લો બીપી ના ઘરેલું આયુર્વેદિક ઈલાજ, આ 5 રીત થી કરો લો બીપી નો ઈલાજ ઘરેલું ઉપાય

નમસ્કાર મિત્રો, તમારું ફરી એક વાર સ્વાગત છે. અહીંયા તમને રાજીવજી નાં અને દરેક પ્રકારના ઘરઘથ્થુ નુસખા અને ઔષધિઓ પ્રાપ્ત થશે. આજના આ આર્ટિકલનો વિષય છે લો બ્લડ પ્રેશર નો ઈલાજ, મિત્રો આપે પાછળના આર્ટીકલ માં ડાયાબીટીસ અને હાઈ બ્લડ પ્રેશર ના ઈલાજ વાચ્યા હશે. (નાં વાંચ્યા હોય તો સૌથી નીચે લીંક મુકીએ છીએ)

આજે અમે રાજીવજીની જણાવેલ ઉપાય અપનાવીને લો બ્લડ પ્રેશર થી છુટકારો મેળવવા ની રીત શીખીશું.
એલોપેથીમાં લો બ્લડ પ્રેશરની દવા નથી. પણ આયુર્વેદ માં તેની ઘણી જ દવાઓ છે. સૌથી સારી દવા છે ગોળ. તમે ગોળ ને પાણીમાં લીંબુ નો રસ ભેળવીને પીવો. તેના માટે તમને એક ગ્લાસ પાણી લેવાનું છે. તેમાં ૧૫ થી ૨૫ ગ્રામ સુધી ગોળ મેળવવાનો છે. અને તેમાં મીઠું નાખીને લીંબુ નો રસ મેળવી લો. આ ને દિવસમાં બે થી ત્રણ વાર પીવાથી લો બ્લડ પ્રેશર ખુબ જલ્દી ઠીક થઇ જાય છે.

આ સીવાય જો તમારી પાસે થોડા પૈસા છે તો એક બીજી દવા તમે લઇ શકો છો. તે કોઈ બીજી દવા નથી પણ દાડમનો રસ છે. તમે દાડમના રસમાં મીઠું નાખીને પીવો. લો બીપી ની બીમારી તમારી ખુબ જ જલ્દી ઠીક થઇ જશે. તે સિવાય તમે શેરડીનો રસ, અનાનસનો રસ, મોસંબી નો રસ વગેરેમાં મીઠું ભેળવીને તમે પી શકો છો, તેનાથી તમારું લો બ્લડ પ્રેશર એકદમ ઠીક થઇ જશે.

તે સિવાય તમે સાકર અને માખણ ભેળવીને ખાઈ શકો છો, તે બીપી ની સૌથી સારી દવા છે .અને માખણ તમે જો ઘરમાં કાઢો છો, તે જ ઉપયોગ કરો બજારનું નહી. શ્રી કૃષ્ણ ભગવાન ની મનપસંદ ડીશ તે હતી. અને તે માખણની શક્તિ થી કંસ જેવા રાક્ષસ ને મારી શકે છે. માખણ ખાવા થી ક્યારેય ન ડરો જયારે ભગવાન ખાઈ શકે છે તો તમે બધા કેમ નહિ.

હવે તમારા મનમાં તે સવાલ થશે કે ડોક્ટર નો માખણ ખાવાની મનાઈ કરે છે. તો અમે માખણ કેવી રિતે ખાઈ શકીએ? પણ તેનો જવાબ છે કે ડોક્ટર ને માખણ વિશે નથી ભણાવવામાં આવ્યું. ડોક્ટર નું ભણતર તો અમેરિકા અને યુરોપ થી આવી છે. અને ત્યાં જે માખણ રહેલું છે, તે ખુબ જ ખતરનાક હોય છે. જે કે જલ્દી પચી નથી શકતો અને આપણું કોલેસ્ટ્રોલ પણ વધારી જાય છે. જો કે દહીં માંથી બનાવવા માં આવેલ માખણ વલોવી ને બનાવવામાં આવે છે જે તરત પાચન થઇ જાય છે.(માખણ ને રોટલો આપણો જુનો ફેવરેટ ખોરાક છે) તો તમે આ માખણમાં સાકર સાથે ઉપયોગ કરી શકો છો. તમારી બ્લડ પ્રેશરની તકલીફ એકદમ દુર થઇ જશે.

હાઈબ્લડ પ્રેશર નો ઈલાજ વાંચવા ક્લિક કરો >>> તમારા રસોડાની આ સામાન્ય વસ્તુ હાઈ અને લો બ્લડ પ્રેશર ને સંતુલિત કરી ને ખુબ સારું કરી દેશે

ડાયાબીટીસ નાં ઈલાજ વાંચવા ક્લિક કરો >>> માત્ર ૫ દિવસમાં દુર થશે ડાયાબીટીસ ની સમસ્યા, અચૂક નુસખો છે આ, જુઓ વિધિ અને વાપરો

હાઈબ્લડ પ્રેશર નો ઈલાજ વાંચવા ક્લિક કરો >>> બીપી એટલે કે બ્લડપ્રેશર જેવી બીમારીઓથી મેળવો છુટકારો બસ આ ઘરેલુ ઉપચારની મદદથી

વિડીયો