જન્મતિથી મુજબ જાણો લવ મેરેજ થશે કે પછી અરેંજ મેરેજ, એકદમ સચોટ છે આ ભવિષ્યવાણી.

લગ્નના લાડુ કોઈ પણના મનમાં ફૂટે છે. લોકો હંમેશા પંડિતોને પૂછે છે કે તેના અરેંજ મેરેજ થશે કે લવ? અને જ્યોતિષીઓ મુજબ ન્યુમરોલોજી કે અંક જ્યોતિષ દ્વારા તમે જાણી શકો છો કે તમારા લગ્ન લવ હશે કે અરેંજ. અંક જ્યોતિષમાં તમારી જન્મતિથીના અંકોને જોડીને મુલાંક કાઢવામાં આવે છે, જેમ કે કોઈની જન્મતિથી ૨૪ તારીખ છે, તો તેનું મુલ્યાંકન ૨+૪=૬ થશે.

લગ્ન જીવનનો સૌથી મહત્વનો નિર્ણય હોય છે, ત્યાર પછી આપણા મનમાં ઘણા વિચાર આવે છે. જેવા કે આપણો થનારો જીવન સાથી કેવો હશે. તેની સાથે આપણું બનશે કે નહિ અને તેની સાથે લગ્નને લઇને સૌથી મોટી જીજ્ઞાસાએ રહે છે કે અમારા લગ્ન લવ મેરેજ હશે કે અરેંજ. કેમ કે દરેક ઈચ્છે છે કે તેમના જીવનસાથી તેની પસંદના જ હોય અને એવી ઈચ્છા સાથે લોકોના મનમાં હંમેશા લવ મેરેજના સપના આવે છે, પણ એ પણ આશંકા રહે છે કે ખબર નહિ લવ મેરેજ થઇ શકશે કે નહિ.

જો તમારા મનમાં પણ તમારા લગ્નને લઇને એવી જ જીજ્ઞાસા છે, તો આજે અમે તમારી એ જીજ્ઞાસાને શાંત કરવા ના ઉપાય લઇ ને આવ્યા છીએ. ખાસ કરી ને અંક જ્યોતિષ ના કહેવા મુજબ તો વ્યક્તિના મુલાંક એટલે જન્મતિથીથી જાણી શકાય છે, વ્યક્તિનું લવ મેરેજ થશે કે અરેંજ.

અંક જ્યોતિષમાં જન્મતિથીના અંકોના યોગથી મુલાંક કાઢવામાં આવે છે. જેમ કે જો તમારો જન્મ કોઈ પણ મહિના ની ૧૦ તારીખે થયો છે તો તમારું મુલાંક ૧+૦=૧ થશે. અને તમારા જન્મની તારીખ ૧૧ છે, તો તમારો મુલાંક ૧+૧=૨ થશે. આવી રીતે મહિનાના ૩૧ દિવસોના પ્રમાણે ૯ મુલાંક હોય છે. એ તો થઇ મુલાંકની વાત, આવો હવે જણાવીએ મુલાંક મુજબ લગ્નની શું શક્યતાઓ ઉભી થાય છે.

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯, ૨૮ તારીખનો હોય છે, તેનનો મુલાંક ૧ થાય છે. એક મુલાંક વાળા લોકો સ્વભાવથી શરમાળ સ્વભાવના હોય છે અને તે લોકો પોતાના પ્રેમની પહેલ નથી કરી શકતા. તેવામાં તેમના પ્રેમ લગ્ન થવા મુશ્કેલ હોય છે.

જે લોકોનો જન્મ ૨, ૧૧, ૨૦, ૨૯ તારીખનો હોય છે તેમનું મુલ્યાંકન ૨ હોય છે. તેવા વ્યક્તિ ઘણું સમજી વિચારીને જ પ્રેમ ઉપર વિશ્વાસ કરે છે અને પ્રેમ થઇ જવા ઉપર પોતાના પ્રેમ સંબંધથી જ લગ્ન કરવાનો પ્રયાસ કરે છે.

જેનો જન્મ કોઈ પણ મહિનામાં ૩, ૧૨, ૨૧ કે ૩૦ તારીખનો થયો છે. તો તેનો મુલાંક ૩ છે અને એવા લોકો લવ મેરેજની બાબતમાં લકી હોય છે. ખાસ કરીને ૩ અંક ગુરુનું પ્રતિક છે અને આ અંક વાળા લોકો જીવનમાં લવ મેરેજમાં સફળ થાય છે.

મુલાંક ૪, ૧૩, ૨૨, ૩૧ જન્મેલા વ્યક્તિનો મુલાંક ૪ હોય છે અને આ અંક વાળા લોકો પ્રેમ સંબંધ બનાવવામાં તો આગળ રહે છે પણ પ્રેમ પ્રત્યે ગંભીર નથી હોતા. ઘણે અંશે તેમના લવ મેરેજની શક્યતા રહે છે, પણ લગ્ન પછી પણ તેમના લગ્નજીવનના સબંધ સારા રહે છે.

૫, ૧૪, ૨૩ ના રોજ જન્મેલા વ્યક્તિનો મુલાંક ૫ હોય છે અને અંક ૫ બુધનું પ્રતિક હોય છે. ૫ મુલાંક વાળા લોકો ઘણા પારંપરિક હોય છે. તેવામાં તે હંમેશા પરિવારની સહમતીથી જ લગ્ન કરે છે, ત્યાં સુધી કે જો તે પોતાની પસંદ સાથે લગ્ન કરે તો પણ પરિવારને રાજી કરીને જ આગળ વધે છે.

જેનો જન્મ કોઈ ૬, ૧૫, ૨૪ તારીખનો હોય છે, તેનું મુલાંક ૬ હોય છે અને મુલાંક ૬ વાળા પણ પ્રેમ લગ્નમાં સફળતા મેળવે છે. ખાસ કરીને આ અંક શુક્રનો પ્રતિક છે, જે પ્રેમ પ્રણય સંબંધોનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેવામાં આ મુલાંક વાળા પોતાની પસંદગીના વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરવામાં પણ સફળ રહે છે.

જેનો જન્મ કોઈપણ મહિનામાં ૭, ૧૬ અને ૨૫ તારીખનો હોય છે, તેનો મુલાંક ૭ હોય છે અને એવા લોકો સ્વભાવમાં સંકોચી પ્રકારના હોય છે એટલા માટે જો તે કોઈ સાથે પ્રેમ કરે પણ છે, તો તેના માટે જરૂરી પગલા ભરી નથી શકતા અને એવામાં તેમના લવ મેરેજની શક્યતા પણ ઓછી થઇ જાય છે.

જેનો જન્મ કોઈપણ મહિનામાં ૮, ૧૭ કે ૨૬ નો હોય છે. તેનો મુલાંક ૮ હોય છે. ૮ અંક શનીનો પ્રતિક છે અને આ અંક વાળા લોકો ઘણા ઓછા પ્રેમ સંબંધોમાં પડે છે. જો તે પ્રેમ કરે છે તો તેને નિભાવવાનું નક્કી કરી લે છે અને તેની સાથે લગ્ન કરવામાં પણ સફળ થાય છે.

જેનો જન્મ કોઈપણ મહિનાની ૯,૧૮ કે ૨૭ નો થયો છે, તો તેનો મુલાંક ૯ થાય છે અને ૯ અંક વાળાના અરેંજ મેરેજ પ્રત્યે તેને રસ વધુ હોય છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.