ગુજરાતની આ દીકરીના છે સૌથી લાંબા વાળ, ગિનીજ વર્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

આજના સમયમાં લોકો જાત જાતના શોખ ધરાવે છે. ઘણા નખ વધારવાનો શોખ ધરાવે છે તો ઘણા વાળ વધારવાનો શોખ ધરાવે છે. ઘણા લોકોની ઉંચાઈ વધારે હોય છે, તો ઘણાની ઉંચાઈ સૌથી ઓછી હોય છે. તમે માથાથી વધારે નારિયેળ ફોડવાનો રેકોર્ડ, દાઢીથી વજન ઊંચકવાનો રેકોર્ડ, સૌથી ઝડપી ટાઈપીંગ કરવાનો રેકોર્ડ વિષે સાંભળ્યું હશે. આવો જ એક વાળ વધારવાનો કિસ્સો અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ.

ગુજરાતની નીલાંશી પટેલ દુનિયાભરમાં સમાચારોમાં છવાઈ ગઈ છે. તેની પાછળ છે તેના લાંબા વાળ. જેના કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. ૧૬ વર્ષની કેટેગરીમાં નીલાંશીના દુનિયામાં સૌથી મોટા વાળ છે. નીલાંશીના વાળ લગભગ 170.5 સે.મી. (૫ ફૂટ, ૭ ઇંચ) લાંબા છે. તેની આ કરામત રેકોર્ડ બુકમાં ૨૦૧૯ સંસ્કરણમાં જોડાયેલી હશે. આ સિદ્ધી પછી તેની પાસે ફોટોસુટ માટે લોકોના કોલ આવી રહ્યા છે.

ગુજરાતના મોડાસાની રહેવાસી ૧૬ વર્ષની નીલાંશી પટેલને તેના દોસ્ત રોપન્જેલ કહીને બોલાવે છે. તે જણાવે છે કે ૨૦૧૮ ની શરૂઆતમાં સૌથી લાંબા વાળ હોવાનો રેકોર્ડ અર્જેન્ટીની એબ્રીલ લોરેનજટી પાસે હતો. જેના વાળ ૧૫૨.૫ સે.મી. લાંબા છે.

ત્યાર પછી આ રેકોર્ડ ૧૭ વર્ષની કીટો કવાહરાએ તોડ્યો હતો. જેના વાળ ૧૫૫.૫ સે.મી. લાંબા છે. પરંતુ છેવટે વર્ષના અંતમાં નીલાંશીએ ૧૭૦.૫ સે.મી. ના માર્જીનથી સૌના રેકોર્ડ તોડી દીધા અને દુનિયામાં સૌથી લાંબા વાળ હોવાનો એવોર્ડ મેળવ્યો.

તેના પિતા વૃજેશ કુમાર જણાવે છે, કે નીલાંશીના વાળ વધારવાનો આઈડિયા ગોવા માંથી આવ્યો, જયારે તે ત્યાં ફરવા માટે આવી હતી. નીલાંશીના વાળ જોઈને વિદેશી પર્યટકોએ તેને ફોટા ક્લિક કરાવવાની વિનંતી કરી. તે વાત નીલાંશીને પસંદ પડી. તેણે તેના ઘરે આવીને ઓનલાઈન રેકોર્ડ સર્ચ કર્યા અને એપ્લાય કર્યુ અને આજે તે દુનિયામાં સૌથી લાંબા વાળ રાખવાનો રેકોર્ડ તેના નામે થયો.

નીલાંશીની માં કહે છે કે તેના સારા વાળ માટે ઘણી દેખરેખ કરવી પડે છે. અમે ઘણી વધુ કોસ્મેટીકનો ઉપયોગ કરતા નથી. તે અઠવાડિયામાં માત્ર એક વખત વાળ ધુવે છે અને સારી રીતે તેલ લગાવે છે. હવે ગુજરાતના નામે એક નવો વર્લ્ડ રેકોર્ડ અંકિત થઈ ગયો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.