વ્રજના બાંકે બિહારી જેમના ચમત્કાર અને લીલાઓના ગુણગાન આખું વ્રજમંડળ અને સંસાર કરે છે. એમની લીલાઓમાં અમુક કિસ્સા એવા છે જેમાં બિહારીજીએ પોતે સામે આવીને મોટા નિર્ણય લીધા છે. પ્રભુ સાચા મનથી નિસ્વાર્થ ભક્તિ કરતા પોતાના ભક્તોને ક્યારેય દુઃખી નથી કરતા. આજે અમે તમને એવો જ એક કિસ્સો જણાવવાં જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ બાંકે બિહારીજીની એવી જ ચમત્કારી લીલાઓને.
વાત છે કે એક સાધ્વીની જેમનું નામ હતું કર્માબાઈ. પ્રભુ એમની ભક્તિથી ઘણા પ્રસન્ન થયા હતા, અને એમના દ્વારા બનાવેલી ખીચડી ખાવા સ્વયં પધારતા હતા. સાધ્વી કર્માબાઈ બાંકે બિહારીને બાળભાવથી ભજતી હતી. ભાવ ભક્તિના આવેશમાં તે બિહારીજી સાથે રોજ વાતો કરતી હતી. એક દિવસ એમણે કહ્યું, હું તમને મારા હાથેથી કંઈ બનાવીને ખવડાવવાં માગું છું. બિહારીજીએ કહ્યું, સારું. બીજા દિવસે કર્માબાઈએ ખીચડી બનાવી અને બિહારીજી ધરાવી. બાંકે બિહારીને કર્માની બનાવેલી ખીચડી એટલી સારી લાગી કે તે રોજ આવવા લાગ્યા. કર્માબાઈ પણ રોજ સવારે ઉઠીને સૌથી પહેલા ખીચડી બનાવતા હતા.
એક વાર કોઈ સંત કર્માબાઈ પાસે આવ્યા. એમણે એમને ખીચડી બનાવતા જોયા એટલે પૂછ્યું, કે તમે ઉઠીને તરત જ ખીચડી કેમ બનાવો છો? ન સ્નાન કર્યુ, ન રસોડું સાફ કર્યુ. બીજા દિવસે કર્માબાઈએ સંતે કહ્યું એવું જ કર્યુ. જેવી જ સવાર થઇ 10 વર્ષના બાળકના રૂપમાં ભગવાન આવ્યા અને બોલ્યા, માં ખીચડી લાવો. કર્માબાઈએ કહ્યું, અત્યારે હું સ્નાન કરું છું, થોડી વાર થોભી જા. થોડી વાર પછી ભગવાને કહ્યું, જલ્દી કરો માં, મંદિરના દ્વાર ખુલી જશે, મારે જવાનું છે.
પણ કર્માબાઈએ સંતના જણાવ્યા અનુસાર સ્નાન-ધ્યાન કર્યુ, પછી ખીચડી બનાવી. ભગવાને જલ્દી-જલ્દી ખીચડી ખાધી અને પાણી પીધા વગર જ ત્યાંથી નીકળી ગયા. બહાર સંતને જોયા તો તે સમજી ગઈ. પુજારીએ જેવા જ મંદિરના દ્વાર ખોલ્યા, તો જોયું કે ભગવાનના મુખ પર ખીચડી લાગેલી હતી. તે બોલ્યા, પ્રભુ આ ખીચડી તમારા મુખ પર કેવી રીતે લાગી.
ભગવાન ત્યાં પોતે પ્રગટ થયા અને આખી ઘટના સંભળાવી અને પુજારીને કહ્યું, માં ને કહેજો નિયમ-ધર્મ સંતો માટે છે. તેઓ તો પહેલાની જેમ જ ભોજન બનાવે. એના બીજા દિવસથી એ રીતે જ ખીચડી બનાવાની શરુ થઇ ગઈ. જયારે કર્માબાઈનું નિધન થયું તો ભગવાન ખુબ રડ્યા. તે કહેવા લાગ્યા, મને ખીચડી કોણ ખવડાવશે? ત્યારબાદ ત્યાં વ્યવસ્થા થઇ ગઈ કે ભગવાનને સૌથી પહેલા ખીચડીનો જ ભોગ લાગશે.
(ફોટા પ્રતિકાત્મક છે.)
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.