2019 માં આ 5 રાશિઓ પર ખુબ મહેરબાન રહેશે શનિદેવ, આ ઉપાય ખોલી દેશે બંધ કિસ્મતનું તાળું

નવું વર્ષ એટલે કે 2019 શરૂ થઇ ગયું છે. એવામાં તમારા ગ્રહો પણ તમારો સાથ આપવાના છે. મીત્રો બધા દેવતાઓમાં શનિદેવ સૌથી વધારે ગુસ્સા વાળા દેવતાના રૂપમાં ઓળખાય છે. શનિદેવના નામ માત્રથી વ્યક્તિના મનમાં દર પેસી જાય છે. દરેક વ્યક્તિ શનિદેવની ખરાબ દૃષ્ટિથી બચવા માંગે છે, જેના માટે તે શનિદેવની પૂજા અર્ચના કરે છે. અને ઘણા બધા લોકો એવા છે જે એમના વિશેષ ઉપાય કરે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર શનિદેવ મહેરબાન રહે છે, એમના જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થાય છે.

પરંતુ શનિદેવ જે વ્યક્તિથી નારાજ થઈ જાય છે એ વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. જ્યોતિષના જાણકારો અનુસાર આજથી શનિદેવ અમુક રાશિઓ પર પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખશે અને આ રાશિઓ શનિ પીડાથી મુક્ત થઈ શકે છે. આ રાશિઓ પર શનિદેવની ખુબ કૃપા વરસશે. જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર અમુક રાશિઓ પર શનિદેવ પ્રસન્ન રહેશે. અમુક ઉપાય કરવાથી તમને લાભ થશે. તો ચાલો જાણીએ કે તમારી રાશિઓ પર એની અસર કેવી રહેશે.

મેષ રાશિ : શનિઓ પ્રભાવ 2019 માં તમારી રાશિમાં ઘણો સારો રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે. એના સિવાય ખર્ચની અધિકતા બની રહેશે. પરંતુ ધનલાભના યોગ બની રહ્યા છે. તમે શનિદેવને કાળા તલ ચઢાવો.

મિથુન રાશિ : વર્ષ 2019 તમારા માટે ખુશીઓ લઈને આવ્યું છે. શનિ તમારી રાશિમાં સાતમા સ્થાન પર છે. એ કારણે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેવાનું છે. તમને વ્યાપારના ક્ષેત્રમાં પણ સફળતા મળશે. શનિદેવને સરસવના તેલનો દીવો પ્રગટાવો.

સિંહ રાશિ : તમારા માટે શનિદેવની નજર વર્ષ 2019 માં સારી રહેશે. આ વર્ષે તમે નવું કીર્તિમાન પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓ માટે પણ વર્ષ ઘણું સારું રહેશે. સાથે જ તમને કોઈ નવી સફળતા પ્રાપ્ત થવાની છે. શનિવારના દિવસે કાળા ચણાનું દાન કરો.

તુલા રાશિ : વર્ષ 2019 માં તમને શનિદેવની કૃપાથી ઘણો આર્થિક લાભ થશે. જો ક્યારેક ધન ખોવાયું હોય તો એ પણ પાછું મળવાના યોગ બની રહ્યા છે. નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા કરો અને પ્રસાદ વહેંચો.

કુંભ રાશિ : આ રાશિના લોકો માટે આ વર્ષ ખુશીઓથી ભરાયેલું રહેશે. શનિદેવની કૃપાથી આર્થિક લાભના પણ યોગ બની રહ્યા છે. જો કે થોડું સાચવીને રહેવાની જરૂર છે. પરંતુ વિરોધીઓ પણ તમારા પક્ષમાં આવશે. આ દિવસે આખી અડદની દાળ શનિદેવને ચઢાવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.