ભગવાન કૃષ્ણ કેમ ચોરતા હતા? સ્નાન કરતી ગોપીઓના કપડાં, પહ્મપુરાણમાં જણાવ્યું છે આનું રહસ્ય

સ્નાન એક એવું નિત્ય કર્મ છે, જે કર્યા પછી દરેક વ્યક્તિ ફરી વખત પોતાને સ્વચ્છ અનુભવવા લાગે છે. આધુનિક યુગમાં સ્નાન કરવાની ક્રિયામાં ઘણો ફેરફાર આવ્યો છે. પહેલા જ્યાં લોકો ખુલ્લામાં નદી, તળાવમાં સ્નાન કરતા હતા અને હવે સ્નાન કરવા માટે આધુનિક સ્નાનાગાર બનાવવામાં આવે છે, જે સંપૂર્ણ રીતે ગુપ્ત બની રહે છે.

આપણા માંથી મોટા ભાગના લોકો સંપૂર્ણ નિર્વસ્ત્ર થઇને સ્નાન કરે છે. જો કે સ્વભાવિક રીતે સામાન્ય વાત છે પરંતુ પદ્મપુરાણમાં સંપૂર્ણ નિર્વસ્ત્ર થઇને સ્નાન કરવું અમાન્ય ગણવામાં આવે છે. સાથે જ તેનાથી નુકશાન પણ બતાવવામાં આવે છે. આ પુરાણમાં વર્ણન કરવામાં આવેલ એક કથામાં જણાવ્યા મુજબ શ્રીકૃષ્ણ ગોપીઓને ખુલ્લામાં નિર્વસ્ત્ર થઇને સ્નાન કરવાના વિષયમાં જ્ઞાન આપે છે.

પદ્મપુરાણમાં દર્શાવવામાં આવી છે એક કથા :-

પદ્મપુરાણમાં ચીર હરણની કથાનો ઉલ્લેખ કરીને દર્શાવવામાં આવ્યું છે કે ગોપીઓ પોતાના વસ્ત્ર ઉતારીને સ્નાન કરવા પાણીમાં ઉતરી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાની લીલાથી ગોપીઓના વસ્ત્ર ચોરી લે છે અને જયારે ગોપીઓ વસ્ત્ર શોધે છે તો તેને વસ્ત્ર મળતા નથી. તેવા સમયમાં શ્રીકૃષ્ણ કહે છે ગોપ કન્યાઓ તમારા વસ્ત્ર ઝાડ ઉપર છે પાણી માંથી નીકળો અને વસ્ત્ર લઇ લો.

નિર્વસ્ત્ર હોવાને કારણે ગોપીઓ જળ માંથી બહાર આવવામાં પોતાની અસમર્થતા દર્શાવે છે અને જણાવે છે કે તે નિર્વસ્ત્ર છે તેવામાં જળ માંથી બહાર કેવી રીતે આવી શકે છે? સાથે જ ગોપીઓ કહે છે જયારે તે નદીમાં સ્નાન કરવા આવી, તો તે સમયે અહિયાં કોઈ ન હતું.

એ વાત સાંભળીને શ્રીકૃષ્ણ કહે છે કે એ તમે વિચારતી હો કે હું ન હતો પરંતુ હું તો દરેક પળ દરેક જગ્યાએ હાજર હોઉં છું અહિયાં, આકાશમાં ઉડતા પક્ષીઓ અને જમીન ઉપર ચાલવા વાળા જીવો એ તમને નિર્વસ્ત્ર જોયા. તમે નિર્વસ્ત્ર થઇને જળમાં ગઈ તો જળમાં રહેલા જીવો એ તમને નિર્વસ્ત્ર જોયા બીજું તો ઠીક જળમાં નગ્ન થઇને પ્રવેશ કરવાથી જળ રૂપમાં હાજર વરુણ દેવ એ તમને નગ્ન જોયા.

ગરુડપુરાણમાં પણ ઉલ્લેખનીય છે આ વાત :-

ગૃદ્પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે સ્નાન કરતી વખતે તમારા પિતૃ એટલે તમારા પૂર્વજો તમારી આસ પાસ હોય છે અને વસ્ત્રો માંથી પડતા જળને ગ્રહણ કરે છે, જેથી તેમની તૃપ્તિ થાય છે. નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પિતૃ અતૃપ્ત થઇને નારાજ થાય છે. જેથી વ્યક્તિનું તેજ, બળ, ધન અને સુખનો નાશ થાય છે. એટલા માટે ક્યારે પણ નિર્વસ્ત્ર થઇને સ્નાન ન કરવું જોઈએ.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)