માં લક્ષ્મીની આરતી કર્યા પછી કરો આ નાનું એવું કામ, પૈસાની આવક ક્યારેય બંધ નહિ થાય

આજના જમાનામાં જેના ખિસ્સામાં વધુ પૈસા હોય છે તેનું જ વધુ ચાલે છે. પૈસા વગર માણસનો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે, પૈસા છે તો આત્મવિશ્વાસ પોતાની જાતે જ વધી જાય છે. પૈસા આજકાલ દરેક જગ્યાએ કામ આવે છે. પ્રાથમિક સુવિધાઓથી લઈને સારા ઈલાજ અને રહેણી કરણીમાં ઘણા બધા પૈસા લાગે છે. એટલા માટે માણસ દિવસ આખો દોડધામ કરીને તેને કમાવાની પાછળ લાગેલા જ રહે છે.

વધતી મોંઘવારીને જોતા ઘરમાં તમામ સભ્યો કમાવા લાગે છે. દરેકની કોઈને કોઈ તમન્ના હોય છે કે તેના ઘરમાં પૈસાની આવક ક્યારેય અટકે નહિ. આમ તો જયારે નસીબ ખરાબ હોય છે, તો કરોડપતિને પણ રોડ ઉપર આવવામાં વાર નથી લગતી. એટલા માટે દરેક સ્થિતિમાં પોતાના પૈસાની આવકને બંધ ન થવા દેવી જોઈએ. પરંતુ તેને હંમેશા વધારવાનો પ્રયાસ કરતા રહેવાનું છે.

હવે તમે પૂછશો કે એવું શું કરીએ કે પૈસા જાય નહિ બસ આવતા જ રહે. તેનો જવાબ તમને ધનની દેવી માં લક્ષ્મી આપી શકે છે. હિંદુ ધર્મ મુજબ માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે એક વખત માં લક્ષ્મી કોઈ ઉપર પોતાના આશીર્વાદ વાળો હાથ મૂકી દે તો તે વ્યક્તિ ક્યારેય ગરીબ નથી રહેતો. ગરીબી તેનાથી દુર રહે છે.

માં લક્ષ્મી તમારા ધન સંબંધિત ભાગ્યને કેટલાય ગણું વધારી દે છે. તે કારણ છે કે દરેક માં લક્ષ્મીને પ્રસન્ન કરવામાં લાગેલા રહે છે. આ કડીમાં બધા લોકો માં લક્ષ્મીની આરતી પણ ઉતારે છે. એવું કરીને તે પોતાના ઘરમાં લક્ષ્મીને આમંત્રણ આપે છે. એક વખત માં લક્ષ્મી કોઈના ઘરમાં પ્રવેશ કરી જાય તો ત્યાં પૈસા જ પૈસા હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે માં લક્ષ્મીની આરતી કર્યા પછી તમે એક નાનું એવું કામ કરો છો, તો તમારા ઘરમાં પૈસાની આવક ક્યારે પણ અટકતી નથી. તમારે બસ એ કરવાનું છે કે જેવી જ લક્ષ્મીજી આરતી પૂર્ણ થઇ જાય છે, તો પહેલી આરતી હાથમાંથી માં લક્ષ્મીને આપો અને બીજી આરતી ચારે તરફ ફેરવીને આખા ઘરમાં આપો.

હવે આ વસ્તુ તો તમારામાંથી ઘણા બધા લોકો કરતા પણ હશે, પરંતુ એક ખાસ કામ એ છે કે ત્રીજી આરતી તમારે તમારા ઘરની તિજોરી કે કબાટમાં આપવાની છે. તે સ્થળ જ્યાં તમે તમારી જમા પુંજી જેવી કે પૈસા અને ઘરેણા વગેરે રાખો છો.

માં લક્ષ્મીની આરતી પછી તે આરતી તિજોરીને આપવાથી ધનની આવક વધવાનું શરુ થઇ જાય છે. તેનું કારણ એ છે કે આ આરતી દ્વારા તમે પોઝેટીવ એનર્જી આખા ઘર અને તિજોરીમાં ફેલાવી રહ્યા છો. લક્ષ્મીજી તે ઘરમાં જલ્દી આવે છે જ્યાં સકારાત્મક ઉર્જા સૌથી વધુ રહે છે. એટલા માટે તિજોરીમાં આરતી આપવાથી પોઝેટીવ એનર્જીનું લેવલ વધે છે અને માં લક્ષ્મીની કૃપાથી તે ખાલી થવાને બદલે વધતી જાય છે.

તો હવે જયારે પણ માં લક્ષ્મીની આરતી કરો તો આ નાનું એવું કામ કરવાનું ભૂલશો નહિ.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.