ભગવાન ગણેશજીનું ચમત્કારિક મંદિર જ્યાં હળદરની ગાંઠ અર્પણ કરવાથી ઈચ્છાઓ થાય છે પુરી

શિવ પુત્ર ગણેશજીને વિધ્નહર્તાના નામથી પણ લોકો જાણે છે. એવું કહેવામાં આવે છે કે એમની કૃપાદ્રષ્ટિથી વ્યક્તિના જીવનમાં બધા પ્રકારના વિઘ્ન દૂર થાય છે. જો તે કોઈ વ્યક્તિ પર મહેરબાન થઇ જાય તો તે વ્યક્તિના જીવનમાં બધા પ્રકારની સમસ્યાઓ દૂર કરી નાખે છે.

આમ જોવામાં આવે તો આપણા દેશમાં ભગવાન ગણેશજીના ઘણા બધા મંદિર છે અને દરેક મંદિરોની પોતાની અલગ અલગ માન્યતાઓ હોય છે. પરંતુ આજે અમે તમને ભગવાન ગણેશજીના એક એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે આખી દુનિયામાં ખુબ જ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરની સ્થાપના 750 વર્ષ પહેલા રાજસ્થાનથી આવેલ ગંડેરિયાએ કરી હતી.

ભગવાન ગણેશજીનું આ મંદિર પોતાની જાતે ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. અમે તમને જે મંદિર વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, તે મંદિર મધ્યપ્રદેશના જુના ઇન્દૌરમાં શનિ મંદિર નજીક સ્થિત છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, આ મંદિરમાં ભગવાન ગણેશજીની એકમાત્ર એવી પ્રતિમા છે જેના હાથમાં એક પોટલી રહેલી છે.

આ મૂર્તિમાં ભગવાન ગણેશજીએ પોતાના હાથોમાં પોટલી પકડેલી છે. માન્યતા અનુસાર જો પોટલી વાળા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે, તો એનાથી ઘર પરિવારમાં ખુશિઓનું આગમન થશે. આમ તો ભગવાન ગણેશજીના આ મંદિરની અંદર આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. પરંતુ ગણેશ ચતુર્થી અને દિવાળીના શુભ દિવસે અહીં ભક્તોની ભીડ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

પોટલી વાળા ગણેશજીના મંદિરની એક ખુબ ખાસ વિશેષતા માનવામાં આવે છે. એના વિષે એવું કહેવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિના લગ્નમાં કોઈ અડચણો આવતી રહે છે, કે લગ્નમાં કોઈ કારણે સમસ્યાઓ આવે છે, કે કોઈના લગ્ન થઇ રહ્યા નથી, તો આમની પૂજા દરમિયાન જો હળદરની ગાંઠ અર્પણ કરવામાં આવે તો વિવાહ સંબંધિત સમસ્યાઓ દૂર થઇ જાય છે. જે ભક્ત પોતાના ઘરમાં આ હળદળની ગાંઠોને રાખીને એની પૂજા અર્ચના કરે છે, તો તેમની દરેક ઈચ્છાઓ પુરી થાય છે અને તેમના લગ્નના યોગ પણ જલ્દી જ બને છે.

ભગવાન ગણેશજીના આ મંદિરમાં ગુરુવારના દિવસે ભક્તોને હળદરની ગાંઠ આપવામાં આવે છે. જો ભક્ત આ હળદળની ગાંઠને પીળા કપડામાં લપેટીને પૂજા કરે છે, તો તેમના જીવનમાંથી ઘણી અડચણો દૂર થઇ જાય છે અને લગ્નમાં આવી રહેલી અડચણ પણ સમાપ્ત થશે. હળદળની ગાંઠની પૂજા અર્ચના કરવાથી અવિવાહિત લોકોના ઝડપથી વિવાહ થાય છે.

આ મંદિરથી ભક્તોની આસ્થા જોડાયેલી છે. આ મંદિરમાં લોકો દૂર દૂરથી પોટલી વાળા ગણેશજીના દર્શન કરવા માટે આવે છે, અને તેમને હળદરની ગાંઠ અર્પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે, આવું કરવાથી ગણેશજી ભક્તોની સમસ્યાનું નિવારણ કરે છે. વિધ્નહર્તા ગણેશજીની કૃપાથી વ્યક્તિ પોતાના જીવનમાં સુખદ સમય વ્યતીત કરશે. જો તમને પણ કોઈ સમસ્યા છે તો તમે આ મંદિરમાં જઈને હળદળની ગાંઠ અર્પણ જરૂર કરો, ભગવાન ગણેશજીની કૃપાથી તમારી દરેક ઈચ્છા ખુબ જ જલ્દી પુરી થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.