ગણેશજીની કૃપાથી દૂર થશે તમારા ઘરનો વાસ્તુ દોષ, બસ ઘરમાં કરવા પડશે આ 6 ફેરફાર

ઘરમાં કરો ફક્ત આ 6 ફેરફાર, ગણેશજી પોતે દૂર કરશે તમારા ઘરનો વાસ્તુ દોષ

હિંદુ ધર્મમાં ગણેશજીને દરેક દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે. એ જ કારણ છે કે, કોઈ પણ માંગલિક કાર્યક્રમમાં સૌથી પહેલા ગણેશ પૂજા કરવામાં આવે છે. કોઈ તહેવાર અથવા જયંતી પર પણ તે વિશેષ દેવી અથવા દેવતાની પૂજા પહેલા ગણપતિ બાપ્પાની પૂજા થાય છે. એવી માન્યતા છે કે, ગણેશજીની પૂજા કરવાથી ઘર અને જીવનમાં રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભ આવે છે. એ કારણે તમે ગણેશજીના માધ્યમથી પોતાના ઘરનો વાસ્તુ દોષ પણ દૂર કરી શકો છો.

ઘરનું વાસ્તુ સારું હોય તો એક સકારાત્મક ઉર્જા રહે છે. તમારા જીવનમાં દરેક કામ સારી રીતે સંપન્ન થાય છે. તેનાથી વિપરીત જો ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ જાય તો નકારાત્મક ઉર્જાનું સ્તર વધી જાય છે. ત્યારબાદ તમારા જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ ડેરો (પડાવ) નાખીને બેસી જાય છે. એવામાં આજે અમે તમને ગણેશ ઉપાયની મદદથી ઘરના વાસ્તુ દોષને દૂર કરવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.

1. પોતાના ઘરમાં વાસ્તુ દોષથી છુટકારો મેળવવા માટે બેઠા હોય એવા અને ડાબી તરફ વળેલી સૂંઢ વાળા ગણેશજી બિરાજમાન કરો. આ પ્રકારના ગણેશજીને પ્રાથમિકતા આપવા પાછળ પણ એક કારણ છે. હકીકતમાં જમણી તરફ વળેલી સૂંઢ વાળા ગણેશજી થોડા જિદ્દી સ્વભાવના માનવામાં આવે છે. એવામાં તેમના પૂજા-પાઠ કરવા પણ થોડું મુશ્કેલ કાર્ય થઈ જાય છે. આવા ગણેશજીને પ્રસન્ન કરવા એટલા સરળ નથી હોતા. એટલા માટે ડાબી તરફ સૂંઢ વાળા ગણેશજીને ભક્ત જલ્દી પ્રસન્ન કરીને પોતાના ઘરના વાસ્તુ દોષ દૂર કરી શકે છે.

2. ઘરના દરવાજાની સામે ઝાડ, મંદિર, થાંભલો વગેરે હોવા પર દ્વારવેધ એટલે કે દરવાજા સાથે જોડાયેલ વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં તમે પોતાના ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણેશજી બેઠા હોય એવી મૂર્તિ રાખી શકો છો. બસ એ વાતનું ધ્યાન રહે કે, તે મૂર્તિ અથવા ફોટાનો આકાર 11 આંગળીથી વધારે નહીં હોવો જોઈએ.

3. હિંદુ ધર્મમાં લોકપ્રિય ‘સ્વસ્તિક’ નું ચિન્હ ગણેશજીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કોઈ પણ વાસ્તુ દોષ હોય તો તેનું નિવારણ સ્વસ્તિકથી થઈ શકે છે. એટલા માટે તમારે તમારા ઘરના વાસ્તુ દોષ વાળા સ્થાન પર મિશ્રિત સિંદુરથી દીવાલ પર સ્વસ્તિક બનાવવું પડશે. એવું કરવાથી ઘરના તે સ્થાનનો વાસ્તુ દોષ સમાપ્ત થઈ જશે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.

4. એક વાતનું વિશેષ ધ્યાન રાખો કે, એક સ્થાન પર ગણેશજીની એક જ મૂર્તિ હોવી જોઈએ. ગણેશજીની પાસે જ બીજા ગણેશજીની મૂર્તિ નહિ મુકવી જોઈએ. એવું કરવાથી ગણેશજીની બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ નારાજ થઈ જાય છે.

5. ઘરના વાસ્તુ દોષને સમાપ્ત કરવા માટે ગણેશજીને રોજ દુર્વા (દુર્વા ઘાસ) અર્પણ કરવું જોઈએ. આ દરમિયાન તમારે ‘ૐ ગં ગણપતયે નમ:’ મંત્રનું ઉચ્ચારણ જરૂર કરવું જોઈએ. એવું કરવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે અને ઘરના વાસ્તુ દોષને દૂર કરી દે છે.

6. ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિ મૂકી રહ્યા છો, તો તેની બીજી તરફ એટલે કે અંદરની તરફ દીવાલ પર વધુ એક ગણેશજીની મૂર્તિ મૂકી દો. આ રીતે બંને ગણેશજીની પીઠ ભેગી થશે. આ વસ્તુ તમારા ઘરનો વાસ્તુ દોષ સમાપ્ત કરી દે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.