લોકોનું જીવન ખુવાર કરી ચુક્યું છે ‘કાજુ’, તમારા રસોડા સુધી પહુચવા માટે કરવો પડે છે આ ખતરનાક સફર

સામાન્ય રીતે આપણા દિનચર્યા માટે જે પણ વસ્તુ એ ખાવાની હોય કે વાપરસી હોય તેને એક ચોક્કસ પ્રોસેસ માંથી પસાર થવું પડે છે. જેમે કે અનાજ તો ખેડૂત ત્યાર બાદ મોટા વેપારી, નાના વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. આ પ્રોસેસમાં વસ્તુની કિંમત અનેક ધણી વધી જાય છે અને ખરેખર મહેનત સૌથી વધુ કરે છે તેને તેનું યોગ્ય વળતર પણ મળતું નથી.

ઘણા લોકોનું જીવન બરબાદ કરી ચુક્યા છે ‘કાજુ’ તમારા રસોડા સુધી પહોચવામાં પસાર કરે છે તે સફર

કાજુની દુકાન સુધી પહોચાડતા સુધી ચાર પ્રોસેસ માંથી થઇને પસાર થવું પડે છે.

તે કામ કરવામાં ધીરજ સાથે સાથે સખત મહેનત કરવાની પણ જરૂર પડે છે.

ગરીબ મજુરને તે કામ કરવા માટે નથી મળતા એટલા પૈસા

સુકા મેવામાં સૌથી વધુ લોકોને પસંદ હોય તો તે છે કાજુ, કદાચ જ કોઈં એવું હશે જેને કાજુ પસંદ ન હોય. શેકેલા કાજુ, કાજુ બરફી, ખીર કે હલવામાં પણ તેને નાખીને લોકો ઘણા ખાય છે. આમ તો બજાર માંથી કાજુ તમે ખરીદીને લાવો છો, તે વાસ્તવમાં એવા નથી હોતા. જેવી રીતે મગફળીને બહાર એક કડક આવરણ હોય છે. એવી રીતે કાજુની બહાર પણ એક એવું પડ હોય છે. જે ઘણું કડક હોય છે.

ખાસ કરીને કાજુ કડક પડથી બન્ને તરફથી બંધ હોય છે. તેની વચ્ચે એનાકાર્ડીક નામનું એક કુદરતી એસીડ હોય છે. તેનો રંગ પીળો હોય છે અને જયારે તેને તોડવામાં આવે છે, તો તે હાથને દઝાડી દે છે. હથેળી ઉપર આ એસીડ પડવાથી ખુબ બળતરા થવા લાગે છે. હાથમાં ફોલ્લા પડી જાય છે.

છોડ માંથી કાજુ તોડ્યા પછી તેને થોડી વાર માટે વરાળમાં રાખવામાં આવે છે. ત્યાર પછી તેને ૨૪ કલાક છાંયડામાં સૂકવવામાં આવે છે અને ત્યાર પછી તેને છોલવામાં આવે છે. છેલ્લે આકારના હિસાબે તેને વીણીને જુદા કરવામાં આવે છે. પછી તેને પેક કરીને દુકાનોમાં પહોચાડવામાં આવે છે.

આ કામ કરવા વાળા મજુર ઘણા ગરીબ હોય છે. આપણે બજારમાં કાજુ ૧૨૦૦ થી ૨૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. જો કે આ મજુરને આ કામ માટે ઘણા જ ઓછા પૈસા મળે છે.

એક સમાચારમાં ઈન્ટરવ્યું આપવા દરમિયાન પુષ્પા નામની મહિલા જો કે આ કામ સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલી છે. તે કહે છે કે તેમના હાથ ઉપર દાઝ્યા જેવા નિશાન થઇ ગયા છે. પેટીયું રડવા માટે તે બીજા ઘરોમાં કામ પણ કરે છે. હાથથી ખાવાનું ખાવામાં અતિશય દુ:ખાવો થાય છે. જેને કારણે તેને ચમચીનો સહારો લેવો પડે છે.

પુષ્પા જેવી બીજા પણ ઘણા લોકો એવા છે. જેને કાજુ છોલવાથી આપણા સુધી પહોચાડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એનાકાર્ડીક કાજુ માંથી નખમાં ઘા થઇ જવાથી ઇન્ફેકશન પણ થઇ જાય છે. પરંતુ છતાં પણ આ મજૂરોને મજબુરીમાં આ કામ કરવું પડે છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.