ભગવાન શ્રી કૃષ્ણની પત્ની જાંબુવંતી 5 અજાણ્યા રહસ્ય, તેમના પુત્રએ કર્યો હતો યદુવંશનો નાશ.

એવું તે કયું કારણ હતું કે જાંબુવંતી અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે યુદ્ધ પછી ભગવાને કર્યા તેમની છોકરી સાથે લગ્ન

ભગવાન શ્રીકૃષ્ણની પત્ની જામ્બવંતીના 5 અજાણતાં રહસ્યો, તેમના પુત્રએ કર્યો હતો યદુવંશનો નાશ

ભગવાન શ્રીકૃષ્ણને 8 પત્નીઓ હતી. અને આઠેની કહાનીઓ ખૂબ જ રસપ્રદ છે. શ્રી કૃષ્ણની તમામ 8 પત્નીઓ વિશેની માહિતી મહાભારત અને શ્રીમદ્ ભાગવત ગીતામાં મળે છે. શ્રી કૃષ્ણની 8 પત્નીઓ પૈકી, એક પત્ની જામ્બવંતી હતી. તો આજે અમે જામ્બવંતી વિશે એવા 5 રહસ્યો જણાવીશું, જે કદાચ તમે નહીં જાણતા હોવ.

જામ્બવંતી કોણ છે?

જામ્બવંતી જામવંતની પુત્રી છે, જામ્બવંત રામાયણનું એક મહત્વપૂર્ણ પાત્ર છે. શ્રીકૃષ્ણ સ્યમંતક મણિ લેવા માટે એક વખત જંગલમાં ગયા હતા. તો તેને ખબર પડી કે સ્યમંતક મણી એક ગુફામાં રહેતા જામવંતની નજીક છે. તેથી શ્રી કૃષ્ણ તે ગુફામાં ગયા, અને જામવંતજી પાસે રત્ન માંગવા લાગ્યા. તો તેણે કહ્યું, આ રત્ન મેળવવા માટે તારે મારી સાથે લડવું પડશે.

ત્યાર બાદ શ્રી કૃષ્ણ અને જાંબવંત વચ્ચે 28 દિવસનું યુદ્ધ ચાલ્યું હતું. અને જ્યારે જાંબવંત યુદ્ધ હારવા લાગ્યા, ત્યારે તેમણે પોતાના ભગવાન શ્રી રામનું નામ લીધું. ત્યારે શ્રી કૃષ્ણને શ્રી રામના રૂપમાં આવવું પડ્યું. ત્યાર પછી જામ્બવંતે શ્રી કૃષ્ણના પગ પકડી લીધા. જાંબવંતને તે વાતની જાણ થઇ કે મેં મારા સ્વામી સાથે લડાઈ કરી. ત્યારે જામવંતે શ્રી કૃષ્ણને રત્ન આપી દીધો. અને વિનંતી કરી છે કે તમે મારી પુત્રી જાંબવંતી સાથે લગ્ન કરો.

જામવંતીનો પુત્ર સામ્બ

શ્રી કૃષ્ણ અને જાંબવંતીનો પુત્ર સામ્બ હતો. પરંતુ તેની પાછળની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. શ્રી કૃષ્ણ તેમની બધી રાણીઓને સમાન રીતે પ્રેમ કરતા હતા. પરંતુ શ્રી કૃષ્ણની પટરાણી રુક્ષ્મણી હતી. તેમને એક પુત્ર હતો પ્રદ્યુમ્ન. એકવાર રુક્મણી તેના દીકરાને ખવડાવી રહી હતી. ત્યાં નજીકમાં જાંબવંતી બેઠી હતી. માતા અને પુત્રનો પ્રેમ જોઇને જામ્બવંતીનો આત્મા હચમચી ગયો. અને પછી તેણે કૃષ્ણને કહ્યું કે મારું મન પણ પુત્ર માટે વ્યાકુળ થઇ રહ્યું છે. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, તમારી એ મનોકામના જરૂર પુરી થશે. તેના માટે હું કઠોર તપ કરીશ.

ત્યાર પછી શ્રી કૃષ્ણ દ્વારકા પાસેના જંગલમાં ઉપમન્યુ મુનિ પાસે ગયા. ઉપમન્યુ મુનિ શિવના પરમ ભક્ત હતા. શ્રી કૃષ્ણ ઋષિ ઉપમન્યુ પાસે ગયા અને કહ્યું – તમારા જેવા શિવ ભક્ત આ જગતમાં બીજુ કોઈ નથી. તેથી, મને શિવ મંત્ર અને સ્ત્રોતોની દીક્ષા આપો. હું ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરવા માંગુ છું, કારણ કે મારી પત્ની જાંબવંતી એક પુત્ર ઈચ્છે છે. પરંતુ તે પહેલાં હું ભગવાન શિવ પાસેથી આશીર્વાદ લેવા માંગુ છું.

ત્યાર પછી, ઋષિ ઉપમન્યુએ શ્રી કૃષ્ણને તેમના શિષ્ય બનાવ્યા. અને પછી કઠોર તપસ્યા પછી ભગવાન શિવ પ્રગટ થયા. શ્રી કૃષ્ણને પૂછ્યું, તમારા વરદાન માગો. શ્રી કૃષ્ણએ વરદાનમાં પુત્ર માંગ્યો.

પછી ભગવાન શિવે તેમને વરદાન આપ્યું કે તમારી દરેક રાણી દ્વારા દસ દસ પુત્રો પ્રાપ્ત થશે. વરદાન લઈને શ્રીકૃષ્ણ દ્વારકા પરત ફર્યા. અને પછી તેની કઠોર તપશ્ચર્યા દ્વારા જામ્બવંતીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. જે સામ્બના નામથી પ્રસિદ્ધ છે.

સામ્બે કર્યો કુટુંબનો નાશ :-

સામ્બને કારણે જ કૃષ્ણ કુળનો નાશ થઇ ગયો હતો. મહાભારત મુજબ, સામ્બને દુર્યોધન અને ભાનુમતીની પુત્રી લક્ષ્મણા સાથે પ્રેમ થઇ ગયો હતો. અને બંને પ્રેમ કરવા લાગ્યા હતા. પરંતુ દુર્યોધન તેની પુત્રીના લગ્ન સામ્બ સાથે કરવા માંગતા ન હતા.

જામ્બવંતી-કૃષ્ણના પુત્ર, પુત્રીનાં નામ :-

સામ્બ, સુમિત્રા, પુરુજિત, શતજિત, સહસ્ત્રજિત, વિજય, ચિત્રકેતુ, વસુમાન, દ્રવિડ અને ક્રતુ.

જામ્બવંતીનું અવસાન

એવું માનવામાં આવે છે કે જ્યારે યદુવંશની મહિલાઓનું હરણ થવા લાગ્યું અને છતાં પણ કંઇ કરી ન શકી, ત્યારે શ્રી કૃષ્ણની પત્નીઓ અગ્નિમાં કૂદીને જીવ આપી દીધો. તો કેટલાક લોકો તપસ્યા કરવા જંગલમાં જતા રહ્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.