ક્યારે પણ ગ્લાસમાં પાણી ન પીવો, જાણો લોટા અને ગ્લાસના પાણીમાં તફાવત.

ભારતમાં હજારો વર્ષોથી પાણી પીવાની પરંપરા છે તે ગ્લાસ નથી, આ ગ્લાસ જે છે તે વિદેશી છે. ગ્લાસ ભારતનો નથી પણ ગ્લાસ યુરોપમાંથી આવેલ છે. અને યુરોપમાં પુર્તગલમાંથી આવેલ હતો. આ પુર્તગાલી જ્યારથી ભારત દેશમાં આવેલા ત્યારથી ગ્લાસમાં આપણે ફસાઈ ગયા. ગ્લાસ આપણો નથી. આપણો લોટો છે. અને લોટો ક્યારેય પણ સીધો નથી હોતો.

વાગભટ્ટજી જણાવે છે કે જે વાસણ સીધું છે તેનો ત્યાગ કરો. તે કામના નથી. તેથી ગ્લાસનું પાણી પીવું સારું ગણવામાં નથી આવતું. લોટાનું પાણી પીવું સારું ગણવામાં આવે છે. આ પોસ્ટમાં અમે ગ્લાસ અને લોટાના પાણી ઉપર ચર્ચા કરીશું અને બન્નેનો તફાવત જણાવીશું.

તફાવત સીધો જ છે કે તમને બધાને તો ખબર જ છે કે પાણીને જ્યાં ધારણ કરવામાં આવે, તેમાં તેવા જ ગુણ તેમાં આવે છે. પાણીના પોતાના કોઈ ગુણ નથી. જેમાં નાખી દો તેના ગુણ આવી જાય છે. દહીંમાં ભેળવી દો તો છાશ બની ગઈ, તો દહીના ગુણ લઇ લીધા. દુધમાં ભેળવો તો દુધના ગુણ.

લોટામાં જો પાણી રાખવામાં આવે તો વાસણના ગુણ આવશે. હવે લોટો ગોળ છે તો તેના ગુણ ધારણ કરી લેશે. અને જો થોડું પણ ગણિત તમે સમજો છો તો દરેક ગોળ વસ્તુનું સરફેસ ટેન્શન ઓછું રહે છે. કેમ કે સરફેસ વિસ્તાર ઓછો હોય છે તો સરફેસ ટેન્શન ઓછુ હશે.

તો સરફેસ ટેન્શન ઓછું છે તો દરેક વસ્તુનું સરફેસ ટેન્શન ઓછુ હશે. અને આરોગ્યની દ્રષ્ટીએ વધુ સરફેસ ટેન્શન વાળી વસ્તુ તમે પીશો તો ઘણી તકલીફ વાળું છે. કેમ કે તેનાથી શરીરને તકલીફ આપનારું વધારાનું પ્રેશર આવે છે.

ગ્લાસ અને લોટના પાણીનો તફાવત :

ગ્લાસનું પાણી અને લોટના પાણીમાં જમીન આસમાન જેટલુ અંતર છે. એવી રીતે કુવાનું પાણી, કુવો ગોળ છે તેથી સૌથી સારું છે. તમે થોડા સમય પહેલા જોયું હશે કે બધા ગામનાં લોકો સાધુ સંતો કુવાનું જ પાણી પિતા હતા. ન મળે તો તરસ્યા રહેતા હતા કેમ કે કુવો ગોળ છે, અને તેનો સરફેસ વિસ્તાર ઓછો છે. સરફેસ ટેન્શન ઓછું છે. અને સાધુ સંતો પોતાની સાથે કીટલી જેવું પાણી પીવા માટે રાખે છે તે પણ લોટા જેવા જ આકારનું હોય છે જેને કમંડળ કહે છે. જે નીચે આપેલા ચિત્રમાં દર્શાવેલ છે.

સરફેસ ટેન્શન ઓછું થવાથી પાણીનો એક ગુણ લાંબા સમય સુધી જીવિત રહે છે. પાણીનો સૌથી મોટો ગુણ છે સફાઈ કરવું. હવે તે ગુણ કેવી રીતે કામ કરે છે તે તમને જણાવીએ છીએ. તમારું મોટું આંતરડું છે અને નાનું આંતરડું છે, તમે જાણો છો કે તેમાં મેમ્બ્રેન છે અને કચરો તેમાં જઈને ફસાય છે.

