ભગવાન રામની એક બહેન પણ હતી, આ વિષે નહિ જાણતા હોય તમે, નામ જાણશો તો જીવન સફળ થઇ જશે

રામાયણની વાર્તા તો આપણે સદીઓથી સાંભળતા, જોતા અને વાંચતા આવી રહ્યા છીએ. તેમાં આપણે મર્યાદા પુરુષોત્તમ રામ અને તેમના ભાઈઓ વચ્ચે અપાર પ્રેમ વિષે વિસ્તારથી જાણ્યું અને સમજ્યા છીએ.

પરંતુ રામાયણના દરેક પાત્રની વચ્ચે એક એવું પાત્ર હતું જેના વિષે લોકો ઘણું ઓછું જાણે છે. તે હતું અયોધ્યાના રાજા દશરથ અને કૌશલ્યાની મોટી દીકરી શાંતા (ભગવાન રામની બહેન). આપણા માંથી કદાચ જ કોઈ એવું હોય જે શાંતા વિષે જાણતા હોય. કહેવામાં આવે છે કે અયોધ્યાના રાજા દશરથે પોતાની દીકરીને કોઈને ખોળે આપી દીધી હતી. ત્યાર પછી તે રાજા દશરથ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના પિતા બન્યા. તો આવો આજે અમે તમને શ્રી રામની મોટી બહેન શાંતા સાથે જોડાયેલી થોડી વાતો જણાવીએ છીએ.

અયોધ્યાના રાજા દશરથને ત્રણ પત્નીઓ હતી. કૌશલ્યા, કૈકેઈ અને સુમિત્રા. જેમ કે આપણે જાણીએ છીએ કે તેમને ચાર પુત્ર હતા. પરંતુ તેમના પુત્ર પહેલા તેમને એક દીકરી પણ હતી. શાંતા એ માતા કૌશલ્યા અને દશરથની દીકરી હતી. શાંતા (ભગવાન શ્રી રામની બહેન) ન માત્ર એક હોંશિયાર કન્યા હતી, પરંતુ તે યુદ્ધ કળા, વિજ્ઞાન અને સાહિત્યનું પણ સારું જ્ઞાન ધરાવતી હતી. આ ત્યારની વાત છે જયારે માતા કૌશલ્યાની બહેન વર્ષીણી તેના પતિ રોમપદ સાથે અયોધ્યા આવે છે. (રાજા રોમપદ અંગ દેશના રાજા હતા. તેમને કોઈ સંતાન ન હતું.)

એક વખત જયારે બધા કુટુંબીજનો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે વર્ષીણીનું ધ્યાન શાંતાની એકાગ્રતા અને ચપળતા તરફ ગયું. ત્યારે વર્ષીણી કરુણ શબ્દોમાં કહેવા લાગી કે તે પણ શાંતાની જેમ સંતાન ઈચ્છે છે. વર્ષીણીની એ વાત સાંભળી રાજા દશરથ તેને શાંતાને ખોળે આપવાનું વચન આપી દે છે. રઘુકુળની રીત ‘પ્રાણ જાય પર વચન ન જાય’ મુજબ દશરથે પોતાનું વચન પૂરું કરવા માટે વર્ષીણી અને રોમપદને પોતાની દીકરી સોંપવી પડે છે.

આવી રીતે રોમપદ અને વર્ષીણી, શાંતાને લઇને અંગ દેશ આવી જાય છે અને શાંતાને અંગ દેશની રાજકુમારી જાહેર કરી દે છે. શાંતા પોતાનું જીવન અહિયાં પસાર કરવા લાગે છે. કહેવામાં આવે છે કે શાંતાના ગયા પછી દશરથને કોઈ સંતાન રહ્યું ન હતું એટલા માટે સંતાન પ્રાપ્તિ માટે તેમણે ઋષિયોને યજ્ઞ કરવા માટે બોલાવ્યા.

યજ્ઞમાં મળેલો પ્રસાદ દશરથે પોતાની ત્રણે રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકઈને વહેંચી દીધો. તેના ફળ સ્વરૂપે તેમને ચાર પુત્ર પ્રાપ્ત થયા. આવી રીતે અયોધ્યાના ચારે રાજકુમારો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો. શરુઆતમાં રામ અને બીજા રાજકુમારોને બહેન શાંતા વિષે ખબર ન હતી. મોટા થયા પછી રામ અને બીજા ભાઈઓએ શાંતાને બહેનનું સ્થાન આપ્યું.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)