તમારા ઘરમાં જ મળી આવતો આ છોડ છે વિશ્વનો સૌથી વિશ્વાસપાત્ર બ્લડ પ્રેશર કંટ્રોલર

સર્પગંધા ના ફાયદા

સર્પગંધા હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય કરવા માટે એક સુરક્ષિત અને અસરકારક છોડ છે. ભારતમાં 1940 માં સર્પગંધા ને બીપી ઘટાડવા માટે ખુબ અસરકારક રીતે ઉપયોગમાં લેવામાં આવતો હતો. તેને World’s First anti Hyper Transitive કહેવામાં આવે છે. ભારતીય ફીઝીસિયન રુસ્તમ લાલ વકીલે પશ્ચિમના દેશોમાં સર્પગંધાનું સેવન કરાવ્યું અને તેની તમામ માહિતી ભેગી કરી જે એટલી અસરકારક હતી, કે તેને 1949 માં British Medical Journal માં પ્રકાશિત કરવામાં આવ્યું તેના એટલા સારા પરિણામ મળ્યા કે પછી સર્પગંધા ને વિશ્વ આખામાં બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે સકારાત્મક રીતે ઉપયોગમાં લેવામાં આવવાનું શરુ થયું, જેનાથી ખુબ સારા પરિણામ પણ મળ્યા.

લો બ્લડ પ્રેશર નો ઈલાજ કુદરતી અને ઝડપી

સર્પગંધાનું વેજ્ઞાનિક નામ Rauwolfia Serpentina છે અને તે Apocynaceae પરિવારનો સભ્ય છે. સર્પગંધા ના મૂળને અને તેની ડાળીઓને ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. જેના મૂળ સાપ આકારના બનેલા હોય છે અને જુના સમયમાં તેના મૂળ સર્પદંશ ના ઇલાજમાં પણ ઉપયોગમાં લેવામાં આવતા હતા તેથી જ તેને અંગ્રેજીમાં Indian Sake Root પણ કહેવામાં આવે છે. આવો આજે ચર્ચા કરીએ તેના ગુણો ની અને તેના ઉપયોગની રીતની.

સર્પગંધામાં મળી આવતા રસાયણ

સર્પગંધામાં લગભગ 30 પ્રકારના alkaloid Reserpine છે તે ઉપરાંત તેમાં ajmaline, serpentine અને almainine મળી આવે છે. તેમાં મુખ્ય રીતે reserpine જ બ્લડ પ્રેશર ને ઓછું કરવા માટે જવાબદાર છે. સર્પગંધા બીપી ને સામાન્ય કરવા માટે બે રીતે કામ કરે છે.

રક્ત વાહીનીઓને રીલેક્સ કરે છે

માનસિક થાક અને ચિંતા દુર કરીને સારી ઊંઘ લાવે છે.

સર્પગંધા કેવી રીતે બ્લડ પ્રેશર ઓછું કરે છે

સર્પગંધામાં મળી આવતા રસાયણ reserpine આપણા શરીરની રક્ત વાહિનીઓ ને રીલેક્સ કરીને vasodilation કરે છે જેનાથી બ્લડ પ્રેશર સામાન્ય થઇ જાય છે.

સર્પગંધા આપણા મસ્તિકને પણ શાંત કરે છે તેથી તેનો ઉપયોગ ઘણા માનસિક રોગો જેવા કે અવસાદ (epiepsy), Schizopyrenia) જેવા રોગમાં કરવામાં આવે છે. ભારતના મહાન આગેવાન કહેવાતા મોહનદાસ કરમચંદ ગાંધી પણ પોતાનો દિવસ આખાનો થાક ઉતારવા માટે સર્પગંધા ના મૂળની ચા રોજ સાંજે પિતા હતા.

સર્પગંધા કેવી રીતે સેવન કરવું.

3 થી 5 ગ્રામ સર્પગંધા પાવડર દિવસમાં એક વખત સેવન કરો કે તેના મૂળની રાબ બનાવીને પી શકો છો. માર્કેટમાં સર્પગંધા ની ઘણી ટેબલેટ પણ આવે છે જેવી કે serpina, સર્પગંધાવટી તમે એક થી ત્રણ ટેબલેટ દિવસમાં લઇ શકો છો. તમે તમારા ડોક્ટર કે વૈધ ની સલાહ લીધા પછી તેનો ઉપયોગ કરો કેમ કે તમારી બીમારી વિષે તે વધુ જાણે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.