લોકો નથી જાણતા પ્લાસ્ટિકના ડબ્બા અને બુટમાં આ નાનકડું પેકેટ કેમ રાખવામાં આવે છે.

હંમેશા ઘણી વખત જ્યારે કોઈ વસ્તુ ઑનલાઇન મંગાવીએ છીએ કે બજાર માંથી લાવીએ છીએ જેમ કે, બૂટ, બૅગ અથવા પર્સ, તો તેમાં એક નાનું એવું પાઉચ નીકળે છે, ત્યારે તમે જરૂર વિચારતા હશો કે શું છે? આ અને તેનું અહીંયા શું કામ તો તમને જણાવી આપીએ કે આ નાનું એવું પાઉચ ખૂબ કામનું હોય છે અને તેનો ઉપયોગ ભેજને શોષવા માટે લેવામાં આવે છે.

આ નાનું એવું પેકેટ ભેજને શોષવા સાથે સાથે હવા માંથી પાણીની વરાળને પણ શોષી શકે છે. તેનો ઉપયોગ તમે અનેક રીતે કરી શકો છો જેમ કે… તેનો ઉપયોગ ચાંદીના વાસણોને કાળા થવાથી બચવા માટે કરી શકાય છે. સિલિકા જેલના થોડા પાઉચ ચાંદીના વાસણને કાળા થવાથી બચાવવા માટે કરી શકાય છે. સિલિકા જેલના થોડા પાઉચ ચાંદીના વાસણોમાં મૂકી દો તેથી તે હવામાં રહેલા ભેજને શોષી લેશે. જેથી ચાંદીના વાસણ કાળા નહિ પડે.

બૂટ હોય અથવા સારી ક્વોલેટી વાળી પ્લાસ્ટિકની બોટલ દરેકની અંદર નાના નાના સફેદ પેકેટ જરૂર હોય છે, જેનું ઉપર લખાયેલુ હોય છે, DO NOT EAT. જે ઘરમાં મોટા લોકો હોય છે તે આપણે લોકોને જણાવી દે છે કે તે ઝેર છે. ત્યાર પછી આપણે લોકો તેને સ્પર્શતા પણ નથી અને બોટલ પણ વાપરતા પહેલા 3-4 વખત સારી રીતે ધોઈએ છીએ. જે પેકેટ હોય છે તેમાં ઝેર નથી હોતું. તેમાં હોય છે સિલિકોન જેલ. આવો જાણીએ.

શું છે સિલિકા જેલ :-

સિલિકા જેલ ખરેખરમાં સિલીકોન ડાઇઓક્સાઇડ હોય છે. સિલિકોન એક ખૂબ જ ઉપયોગી ઘટક છે, તેનો ઉપયોગ નકલી બ્રેસ્ટ બનાવવામાં કરવામાં આવે છે. તે ઉપરાંત તેને બુટના ડબ્બામાં પણ રાખવામાં આવે છે. સિલિકા જેલ રેતી જેવી હોય છે અને તેનું કામ હોય છે ભેજ શોષવો. જે પ્રકારે ફૉમ પોતાની અંદર ભેજ શોષી લે છે, તે જ પ્રકારે સિલિકા પણ ભેજને શોષી લે છે અને કોઈ ડબ્બાની અંદર આવા પ્રકારના નાના પાઉચ પણ ડબ્બાની અંદરના ભેજને 40% સુધી ઓછું કરી શકે છે.

આપણે હંમેશા બુટના ડબ્બા, વાસણ કે કપડાના ડબ્બામાં જોઈએ છીએ. દિવસ આખો બુટ પહેર્યા પછી સાંજે તેમાંથી ગંધ આવવા લાગે છે અને વરસાદમાં જયારે કપડા સુકાતા નથી તો તેમાં પણ ગંધ આવવા લાગે છે. તો તેવામાં આ નાના પાઉચ તે ભેજ અને તેમાંથી નીકળતી ગંધને દુર કરે છે.

શું તે ઝેર છે? :

સિલિકા જેલ ઝેર નથી હોતું. તો પણ તેની ઉપર DO NOT EAT અને THROUGH OUT જેવા શબ્દો લખવામાં આવે છે કારણ કે વિદેશોમાં જ્યારે તેનો ઉપયોગ થવાનો શરુ થયો, તો બાળકો તેને ચોકલેટ સમજી ખાઈ લેતા હતા. તે ખાવાથી મરશો નહિ, પણ તે ગળામાં અટકી શકે છે, જેનાથી તમને મુશ્કેલી પણ થઇ શકે છે. તેથી તે ખાવાની મનાઈ કરવામાં આવે છે. જો ભૂલથી તમારું બાળક તેને પોતાના મોઢામાં નાખી દે તો તરત જ તેને પાણી પીવરાવો અને ડૉક્ટરની પાસે લઈ જાવ.

શું તેને ફેંકી દેવું જોઈએ? :

આ પેકેટોનો તમે ઉપયોગ પણ કરી શકો છો. તમારે ક્યાંક જવાનું છે અને તમારા અંડરગારમેંટ્સ સુકાતા નથી, તો તમે આવા 10 પેકેટો લો, અને અન્ડરગારમેન્ટ્સ સાથે એર-ટાઇટ પેકેટમાં બંધ કરી દો. તમારે મુસાફરી દરમિયાન, અન્ડરગારમેન્ટ્સ સૂકાઈ જશે અને સૌથી મહત્વની વાત કે તેમાંથી ગંધ પણ નહીં આવે. તેવી જ રીતે જો ખુલ્લા ચીપ્સના પેકેટમાં તેને નાખીને ઉપરથી ટેપ કરી દો તો ચીપ્સમાં ભેજ નહીં આવે.

જો ક્યારેય ભૂલથી તમારો ફોન પાણીમાં પડી જાય છે, તો તેને ઢગલાબંધ પેકેટો સાથે ફોનને લુછીને કોઈ એર-ટાઇટ ડબ્બામાં બંધ કરો અને ફોનને 10 કલાક રહેવા દો. ફોન બરાબર ચાલુ થઇ જશે. તમે તેને મીઠાના ડબ્બામાં રાખી શકો છો અને તેનો ઉપયોગ તમે શિયાળાના કપડા, શાલ અને બુટને પણ પેક કરતી વખતે પણ કરી શકો છો. પરંતુ તેને ભૂલથી પણ ખાશો નહિ અને બાળકોથી જેટલા બની શકે એટલા દૂર જ રાખો.

સિલિકા જેલનો ઉપયોગ ઘણા બીજા કામોમાં પણ થાય છે. જેમ કે એક સાથે ઘણા જૂના ફોટા રાખવાથી ચોંટી જાય તો તમે તેને રાખી શકો છો. સાથે જ જો તમારો ફોન પણ પાણીથી ભીનો થઇ ગયો છે, તો તમે તેના દ્વારા ફોનનું પાણી શોષી શકો છો. તે ઉપરાંત તમે ખાવાની વસ્તુ ને ભેજથી બચાવવા માટે અને બીજું તેને વધુ દિવસો સુધી ફ્રેશ જાળવી રાખવા માટે તેનો ઉપયોગ કરી શકો છો, કેમ કે તે ઝેરીલો નથી હોતો.