માં કાત્યાયનીની પૂજાથી થાય છે શક્તિ સંચાર અને શત્રુઓ પર મળે છે જીત જાણો આખી વાત

નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી માં ના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમની ઉત્પત્તિ અને પ્રાગટ્ય વિષે વામન અને સ્કંદ પુરાણમાં અલગ અલગ વાત જણાવવામાં આવી છે. માં કાત્યાયની દેવી દુર્ગાનું છઠ્ઠું રૂપ છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, કાત્યાયનીની ઉત્પત્તિ પરમેશ્વરના નૈસર્ગિક ક્રોધમાંથી થઇ.

તેમજ વામન પુરાણ મુજબ બધા દેવતાઓએ પોતાની ઉર્જા બહાર કાઢીને કાત્યાયન ઋષિમાં ભેગી કરી, અને કાત્યાયન ઋષિએ તે શક્તિ પુંજને એક દેવીનું રૂપ આપ્યું. જે દેવી પાર્વતી દ્વારા આપવામાં આવેલા સિંહ ઉપર વિરાજમાન હતી. કાત્યાયન ઋષિએ રૂપ આપ્યું હોવાથી તે દિવસથી તે કાત્યાયની તરીકે ઓળખાઈ અને તેમણે જ મહિષાસુરનો વધ કર્યો.

પૂજા મંત્ર અને વિધિ :

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना ।

कात्यायनी च शुभदा देवी दानवघातिनी ॥

માતા કાત્યાયનીની પૂજા માટે પ્રદોષકાળ એટલે કે શયનકાળને શ્રેષ્ઠ માનવામાં આવે છે. શૈલપુત્રી સાથે અન્ય દેવીઓની જેમ તેમની પણ પૂજા કરવામાં આવે છે. તેમની પૂજામાં મધનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે, કેમ કે માં ને મધ બહુ ગમે છે. મધવાળા પાનનો ભોગ પણ દેવી કાત્યાયનીને ધરાવવામાં આવે છે. દેવી કાત્યાયનીની પૂજામાં લાલ રંગના કપડાંનું પણ ઘણું મહત્વ છે.

દેવીનું સ્વરૂપ :

માતા કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત દિવ્ય, ચમકવાળું અને પ્રકાશમાન છે. માતાને ચાર હાથ છે. માતાજીના જમણી તરફનો ઉપરનો હાથ અભયમુદ્રામાં અને નીચેનો હાથ વરમુદ્રામાં છે. અને ડાબી તરફના ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળનું ફૂલ સુસજ્જિત છે. માતાજીનું વાહન સિંહ છે.

પૂજાનું મહત્વ :

દેવી કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તજનોમાં શક્તિનો સંચાર થાય છે, અને તે માતાની કૃપાથી શત્રુનો સંહાર કરવામાં સક્ષમ થાય છે. તેમની પૂજાથી બધા સંકટ દૂર થઇ જાય છે. માં કાત્યાયનીની પૂજાથી અપરણિત છોકરીઓના લગ્નના યોગ બને છે, અને સુયોગ્ય પતિ પણ મળે છે. દેવી કાત્યાયનીની પૂજાથી રોગ, શોક, સંતાપ, ભય વગેરે નાશ થાય છે. દેવી માતા કાત્યાયનીની પૂજા કરવાથી દરેક પ્રકારનો ભય પણ દૂર થઇ જાય છે.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.