જયારે અંગ્રેજ ભક્તને બચાવવા માટે અફઘાનિસ્તાન ગયા હતા ભગવાન શિવ, આ મંદિર છે તેની સાબિતી

અંગ્રેજોએ પોતાના શાસન કાળમાં દેશમાં ઘણા ચર્ચ તો બનાવડાવ્યા પરંતુ એક મંદિર એવું પણ છે જેના વિષે માનવામાં આવે છે કે તેનું પુનઃનિર્માણ બ્રિટીશર્સએ કરાવડાવ્યું હતું.

આ છે મધ્ય પ્રદેશના આગર માલવાનું શ્રી વૈજનાથ મહાદેવ મંદિર જેની લોકો વચ્ચે આજે પણ ઘણી શ્રદ્ધા છે. માનવામાં આવે છે કે અહીં સાચા મનથી જે પણ માંગવામાં આવે છે, તે જરૂર પૂરું થાય છે. આ મંદિર બાણગંગા નદીના કિનારે બનેલું છે અને તેનો ઈતિહાસ રાજા નળ સાથે જોડાયેલો છે.

શિવના આ મંદિરનું ગર્ભગૃહ ૧૧ ગણું મોટું ૧૧ ફૂટનું ચોરસ આકારનું છે, અને તેની વચ્ચો વચ આગ્નેય પાષણનું શિવલિંગ સ્થાપિત છે. મંદિરમાં બ્રહ્મા અને વિષ્ણુજીની મૂર્તિ પણ સુશોભિત છે. મંદિર લગભગ ૫૦ ફૂટ ઊંચું છે અને તેના શિખર ઉપર ૪ ફૂટ ઊંચું સોનાનું કળશ જડેલું છે. મંદિરની પાછળ એક કમળકુંડ પણ છે જ્યાં ખીલતા કમલના ફૂલની સુંદરતા જોતા જ મન આનંદમય બની જાય છે. આ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે ઘણી ધામધૂમ રહે છે. અને ચૈત્ર અને કારતકના મહિનામાં અહિયાં ઘણો મોટો મેળો પણ ભરાય છે.

મધ્યપ્રદેશના આગર માલવાના શ્રી વૈજનાથ મહાદેવ મંદિરને લઈને કહેવામાં આવે છે, કે પહેલા અહિયાં એક મઠ હતો જ્યાં તાંત્રિક પૂજા થતી હતી. પરંતુ ૧૮૮૦ દરમિયાન એક અંગ્રેજ દંપત્તિએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પરંતુ કેમ? તેની પાછળ પણ એક વાર્તા જણાવવામાં આવે છે, જે ભોળેનાથની સાચા મનથી પૂજા કરવાથી મનોકામના પૂર્તિ સાથે જોડાયેલી છે. જણાવવામાં આવે છે કે એક અંગ્રેજ કર્નલ માર્ટીન અફઘાન યુદ્ધ ઉપર ગયા હતા અને ત્યાંથી પોતાની કુશળતાનો સંદેશ હંમેશા પત્રો દ્વારા પોતાની પત્નીને મોકલતા હતા. તેમની પત્ની આગર માલવામાં રહેતી હતી. ઘણા દિવસો પછી આ પત્રની પરંપરા તૂટી ગઈ અને અઘટિતની શંકાને કારણે મિસિસ માર્ટીનની તબિયત પણ ખરાબ રહેવાનું શરુ થઇ ગયું.

મિસિસ માર્ટીનને મળ્યો મંદિરનો સહારો :

તેમના પતિની કુશળતા ક્યાંથી પૂછવીએ અવઢવમાં એક દિવસ મિસિસ માર્ટીન આગર માલવાના વૈજનાથ મંદિરની પાસેથી પસાર થઇ. મંદિર માંથી આવતા શંખ અને મંત્રોના અવાજે તેમનું ધ્યાન તેની તરફ ખેંચ્યું અને તેણે અંદર જઈને પુરોહિતને પોતાની સમસ્યા જણાવી. પુજારીઓએ તેને ‘ઓમ નમઃ શિવાય’ મંત્રના મઘુરુદ્રી અનુષ્ઠાન કરવાનું કહ્યું. જણાવવામાં આવે છે, કે આ અનુષ્ઠાન કરતા પહેલા મિસિસ માર્ટીનએ એવી માનતા માંગી હતી કે તેના પતિ કુશળ પાછા ફરે તો આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીશ.

પતિનો આવ્યો પત્ર, કોઈ યોગીની મદદની જણાવી વાત :

એવું જણાવવામાં આવે છે કે અનુષ્ઠાન પુરા થતા જ મિસિસ માર્ટીનની પાસે તેના પતિનો પત્ર પહોંચી ગયો અને તેમને એ વાંચીને નવાઈ લાગી કે તેમાં લખ્યું હતું, કે વાઘનું ચામડું પહેરીને હાથમાં ત્રિશુલ લઈને એક યોગીએ અફઘાનોની કેદ માંથી તેના પતિને બચાવ્યા. પત્રમાં કર્નલ માર્ટીનએ લખ્યું હતું કે તે યોગીએ તેને જણાવ્યું છે તે તેની પત્નીની તપસ્યા અને ધગશથી પ્રસન્ન થઈને તેને બચાવવા આવ્યા છે. આ વાર્તા શ્રી વૈધનાથ મંદિરમાં પથ્થરો ઉપર કોતરવામાં આવી છે અને તમામની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

બ્રિટેનમાં પણ શિવ પૂજાનું વચન :

કર્નલ માર્ટીન પાછા આવ્યા પછી જયારે આ દંપત્તિએ એક બીજા સાથેની વાત કહી સાંભળી તો બન્નેના મનમાં શિવ ભક્તિ જાગી ઉઠી. જણાવવામાં આવે છે કે તેમણે ૧૮૮૩ માં ૧૫ હજાર રૂપિયા આપીને મંદિરનું રીનોવેશન કરાવ્યું અને ઇંગ્લેન્ડ જતા સમયે ત્યાં પણ શિવ પૂજાનું વચન આપીને ગયા.