દેશી છોરાના પ્રેમમાં પડી ગઈ અંગ્રેજ મેડમ, હવે ગામમાં નવરાવી રહી છે ભેંસો, વાંચો રસપ્રદ લવ સ્ટોરી.

ભારતીય યુવકના પ્રેમમાં પડેલી વિદેશી છોકરી 7 સમુંદર પાર કરી ભારત આવી, કહ્યું – હું ભારત આવીને ઘણી….

પ્રેમ સૌથી સારો અનુભવ છે, અને પ્રેમ આંધળો હોય છે આવી કહેવત તો તમે સાંભળી જ હશે. પ્રેમમાં ઘણા સોગંધ ખાવામાં આવે છે, ઘણા વચન આપવામાં આવે છે. એટલું જ નહિ, લોકો જીવનભર એક બીજાનો સાથ નિભાવવાના ઈરાદા પણ લઈને ચાલે છે. પણ ઘણાનો પ્રેમ સંબંધ લગ્ન સુધી પહોંચે છે, તો ઘણા એ પહેલા જ અલગ થઈ જાય છે. તમે પણ ઘણી લવ સ્ટોરીઓ જોઈ અને સાંભળી હશે. અને આજે અમે તમને એવી જ એક રસપ્રદ લવ સ્ટોરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ કે ખરેખર તે ક્યાંની સ્ટોરી છે અને કોની છે?

આ સ્ટોરી હરિયાણાના સોનીપતમાં રહેતા અમિત અને અમેરિકાની એશ્લિનની છે. તેમના પ્રેમની ચર્ચા સોનીપતની ગલી ગલીમાં થાય છે. એશ્લિન અમૂળ મેરિકાની રહેવાસી છે. પણ અમિતના પ્રેમમાં તે અમેરિકાથી સોનીપાત આવી ગઈ. વર્ષ 2018 માં અમિત અને એશ્લિનની મિત્રતા સોશિયલ મીડિયા ઉપર થઇ. ઘણા વર્ષો સુધી મિત્ર રહ્યા પછી જયારે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ તો તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. જોકે એ વખતે વાયરસને કારણે લોકડાઉન લાગેલું હોવાથી સમસ્યા ઉભી થઇ હતી.

આ લવ સ્ટોરીમાં રસપ્રદ વાત એ છે કે, સોનીપતના બલી કુતુબપુર ગામના રહેવાસી અમિત ભલે અમેરિકા ન જઈ શક્યા હોય, પણ અમેરકાની રહેવાસી એશ્લિન સાત સમંદર પાર કરી ભારત પહોંચી ગઈ. બંનેના ઘરવાળા તેમના સંબંધથી રાજી હતા અને ઘરવાળાની સહમતીથી બંનેએ સગાઈ કરી લીધી હતી. અને લોકડાઉન ખુલ્યા પછી બંનેએ કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો.

એશ્લિનનને ખુબ ગમે છે હરિયાણા : અમેરિકાની સભ્યતા છોડીને હરિયાણા આવેલી એશ્લિનને હરિયાણવી સંસ્કૃતિ ઘણી પસંદ આવી રહી છે. અમેરિકાની રહેવાસી એશ્લિન અમિત સાથે ભેંસોને નવરાવવાનું કામ પણ કરે છે. સાથે જ રસોઈનું પણ કામ કરે છે. અમિત અને એશ્લિનનો પ્રેમ અન્ય લોકો માટે ઉદાહરણ બની ચુક્યો છે. બંનેના પ્રેમે ગ્લોબલ વિલેજ (દુનિયા એક ગામ) ની ધારણાને સાચી સાબિત કરી દીધી છે. અમિત અને એશ્લિનના પ્રેમથી એ સ્પષ્ટ થાય છે કે સાચા પ્રેમને તેની મંજીલ જરૂર મળે છે.

હરિયાણવી સંસ્કૃતિમાં જીવતા શીખી રહી છે એશ્લિન : અમિતે જણાવ્યું હતું કે, અમેરિકાથી ભારત આવેલી એશ્લિનને હરિયાણાની સંસ્કૃતિ ખુબ પસંદ આવી રહી છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે, લોકડાઉન હોવાને કારણે જ તે ગામમાં રહીને ઘરના બધા કામ પણ કરી રહી છે. પોતે અમિતે જણાવ્યું હતું કે, એશ્લિન ભેંસોને નવરાવવાથી પણ પાછી નથી પડતી.

અમેરિકાથી ભારત આવેલી એશ્લિને જણાવ્યું હતું કે, તે પહેલા ક્યારેય ભારત આવી ન હતી. એશ્લિને ભારતના લોકોની પ્રશંસા કરી. સાથે જ તેણીએ જણાવ્યું હતું કે ભારતના લોકો ઘણા સારા છે અને હું ભારત આવીને ઘણી ખુશ છું. (આ ઘટના 2020 ની છે, પણ હાલ ફરી ચર્ચામાં આવી છે.)

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.