પેટની સફાઈ માટે તેને બહાર લાવવો પડે છે. તે ત્યારે શક્ય બને છે જ્યારે ઓછા સરફેસ ટેન્શન વાળું પાણી તમે પી રહ્યા હોય. જો વધુ સરફેસ ટેન્શન વાળું પાણી છે તો કચરો બહાર નહી આવે, મેમ્બ્રેન માંજ ફસાયેલો રહી જાય છે.

બીજી રીતે સમજો, તમે એક પ્રયોગ કરો, થોડું દૂધ લો અને તેને ચહેરા ઉપર લગાવો, ૫ મિનીટ પછી રૂ થી લૂછો. તો તે રૂ કાળું પડી જાય છે. સ્કીનની અંદરનો કચરો અને ગંદકી બહાર આવી જશે. તેને દૂધ બહાર લઈને આવશે. હવે તમે પૂછશો કે દૂધ કેવી રીતે બહાર લાવે તો તમને જણાવી આપીએ કે દૂધનું સરફેસ ટેન્શન બધી વસ્તુ કરતા ઓછું છે. તો જેવું જ દૂધ ચહેરા ઉપર લગાવો. દુધએ ચહેરાના સરફેસ ટેન્શનને ઓછું કરી દીધું કેમ કે જયારે કોઈ વસ્તુનો બીજી વસ્તુના સંપર્કમાં લાવે છે તો બીજી વસ્તુના ગુણ લઈ લે છે.

આ પ્રયોગમાં દુધને સ્કીનનું સરફેસ ટેન્શન ઓછું કરી દીધું અને ત્વચા થોડી એવી ખુલ્લી ગઈ. અને ત્વચા ખુલ્લી તો અંદરનો કચરો બહાર નીકળી ગયો. આ ક્રિયા લોટનું પાણી પેટમાં કરે છે. તમારા પેટમાં પાણી નાખ્યું તો મોટું આંતરડું અને નાનું આંતરડાનું સરફેસ ટેન્શન ઓછું થયું અને તે ખુલી ગયું અને ખુલ્યું તો બધો કચરો તેમાંથી બહાર આવી ગયો. જેથી તમારું આંતરડું એકદમ સાફ થઇ ગયું.

હવે તેનાથી વિપરીત જો તમે ગ્લાસનું હાઈ સરફેસ ટેન્શન વાળું પાણી પીશો તો આંતરડા સંકોચાશે કેમ કે તનાવ વધશે. તનાવ વધતી વખતે વસ્તુ સંકોચાય છે અને તનાવ ઓછો થતી વખતે વસ્તુ ખુલે છે. હવે તનાવ વધશે તો બધો કચરો અંદર જમા થઇ જશે અને તે કચરો ભગંદર, હરસ,  જેવી સેંકડો પેટની બીમારીઓ ઉભી કરે કરશે.

તેથી ઓછા સરફેસ ટેન્શન વાળું જ પાણી પીવું જોઈએ. તેથી લોટનું પાણી સૌથી સારું ગણવામાં આવે છે, ગોળ કુવાનું પાણી છે તો ઘણું સારું છે. ગોળ તળાવનું પાણી, પોખર કે ખોલ હોય તો તેનું પાણી ઘણું સારું. નદીઓના પાણી કરતા કુવાનું પાણી સારું રહે છે, કેમ કે નદીમાં ગોળ કંઇ જ નથી તે માત્ર લાંબી છે, તેમાં પાણીનો ફલો થતો રહે છે. નદીનું પાણી હાઈ સરફેસ ટેન્શન વાળું હોય છે અને નદીથી પણ વધુ ખરાબ પાણી દરિયાનું હોય છે તેનું સરફેસ ટેન્શન વધુ હોય છે.

જો કુદરતમાં જોશો તો વરસાદનું પાણી ગોળ થઈને જમીન ઉપર આવે છે એટલે કે દરેક ટીપું ગોળ હોય છે કેમ કે તેનું સરફેસ ટેન્શન ઘણું ઓછું હોય છે. તો ગ્લાસ ને બદલે પાણી લોટામાં પીવો. તો લોટા જ ઘરમાં લાવો. ગ્લાસનો ઉપયોગ બંધ કરી દો.

જ્યાર થી તમે લોટો છોડ્યો છે ત્યારથી ભારતમાં લોટા બનાવનારા કારીગરો ની રોજી છીનવાઈ ગઈ છે. ગામડે ગામડે કંસારા ઓછા થઇ ગયા, તે પિત્તળ અને કાંસાના લોટા બનાવતા હતા. બધા આ ગ્લાસના ચક્કરમાં ભૂખે મરી ગયા. તે વાગભટ્ટજીની વાત માનો અને લોટા પાછા લાવો.