શરીરમાં લોહીની ઉણપ દુર કરીને ઝડપથી લોહીનું પ્રમાણ વધારવાના ૫ સરળ ઉપાય

કોઈ પણ સ્વસ્થ વ્યક્તિના શરીરમાં એક નિશ્ચિત માત્રામાં લોહી હોવું ખુબ જરૂરી છે. કારણ કે શરીરમાં લોહીની ઉચિત માત્રા ન હોવાના લીધે તે કેટલાય રોગોને આમંત્રણ આપે છે. ખાસ કરીને, બ્લડની ઉણપથી બ્લડ અનીમીયા થવાનો ભય સૌથી વધુ હોય છે. એટલું જ નહી, લોહીની ઉણપ હોવાના લીધે, શરીરનો રંગ પીળો બેજાન થઇ જાય છે. કેટલાક એવા ઘરગથ્થું પદાર્થ છે જેના દ્વારા લોહીની ઉણપને દુર કરી શકાય છે, એટલું જ નહી તેના સેવનથી તમારા શરીરમાં ક્યારેય લોહીની ઉણપ થશે નહી, જેમાં નીચે મુજબ સમાવિષ્ટ છે-

દાડમ

લોહી વધારવાવાળા ખોરાકમાં દાડમને સૌથી મહત્વનું માનવામાં આવે છે. કારણ કે, દાદમમાં આયરન ખુબ જ વધુ પ્રમાણમાં મળી આવે છે. તેને તમે એમનેમ પણ ખાઈ શકો છો અથવા તેના તેના જ્યુસ નું પણ સેવન કરી શકો છો. સવારના સમયે ખાધા પછી એક કપ દાડમના જ્યુસનું સેવન કરવાથી તમારી આયરનની ઉણપને ખુબ જ જલ્દી પૂરી કરી શકાય છે.

બીટ

લોહીની ઉણપ માટે બીટનું નામ પણ દાડમની સાથે લેવામાં આવે છે, અથવા એમ કહીએ કે તે લોહીની ઉણપ માટે રામબાણ ઉપચાર છે. તેવામાં, દરરોજ બીટનું સેવન ખુબ જ જલ્દી લોહીની ઉણપને દુર કરી શકે છે. જો બીટના જ્યુસને દાડમના જ્યુસ સાથે મેળવીને પીવામાં આવે તો આ રીત માત્ર એક અઠવાડિયામાં જરૂરી હિમોગ્લોબીન બનાવી શકે છે.

સફરજન

હિમોગ્લોબીન વધારવા માટે સફરજન પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે ઈચ્છો તો સફરજનની સાથે મધ મેળવીને તેનું સેવન પણ કરી શકો છો. તેનું સેવન કરવાથી તમે સહેલાઈથી લોહીની ઉણપ દુર કરી શકો છો.

પાલક

પાલકને આયુર્વેદમાં રક્તવર્ધક ખોરાકનું નામ આપવામાં આવ્યું છે. જો તમારામાં લોહીની ઉણપ હોય, તો થોડા સમય સુધી દરરોજ પાલકના જ્યુસનું સેવન કરો. આયરનથી ભરપુર પાલક રક્તવર્ધકની રીતે ખુબ જ સારી પસંદગી છે. તેના સિવાય, તમે ઈચ્છો તો અડધા ગ્લાસ પાલકના જ્યુસમાં બે ચમચી મધ મેળવીને તેનું સેવન કરી શકો છો. તે લોહીને ઝડપથી વધારવામાં મદદ કરે છે.

કેળા

કેળામાંથી મળતા પ્રોટીન, આયરન અને ખનીજ તત્વો તમારા શરીરમાં લોહીને વધારે છે. તેના માટે દુધની સાથે દરરોજ સવારે કેળાનું સેવન કરો. કેળાના સેવનથી તમે બીજા રોગો જેવા કે અલ્સર, ગુર્દાના રોગો, અને આંખોની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.