માં નો ફોટો શેયર કરતા ઈમોશનલ થયા ધર્મેન્દ્ર, લખ્યું : માં એ કહ્યું હતું તારા નાના નાની જીવતા છે…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી લાખોના દિલોને જીતવા વાળા પ્રસિદ્ધ અને મહાન કલાકાર ધર્મેન્દ્ર ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દુર થયા છે. ફિલ્મોથી દુર થયા પછી પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેંસ સાથે જોડાયેલા રહે છે અને હંમેશા પોતાના જીવનની થોડી યાદો શેર કરતા રહે છે. હંમેશા ધર્મેન્દ્રને સોશિયલ મીડિયા ઉપર ઈમોશનલ પોસ્ટ શેર કરતા જોવામાં આવે છે. હવે એક વખત ફરીથી ધર્મેન્દ્રએ એક પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ શેર કરતા તેઓ આ વખતે ફરી ઘણા ઈમોશનલ થઇ ગયા છે. હાલમાં જ ધર્મેન્દ્રએ પોતાના ઓફીશીયલ ટ્વીટર એકાઉન્ટ ઉપર પોતાની માંનો એક ફોટો શેર કર્યો છે. પોતાની માંનો આ ફોટો શેર કરતા ધર્મેન્દ્રએ એક કિસ્સો વર્ણવ્યો છે.

કિસ્સો જણાવતા ધર્મેન્દ્ર ઘણો વધુ ઈમોશનલ થઇ ગયો હતો, ધર્મેન્દ્રએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં લખ્યું, દિલ સે જુદા હું… દોસ્તો કહ દેતા હું, છોટા થા. માં સે કહ બેઠા, તું કભી છોડ કે ન જાયેગી મુજે… તું હંમેશા જિન્દા રહેગી, સીનેસે લીપટા લિયા માં કહને લગી, તેરે નાના નાની જિન્દા હે ક્યાં? મેં ભી તો, ઉન બીના જિન્દા હું… આવી રીતે ધર્મેન્દ્ર પોતાની માં ને યાદ કરતા ઈમોશનલ થઇ ગયા.

ધર્મેન્દ્રના આ ટ્વીટ ઉપર ઘણા ફેંસ અને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધર્મેન્દ્ર ઓફીશીયલ સોશિયલ મીડિયા ઉપર પોતાની જૂની યાદો તાજી કરતા ઈમોશનલ થઇ જાય છે. થોડા દિવસો પહેલા જ ધર્મેન્દ્રએ પોતાના જુના ઘરના ફોટા શેર કર્યા હતા. ઘરના ફોટા શેર કરતા તે પોતાના બાળપણની યાદોમાં ખોવાઈ ગયા અને ફરીથી ઈમોશનલ થઇ ગયા. ધર્મેન્દ્રએ પોતાના ઓફીશીયલ ટ્વીટર એકાઉન્ટ ઉપર પોતાના જુના ઘરના ફોટા શેર કર્યા હતા. આ ફોટા શેર કરતા ધર્મેન્દ્રએ પોતાના બાબુજી અને બાળપણની યાદોને મિસ કરી હતી.

ફોટા શેર કરતા તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું – મારા બાબુજીનું ઘર, આ સ્થળથી આવતા હતા, તે સ્થળ ઉપર માથું ટેકતા, પ્રાર્થના કરતા પસાર કર્યું હતું મેં. આભારી છું તેણે સાંભળી લીધી, તે સ્થળે ખુબ પ્રેમથી આશીર્વાદ આપી વિદાય કર્યા હતા. તે ઘર મારા બાબુજીનું ઘર છે, અહિયાં બાળપણ પસાર થયું. ઘણી યાદ આવે છે દોસ્તો. પોતાના આગળના ટ્વીટમાં ધર્મેન્દ્રએ લખ્યું, ખુશીઓ વહેચતા, દુઃખ સંભળાવવા લાગ્યા. નહિ નહિ, આજ પછી ક્યારેય નહિ, ધર્મેન્દ્રની આ પોસ્ટ વાંચ્યા પછી એવું કહી શકાય છે કે તેમને પોતાના જુના ઘરની ઘણી યાદ આવી રહી હોય, તે ઉપરાંત તે પોતાના બાળપણને પણ ઘણું મિસ કરી રહ્યા હોય.

કલાકાર ધર્મેન્દ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તે મહાન કલાકારો માંથી એક છે, જેમણે બોક્સ ઓફીસ ઉપર ઘણી જ સારી અને હીટ ફિલ્મો આપી છે. ધર્મેન્દ્રએ વર્ષ ૧૯૬૦માં આવેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી બોલીવુડમાં પોતાનો પ્રવેશ કર્યો હતો. તે ઉપરાંત ધર્મેન્દ્રને ૧૯૭૦ના દશકમાં વર્લ્ડના સૌથી હેન્ડસમ પુરુષનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. ધર્મેન્દ્રએ છેલ્લી વખત ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ માં કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર કાંઈ વિશષ કમાલ ન દેખાડી શકી.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.