગમાં સોજો વગેરે એનીમીયા ના લક્ષણ છે. આ તકલીફ પુરુષો કરતા મહિલાઓમાં વધુ રહે છે. જે લોકોના લોહીમાં હીમોગ્લોબીનનું પ્રમાણ ખુબ જ ઓછું થઇ જાય છે, તે લોકો એનીમિયાનો ભોગ બને છે. એનીમિયાના રોગીને લોહ તત્વ, વિટામીન બી, ફોલિક એસીડ ની ઉણપ હોય છે. ક્યારેક ક્યારેક વારસાગત કારણોથી પણ આ રોગ થઈ શકે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમારા આહાર ઉપર ખાસ ધ્યાન આપો. આવો જાણીએ કે કઈ વસ્તુઓ ખાવાથી લોહી વધી શકે છે અને એનીમિયા દુર થઇ જાય છે.

શરીરમાં લોહી વધારવાના ઉત્તમ ઉપાય :

(1) એક લીંબુ એક ગ્લાસ પાણીમાં નીચોવીને તેમાં એક ચમચી મધ ભેળવો અને પીવો રોજ આ ઉપાય કરવાથી લોહી જલ્દી વધે છે.

(2) એનીમિયાની બીમારીમાં પાલક દવા જેવું કામ કરે છે. પાલકમાં વિટામીન એ, સી બી9, આયરન, ફાઈબર અને કેલ્શિયમ વધુ હોય છે. પાલક એક જ વખતમાં 20 % સુધી આયરન વધારી શકે છે. પાલકનો ઉપયોગ તમે શાક અને સૂપ તરીકે કરી શકો છો.

(3) લોહી વધારવામાં ઘરેલું ઉપાયમાં ટમેટા પણ ઉપયોગી છે. ઝડપથી લોહી પૂરું પાડવા માટે એક ગ્લાસ ટમેટાનું જ્યુસ રોજ પીવો. તે ઉપરાંત ટમેટા સૂપ પી શકો છો, ધારો તો સફરજન અને ટમેટાના જ્યુસને ભેળવીને પણ પી શકો છો.

(4) શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવા માટે મકાઈના દાણા નું સેવન પણ ફાયદાકારક છે. તે પોષ્ટિક હોય છે તેને શેકીને કે બાફીને ખાઈ શકો છો.

(5) થોડું મધ એક ગ્લાસ બીટ નો રસ ભેળવીને પીવાથી શરીરમાં આયરન વધુ પ્રમાણમાં મળે છે જેનાથી લોહી બને છે.

(6) સોયાબીનમાં વિટામીન અને આયરનનું પ્રમાણ વધુ હોય છે. એનીમિયાના રોગી માટે તેનું સેવન ફાયદાકારક છે. સોયાબીનને બાફીને ખાઈ શકો છો.

(7) થોડું સિંધાલુ મીઠું અને થોડા કાળા મરી અનારના જ્યુસમાં ભેળવીને રોજ પીવાથી શરીરમાં આયરનની ઉણપ પૂરી થવા લાગે છે.

(8) ગોળ સાથે મગફળી ખાવાથી શરીરમાં આયરન વધે છે.

(9)સીન્ઘોડા શરીરને શક્તિ પૂરી પડે છે અને લોહી પણ વધાર છે. તેમાં ખાસ મહત્વના પોષક તત્વો મળી આવે છે. કાચા સીન્ઘોડાનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધતું જોવા મળે છે.

(10) શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવા માટે દૂધ અને ખજુર નું સેવન પણ ઉત્તમ ઉપાય છે. આ ઉપાય કરવા માટે રોજ ઊંઘતા પહેલા દુધમાં ખજુર નાખો અને દૂધ પીવો. દૂધ પીધા પછી ખજુર ખાઈ લો.

(11) એક ગ્લાસ સફરજનનું જ્યુસ લો. તેમાં એક ગ્લાસ બીટ નો રસ અને સ્વાદ મુજબ મધ ભેળવો. તેને રોજ પીવો. આ જ્યુસમાં લોહ તત્વ વધુ પ્રમાણમાં હોય છે.

(12) 2 ચમચી તલ 2 કલાક માટે પાણીમાં પલાળી દો. પાણી ગાળીને તલને વાટીને પેસ્ટ બનાવો. તેમાં એક ચમચી મધ ભેળવો અને દિવસમાં બે વાર તે ખાવ.

(13) રોજ એક ગ્લાસ ટમેટાનો રસ પીવાથી પણ લોહીની ઉણપ દુર થાય છે. ટમેટાનો સૂપ બનાવીને લઇ શકાય છે.

(14) સીતોપલાદી ચૂર્ણ 50 ગ્રામ, આંબળાનો રસ 50 ગ્રામ, અશ્વગંધા સત્વ 50 ગ્રામ, શતાવર ચૂર્ણ 10 ગ્રામ, સિદ્ધુમકર ધ્વજ 5 ગ્રામ, લોહભસ્મ 100 પુટી 10 ગ્રામ, અષ્ટ વર્ગ ચૂર્ણ 25 ગ્રામ, મધ ૩૦૦ ગ્રામ. આ બધાના મિશ્રણમાંથી 5 થી 10 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ ચાટીને મીઠું દૂધ પીવો. તેના સેવનથી લોહી વધે છે.

(15) પાલક, સરસીયું, બથુઆ, વટાણા, મેથી, લીલી કોથમીર, ફુદીનો અને ટમેટા તમારા ભોજનમાં જરૂર સામેલ કરો.

(16) જાંબુ અને આંબળા નો રસ સરખા પ્રમાણમાં ભેળવીને પીવાથી શરીરમાં હિમોગ્લોબીન નું પ્રમાણ વધે છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)