મોંઘવારી માં આ રીતોથી રસોઈ ગેસનો ખર્ચ અડધાથી પણ ઓછો થઇ જશે, વાંચી ને વિચારી જુઓ

આજના મોંઘવારી નાં જમાના માં ઘરના નાના નાના ખર્ચાઓને જો તમે કન્ટ્રોલ કરો તો મોટી બચત થઇ શકે છે. એટલે કે તમે જરૂરી ઉપયોગથી લાઈટનું બીલ ઓછું કરી શકો છો, મોબાઈલ ખર્ચને પણ કન્ટ્રોલ કરી શકાય છે વગેરે. આ રીતે તમે તમારા રસોડામાં ગેસના ખર્ચને ૬૦ થી ૯૦ ટકા સુધી ઓછો કરી શકો છો. એટલા માટે તમને ડોમેસ્ટિક બાયોગેસ પ્લાન્ટમાં ૧૦ થી ૧૫ હજાર રૂપિયા ખર્ચ કરવો પડશે. ત્યાર પછી તમે ઓછામાં ઓછુ ૨૫ વર્ષ સુધી એલપીજી ના ખર્ચથી છુટકારો મળી શકે છે.

આવો તમને જણાવીએ છીએ કે કેમ બાયોગેસ પ્લાન્ટથી આ ખર્ચને કન્ટ્રોલમાં કરી તમારી બચત કરી શકો છો
પાચ થી સાત હજાર રૂપિયા સુધી થાય છે કુટુંબનો ખર્ચ

એક પાચ થી છ સભ્યોના કુટુંબમાં એલપીજી ના ૧૨ સીલીન્ડર વર્ષ દરમિયાન વપરાય છે. અને જો તમે સબસીડી વાળો સીલીન્ડર વાપરો છો તો કુટુંબનો વર્ષ દરમિયાન એલપીજી ખર્ચ ૫૭૩૦ રૂપિયા થાય છે.(હવે સબસીડી પણ આવતી નથી) એટલું જ નહી જો તમે એલપીજી ની સબસીડી જતી કરો તો ૫૬૪ રૂપિયા પ્રતિ સીલીન્ડર ના હીસાબે ૬૭૬૮ રૂપિયા આવે છે. હજાર રૂપિયા વર્ષનો ખર્ચ થઇ જાય છે. એટલુ જ નહી, જો વર્ષ દરમિયાન કોઈ કુટુંબમાં પારિવારિક કાર્યક્રમ વગેરે આવે તો તે ખર્ચ ઘણો વધી જાય છે.

ડોમેસ્ટિક બાયોગેસ પ્લાન્ટ થી ઓછો થશે ખર્ચ

ટેકનોલોજીના વિકાસથી દરેક ક્ષેત્રોમાં ક્રાંતિ આવી છે. તે વિકાસ બાયોગેસ સેગમેટમેં પણ થઇ છે. જણાવી દઈએ કે પહેલો બાયોગેસ પ્લાન્ટ લગાવવા માટે તમારી પાસે સારી એવી જમીન હોવી જરૂરી હતું. પરંતુ આજે ઘણી કંપનીઓ અને મોટા ઉદ્યોગો નાના બાયોગેસ પ્લાન્ટ પણ બનાવી રહ્યા છે. તે ઘરની છત ઉપર માત્ર એક ચોરસ મીટર ની જગ્યા રોકે છે. તે સિવાય તેમાં દુર્ગંધ પણ વધુ નથી આવતી.

૧૦ થી ૧૫ હજાર રૂપિયા થાય છે ખર્ચ

ગાજીયાબાદ ખાતે ભારતમાં એગ્રો ના માલિક સુરેન્દ્ર ગોયલે જણાવ્યું કે આ દિવસોમાં ડોમેસ્ટિક બાયોગેસની કિંમત ૧૦ હજાર રૂપિયાથી ૧૫ હજાર રૂપિયા ની વચ્ચે છે. જે પણ બે થી છ સભ્યો ના કુટુંબ માટે પુરતી છે. તે સિવાય વધુ ક્ષમતા વાળા બાયોગેસની કિંમત વધુ છે. તમને જણાવ્યું કે આ સમયે સેન્ટેકસ જેવી મોટી કંપનીઓ પણ બાયોગેસ પ્લાન્ટ બનાવી રહી છે. સેમી અરબન ક્ષેત્રોની સાથે સાથે હવે મોટા શહેરોમાં પણ લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે.

ઘરના કચરાથી બની શકે છે ગેસ

પાચ થી સાત સભ્યોના કુટુંબ માટે બે ચોરસ મીટર જગ્યા માં વોટર જેકેટ વાળો બાયોગેસ મોડલ બરોબર છે. ડોમેસ્ટિક બાયોગેસ ઉપર સંશોધન કરવા વળી સંસ્થા શી કુમાર ડોટકોમ ના એન્જીનીયર એલ શ્રી કુમાર પાઈ ના જણાવ્યા મુજબ તેમાં લગભગ બે કિલોગ્રામ કચરા (ઘરના શકભાજી, છોતરા, લોટ, વધેલી રોટલી,પાંદડા વગેરે) નો ઉપયોગ કરી શકાય છે. તેની સાથે તેમાં ૨૫ થી ૪૦ લીટર સુધી નકામું પાણી નો ઉપયોગ થાય છે. તેમાં મીથેન ગેસ બનાવવા માટે તમે એક મુઠી યુરીયાનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાન્ટ થી રોજ બે થી ત્રણ ક્યુબીક મીટર બાયોગેસ ઉત્પન કરી શકાય છે, એટલી બાયોગેસથી તમે દિવસમાં બે થી ત્રણ કલાક સુધી એક બર્નર વાળો ગેસનો ચૂલો ચાલુ રાખી શકો છે.

૬૦ થી ૯૦ ટકા સુધી બચાવી શકો છો પૈસા

પાઈ ના સંશોધન મુજબ એટલી બાયોગેસ થી ૬૦ થી ૯૦ ટકા સુધી પૈસા બચાવી શકાય છે. એલ શ્રી કુમાર પઈ મુજબ જો રોજ પ્લાન્ટ ચાલે છે તો એટલા ખર્ચમાં રસોઈ માં ઘણું કામ એક કુટુંબનું થઇ શકે છે. ઘણી જગ્યાએ પ્લાન્ટને બધા દિવસો નથી ચલાવી શકતો કે કોઈ કાર્યક્રમ કે અન્ય કોઈ કારણ હોય તો ઓછામાં ઓછો ૬૦ ટકા એલપીજી ને બચાવી શકાય છે.

પ્લાન્ટમાં વધેલા કચરાને ખાતર તરીકે તમારા ઘરના બગીચામાં કે ખેતરમાં ઉપયોગ કરી શકો છો. એવામાં જો તમે ૯૦ ટકા સુધી પૈસા બચાવી શકો તો તમારી વર્ષનો ખર્ચ સાત હજાર રૂપિયા ની જગ્યાએ માત્ર ૭૦૦ રૂપિયા આવશે. આ હિસાબે માત્ર લગભગ ૬૦ રૂપિયા મહિના.