“લવ યુ પાપા”, પાયલોટ પિતા સાથે દીકરીની પહેલી ફ્લાઈટના વિડીયોએ જીત્યા લોકોના દિલ, જુઓ તેની ખુશી.

આ ક્યૂટ છોકરી પાયલોટ તરીકે પિતાને જોઈને એટલી ખુશ થઈ કે ના પૂછો વાત, તેનો આ વિડીયો તમારા હ્રદયને સ્પર્શી જશે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક નાની દીકરીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ફ્લાઈટમાં સીટ ઉપર બેઠી છે. પણ આ દરમિયાન તે કાંઈક એવું જુવે છે કે તેના આનંદનો કોઈ પાર નથી રહેતો. તે નાનકડી બાળકીના આ રીએક્શને યુઝર્સને ઘણા આકર્ષ્યા છે. બાળકીના ચહેરા પરની ખુશી તેનો વિડીયો જોનાર લોકોના ચહેરા પર ખુશી લાવી રહી છે. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના.

આ વિડીયોને એક યુઝરે ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. જેમાં એક બાળકી ફ્લાઈટમાં બેસવા માટે જાય છે. બીજા પ્રવાસી એક એક કરીને ફ્લાઈટ ઉપર ચડી રહ્યા છે. તે બાળકી પર પોતાની મસ્તીમાં ચાલતી ચાલતી ફ્લાઇટમાં પ્રવેશે અને પોતાની સીટ પર બેસે છે. ત્યારે પાયલોટના ડ્રેસમાં એક વ્યક્તિની એન્ટ્રી થાય છે, જેને જોતા જ બાળકી ખુશ થઈને પાપા-પાપા બોલવા લાગે છે.

ફ્લાઈટમાં પાયલોટ પિતાને જોઈને દીકરી આનંદથી ઉછળી પડે છે. ત્યાં બાળકીના પિતા જે કોકપીટ તરફ જઈ રહ્યા હોય છે, એ પણ હાથ હલાવીને બાળકીને હેલો કરે છે. પિતાને જોઈને તે બાળકી જે રીએક્શન આપે છે ઘણું વ્હાલુ લાગે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયોને તે બાળકીની મમ્મી એ જ શૂટ કર્યો હતો. વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં બાળકીની હિંમત વધારતી મહિલાનો અવાજ સંભળાઈ રહ્યો છે. બાળકીનું નામ શનાયા મોતિહાર (Shanaya Motihar) છે અને વિડીયો બનાવવા વાળી તેની મમ્મી નું નામ પ્રિયંકા મનોહત છે. બાળકીની માં એ જ આ વિડીયો ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે.

આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે – પપ્પા સાથે મારી પહેલી ફ્લાઈટ. તે મને દિલ્હી લઈ ગયા. હું ઘણી ઉત્સાહિત છું. આ મારી અત્યાર સુધીની સૌથી સારી ફ્લાઈટ રહી. લવ યુ પાપા.

અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયોને અત્યાર સુધી 8 લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. હજારો લોકોએ તેની ઉપર કમેન્ટ્સ કરી છે. લોકોને પિતા પ્રત્યે દીકરીનો પ્રેમ ભરેલો અંદાઝ ખુબ પસંદ આવી રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવશો. અને આર્ટીકલને શેર કરવાનું ભૂલતા નહીં.

જુઓ વિડીયો :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.