કોરોનાનો આતંક : જુઓ લગ્નમાં મહેમાનો સાથે હાથને બદલે પગ મિલાવવા મજબૂર થયા વરરાજા અને કન્યા.

કોરોના વાયરસની બીકને કારણે લગ્નમાં વરરાજા અને કન્યાએ મહેમાનોનું આવી વિચિત્ર રીતે કર્યું સ્વાગત

વિશ્વંભરના લોકો કોરોના વાયરસથી પરેશાન છે. અત્યાર સુધી વિશ્વભરમાં તેનાથી 4600 જીવ જઈ ચુક્યા છે. અને લગભગ 1,25,293 લોકો તેનાથી ચેપગ્રસ્ત છે. ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેના 76 કેસ નોંધાઈ ચુક્યા છે. સાવચેતી રાખવા માટે સરકારે 31 માર્ચ સુધીમાં કેટલાક શહેરોનાં થિયેટરો, શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દીધા છે. લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે ગીચ વસ્તી વાળા વિસ્તારોમાં જવાનું ટાળે. આ સિવાય અન્ય લોકો સાથે હાથ મિલાવવાને બદલે તેમને નમસ્કાર કહેવા પર ઉપણ ભાર મુકવામાં આવી રહ્યો છે.

કોરોનાના ડરના વાતાવરણ વચ્ચે લગ્નની સિઝન પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જે લોકોના લગ્ન છે તેને તો સ્ટેજ ઉપર મળવા હજારો લોકો આવે છે, અને હાથ પણ મિલાવવામાં આવે છે. તે કારણે, તે નવવધૂ-વરરાજાને કોરોનો દ્વારા ચેપ લાગવાની સંભાવના પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોએ તેમના લગ્નની તારીખ આગળ વધારી દીધી છે. જો કે, ઘણા બધા એવા લોકો પણ હતા જેમણે પહેલાથી ગાર્ડન અને અન્ય જગ્યાઓ બુક કરાવી લીધી હતી. તેથી તેમને લગ્ન કરવા પણ જરૂરી હતા.

આ સમસ્યાને હલ કરવા માટે, એક વરરાજા-કન્યાએ ખૂબ જ અનોખી રીત શોધી કાઢી છે. હકીકતમાં, આજકાલના દિવસોમાં ટિકટોક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક વિડિઓ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વરરાજા-કન્યા સ્ટેજ ઉપર માસ્ક પહેરીને ઉભા છે. ત્યાર પછી, મહેમાનો તેમને મળવા આવે છે. તો તે તેમની સાથે હાથ મિલાવવાને બદલે પગ મિલાવવા લાગે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ટીકટોક ઉપર શ્યામ ભારદ્વાજ નામના વ્યક્તિએ શેર કર્યો છે.

બીજી એક રસપ્રદ વાત એ છે કે કોરોનાના ડરને કારણે, ઘણા યુગલો લગ્નમાં અતિથિઓ પાસેથી ભેટો પણ લેતા નથી. તેઓને ડર છે કે ક્યાંક આ ભેટને કારણે કોરોનાના વાયરસ તેમના ઘરે ન આવી જાય. લગ્ન એક એવો પ્રસંગ હોય છે, જ્યારે હજારો લોકો એક બીજાને મળે છે.

હવે આમ તો કોરોના સ્પર્શ કરવાથી કે ચેપગ્રસ્ત વસ્તુને સ્પર્શ કરીને અથવા સ્પર્શ કરીને ફેલાવી શકે છે, તેથી ગીચ વિસ્તારોમાં, ખૂબ સાવચેતી રાખવી જરૂરી હોય છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા ઉપર લોકોને એવી જ સલાહ આપવામાં આવી રહી હતી કે કોઈ પણ વ્યક્તિને મળતી વખતે હાથ જોડીને નમસ્તે બોલો. હાથ મિલાવીને અભિવાદન કરવાની રીત હાલના સમય માટે છોડી દો.

તમારી જાણકારી માટે જણાવી આપીએ કે ભારતમાં કોરોના વાયરસને કારણે પહેલો મૃત્યુનો કેસ પણ પ્રકાશમાં આવ્યો છે. જો કે, આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકાર આ સ્થિતિને પહોચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને લોકોને કોરોનાથી ન ગભરાવાની સલાહ આપી છે. આ વાયરસ ફક્ત તે લોકો માટે વધુ જોખમી છે. જે વૃદ્ધ છે અથવા જેને કોઈ શ્વાસ સાથે જોડાયેલા કોઈ રોગ છે. ભારતમાં કોરોનાથી પીડિત ત્રણ દર્દીઓ પણ સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ ગયા છે.

આમ તો તમને લોકોએ લગ્નમાં હાથને બદલે પગ મિલાવવા વાળો આ આઈડિયા અને વીડિયો કેવા લાગ્યા અમને કમેન્ટમાં જરૂર જણાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.