ચાણક્ય સૂત્ર : આ 3 લોકોનું ક્યારેય ભલું કરવું જોઈએ નહિ, કરસો તો થશે દુ:ખની પ્રાપ્તિ

ચાણક્યે લોકોને ઉત્તમ જીવન જીવવા માટે અનેક વાતો જણાવેલ છે. પણ કોઈ પણ માણસ એમની જણાવેલી વાતોને ખરેખર જીવનમાં અપનાવી લે, તો તેમનું જીવન ઉત્તમ થવામાં જરા પણ વાર નથી લાગતી. ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં અનેક વિષયો વિષે જણાવેલ છે, જેમ કે કેવા પ્રકારના લોકોથી દુર રહેવું જોઈએ, કેવા પ્રકારની મહિલાઓ સાથે લગ્ન કરવા જોઈએ, ક્યાં કામ ન કરવુ જોઈએ વગેરે.

ચાણક્યએ પોતાના આ વાક્યથી સ્પષ્ટ કરી આપેલ છે કે આજથી હજારો વર્ષ પહેલા પણ તેમણે આવી વાતો કરેલ છે, જે આજના સમાજ ઉપર પણ એટલી જ સારી રીતે લાગુ પડે છે જેટલી પહેલા થયા કરતી હતી.

“સફળ થવા માટે મિત્રોની જરૂર રહે છે, પણ વધુ સફળ થવા માટે સારા દુશ્મનની જરૂર રહે છે.” ચાણક્યએ એવી વાત કરેલ છે જે આજના સમયમાં એકદમ સાચી પડે છે. કોઈને પણ સફળ થવા માટે એક સારા મિત્રની જરૂર હોય છે જે તમને દરેક સમયે મદદ કરી શકે, જે તેનું માર્ગદર્શન કરી શકે.

એક સારો મિત્ર હમેશા સારું કરવાની પ્રેરણા આપે છે. પણ તેથી પણ વધુ આગળ વધવા માટે એક સારા દુશ્મનની જરૂર હોય છે, કેમ કે એક સારો દુશ્મન જ સારી રીતે દુશ્મની કાઢી શકે છે, તેનાથી ઉત્તમ કરવાની ધગશ તમને હમેશા આગળ લઇ જાય છે.

તે ઉપરાંત ચાણક્યએ ૩ લોકો વિષે જણાવેલ છે કે જેમની મદદ કરવાથી સુખને બદલે દુ:ખ જ મળે છે. તમે પણ વિચારી રહ્યા હશો, કે હમેશા તો એવું કહેવામાં આવે છે કે એક સારો માણસ દરેક વખતે બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે, અને જરૂરરિયાતમંદ લોકોની જરૂરિયાતોને પૂરી કરે છે. પણ અહિયાં તો ઊંધું જ થઇ રહેલ છે, અહિયાં લોકોની મદદ ન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તો જાણો એવું શું કારણ હતું કે ચાણક્યએ આ ૩ લોકોની મદદ કરવાથી મનાઈ કરેલ છે.

ચાણક્ય કહે છે.

૧. ચાણક્ય કહે છે કે કે આપણે ક્યારેય પણ કોઈ મુર્ખ સ્ત્રી કે પુરુષને જ્ઞાન ન આપવું જોઈએ :

ચાણક્ય કહે છે કે આપણે ક્યારેય કોઈ મુર્ખ સ્ત્રી કે પુરુષને જ્ઞાન ન આપવું જોઈએ, કેમ કે તેમના માટે જ્ઞાનનો કોઈ અર્થ નથી હોતો. તે આપની વાતો નથી સમજતા અને એવા વ્યક્તિને પોતાની વાત સમજાવવું સમયનો બગાડ છે, જે આપણી વાત જ ન સમજે.

તમે તો તેના ભલા માટે તે કરી રહ્યા છો પણ તેને તેની સમજ જ નથી કે કોના માટે કરવામાં આવી રહેલ છે. તેને જ્ઞાન દેવાની માથાકૂટમાં તમારે તણાવ સહન કરવો પડે છે, તેથી આવા લોકોની ભલાઈ કરવાની બાબતે ન વિચારવું જોઈએ અને તેનાથી દુર રહેવું જોઈએ.

૨. ચરિત્ર્યહીટ અને ઝગડાળું સ્વભાવની સ્ત્રી સાથે સબંધ ન રાખવો જોઈએ

ચરિત્ર હીન અને ઝગડાળું સ્વભાવની સ્ત્રી સાથે સબંધ રાખવા વાળા, અને તેનું ભરણ પોષણ કરવાવાળા વ્યક્તિ પણ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. એવી મહિલાઓ માત્ર તમારી મિલકત સાથે પ્રેમ કરે છે. જો કોઈ સારી વ્યક્તિ આવી મહિલા સાથે રહે છે તો સમાજમાં તેનું માન સન્માન પણ ઓછું થાય છે.

જે મહિલા ધર્મના રસ્તેથી ભટકી જાય છે તે પોતાની સાથે બીજા લોકોને પણ અધર્મના રસ્તે લઇ જાય છે, તેથી આવી મહિલાઓ સાથે પણ કોઈ સબંધ ન રાખવો જોઈએ અને તેમના ભલા માટે પણ ન વિચારવું જોઈએ.

૩. પોતા પાસે રહેલી વસ્તુથી સંતુષ્ઠ નથી અને દરેક વખતે દુ:ખી રહે છે એવા લોકો સાથે :

ચાણક્ય એ કહે છે કે જે લોકો પોતાની પાસેની વસ્તુથી સંતુષ્ઠ નથી અને દરેક વખતે દુ:ખી રહે છે અને રડતા રહે છે, એવા લોકો સાથે રહેવાથી તમને પણ દુ:ખની પ્રાપ્તિ થાય છે. જે સમજદાર અને જ્ઞાની છે તે ઓછામાં પણ ગુજરાન ચલાવી લે છે અને ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે. અને દરેક વાત માટે ભગવાનને દોષ નથી આપતા. કોઈ કારણ વગર દુ:ખી રહેતા લોકો બીજાથી નફરત પણ કરે છે, તેથી આવા લોકોનું ભલું ન કરવું જોઈએ અને તેનાથી દુર રહેવું જોઈએ.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)