માં અંજનીએ હનુમાનજીને આ જગ્યાએ આપ્યો હતો જન્મ, અહીં માતા અંજનીના ખોળામાં બેસેલા છે હનુમાન

મહાબલી હનુમાનજીને કલયુગમાં સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે, અને તેને રામજીના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. તે અજર અમર માનવામાં આવે છે. તેનું નામ સપ્ત ચિરંજીવીઓમાં જોડાયેલું છે. એવું કહેવામાં આવે છે કે તેમની કૃપાથી વ્યક્તિના તમામ દુઃખ દુર થાય છે, અને તે પોતાના ભક્તોનો અવાજ સૌથી પહેલા સાંભળે છે. જે ભક્ત પોતાના સાચા મનથી તેનું સ્મરણ કરે છે તેની મદદ માટે તે જરૂર આવે છે.

આમ તો જોવામાં આવે તો આપણા દેશ આખામાં મહાબલી હનુમાનજી સાથે જોડાયેલા ઘણા બધા મંદિર અને સ્થળ છે. પરંતુ આજે અમે તમને એક એવા સ્થાન વિષે જાણકારી આપવાના છીએ, જેની માન્યતા મુજબ આ સ્થળ ઉપર માતા અંજનીએ મહાબલી હનુમાનજીને જન્મ આપ્યો હતો.

મહાબલી હનુમાનજીના જન્મનો ઈતિહાસ ઝારખંડના ગુમલા જીલ્લાના ઉત્તરી ક્ષેત્રમાં આવેલા આંજન ગામ સાથે જોડાયેલો છે. માતા અંજનીના નામથી જ આ ગામનું નામ આંજન પડ્યું છે. દેશનું આ એક એવું મંદિર છે જ્યાં મહાબલી હનુમાનજી બાળ સ્વરૂપમાં માતા અંજનીના ખોળામાં બેઠેલા જોવા મળે છે.

અહીયાના સ્થાનિક લોકો એવું જણાવે છે કે, મહાબલી હનુમાનજીનો જન્મ ગુમલા જીલ્લાના આંજન ધામમાં આવેલ પહાડની ગુફામાં થયો હતો. લગભગ ૨૧ કિલોમીટર દૂર જંગલોની વચ્ચે આંજન ધામ ગુમલા શહેર છે, જ્યાં માતા અંજનીએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. આ સ્થાન વિષે એવું કહેવામાં આવે છે કે, કળિયુગમાં અહિયાંના દરવાજા પોતાની જાતે બંધ થઇ ગયા હતા. માન્યતા મુજબ માતા અંજનીજીએ સ્વયં જ આ દરવાજાને બંધ કરી દીધા હતા.

એવું કહેવામાં આવે છે કે, એક વખત અહિયાંના આદિવાસીઓએ માં અંજનીને પ્રસન્ન કરવા માટે બકરાની બલી આપી હતી, પરંતુ અહીયાના લોકોની બલીથી માતા નારાજ થઇ ગયા હતા. જેના કારણે જ તેમણે ગુફાના દરવાજા બંધ કરી દીધા હતા. વર્તમાન સમયમાં પણ આ ગુફા આંજન ધામમાં આવેલી છે.

શ્રદ્ધાળુઓને મળીને આંજન ધામમાં વર્ષ ૧૯૫૩માં અહિયાં અંજની મંદિરની સ્થાપના કરી હતી. આ ધામ સાથે જોડાયેલી એક કથા મુજબ એવું કહેવામાં આવે છે કે ગુમલા જીલ્લાના પાલકોટ પ્રખંડમાં વાલી અને સુગ્રીવનું રાજ હતું. આ સ્થળ ઉપર પંપાપુર સરોવર પણ રહેલું છે. આ સરોવરમાં ભગવાન શ્રી રામ અને તેમના ભાઈ લક્ષમણજીએ રોકાઈને સ્નાન કર્યું હતું.

અહિયાના પહાડોમાં એક ગુફા છે જેનો સંબંધ રામાયણ કાળ સાથે ગણાવવામાં આવે છે. માન્યતા મુજબ માં અંજની અહિયાં રોજ ભગવાન શિવજીની પૂજા કરતી હતી. અહિયાં ૩૬૦ શિવલિંગ આવેલા છે અને અનેક તળાવ છે, જ્યાં માં અંજની સ્નાન કરતી હતી.

બીજી કથાઓ મુજબ એવું કહેવામાં આવે છે કે, ઋષીઓની તપોસ્થળ પણ અહિયાં છે. અહિયાં માતા આંજન મંદિર બનેલું છે. મંદિરની નીચે અત્યંત પ્રાચીન ગુફા છે, જેને સર્પ ગુફા પણ કહેવામાં આવે છે. આમ તો દેશમાં આવા ઘણા બધા તીર્થ સ્થળ છે, જ્યાં હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પરંતુ આ દેશનું એક માત્ર એવું મંદિર છે જ્યાં બાળ હનુમાનજીની પૂજા થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.