ભગવાન શિવનું જીવિત રૂપ હોય છે આ વ્યક્તિઓ, પ્રસન્ન થઈ ગયા તો રંકને પણ બનાવી દે છે રાજા

ધર્મ ગ્રંથ મુજબ ભગવાન શિવની બે રીતે સાધના કરવામાં આવે છે. એક ભગવાન શિવની સાત્વિક રીતે પૂજા કરવામાં આવે છે, અને બીજું તામસીક રીતે પૂજા કરવામાં આવે છે. આમ તો શિવની બન્ને જ સાધનામાં તેમને પ્રસન્ન કરી શકાય છે. પરંતુ પૂજા અને આરાધનાની વિધિ જુદી જુદી હોય છે. સાત્વિક પૂજા અંતર્ગત ભગવાન શિવની પૂજા ફળ, ફૂલ, જળ વગેરેથી કરવામાં આવે છે. તે તામસિક પૂજા અંતર્ગત તંત્ર-મંત્ર વગેરેથી શિવને પ્રસન્ન કરવામાં આવે છે. ભગવાન શિવને તંત્ર શાસ્ત્રના દેવતા માનવામાં આવે છે. તે જ શિવને અઘોરપંથના જન્મદાતા પણ કહેવામાં આવે છે.

અઘોરપંથ ભારતના પ્રાચીન ધર્મ શિવ સાધના સાથે સંબંધિત છે. અઘોરીઓને પૃથ્વી ઉપર શિવજીનું જીવિત સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શિવના પાંચ સ્વરૂપ છે જેમાંથી એક સ્વરૂપ છે અઘોર રૂપ. સામાન્ય લોકો વચ્ચે અઘોરી ઘણો જ જીજ્ઞાસાનો વિષય હોય છે. પરંતુ અઘોરીઓનું જીવન જેટલું કઠીન છે, એટલું જ રહસ્યમય પણ છે. અઘોરીઓની સાધનાની વિધિ ઘણી જ રહસ્યમય માનવામાં આવે છે.

તેમની પોતાની અલગ જ દુનિયા છે, અને પોતાની અલગ જીવન શૈલી પણ છે. તેમની એ વાત નિરાળી હોય છે. જેની ઉપર તે પ્રસન્ન થઇ જાય તેને રંક માંથી રાજા બનાવી દે છે, પરંતુ જો તે નારાજ થઇ જાય તો વ્યક્તિનું ખરાબ પણ કરી શકે છે.

અઘોરીઓ વિષે માનવામાં આવે છે, કે તેઓ ઘણા જ સરળ સ્વભાવના હોય છે. પરંતુ અઘોરીઓના મનમાં લોક કલ્યાણની ભાવના હોય છે. અઘોરી એટલે જે ઘોર ન હોય. તેમનો સ્વભાવ ઘણો સરળ અને નિખાલસ હોય છે. તેમના મનમાં કોઈ જીવપ્રાણી માટે કોઈ ભેદભાવ નથી હોતો. તે બધા લોકો માટે સામાન્ય ભાવ જ રાખે છે. પરંતુ એવું માનવામાં આવે છે, કે તે પોતાના મનના માલિક હોય છે. એટલા માટે તે કોઈ ઉપર ખુશ થઇ જાય તો તે તેનું નસીબ ચમકાવી દે છે.

પરંતુ અઘોરીઓનો ગુસ્સો ઘણો વિનાશકારી હોય છે. ત્યારે જ તો કહેવામાં આવે છે કે તેની સાથે ક્યારે પણ બળજબરી નથી કરવામાં આવતી. તેના વિષયમાં એ પણ કહેવામાં આવે છે, કે જો તે કોઈ ઉપર ખુશ થઇ જાય તો પોતાની સિદ્ધીનું શુભ ફળ આપી દે છે.

સામાન્ય રીતે અઘોરીઓ કોઈ સાથે ખુલીને વાત નથી કરતા. તે પોતાની અંદર જ તલ્લીન રહેવા વાળા તાંત્રિક હોય છે. સમાજથી દુર રહેવાનું તેમને પસંદ હોય છે. હિમાલયના પર્વતમાં તેમનો વાસ હોય છે. તેમના વિષે કહેવામાં આવે છે કે તેમને સાક્ષાત શિવના દર્શન થાય છે, અને જ્યાં સુધી તેમણે છંછેડવમાં ન આવે ત્યાં સુધી તેઓ કોઈનું અહિત નથી કરતા. એ સડી ગયેલા જીવના માંસને પણ એટલા જ ખુશ થઇને ખાય છે જેવું કે સ્વાદિષ્ઠ પકવાન ખાય છે. અઘોરી દરેક વસ્તુમાં સમાન ભાવ રાખે છે. જો તમને કયારેય એમના દર્શન થાય છે એમને ગુસ્સો આવે એવો વ્યવહાર ન કરવો. અને વંદન કરી એમના આશીર્વાદ મેળવવા.