”માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે” જુયો વિડીયો ગીત કચ્છી કોયલ ગીતા રબારી નાં સ્વરે

સૌથી નીચે વિડીયો માં જુયો માં ગીતા રબારી નું નવું નજરાણું ”તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે” ને વાંચો ગીતા રબારી વિષે.

ભુજ કચ્છ સાથે નાતો ધરાવતા ઓસામણ મીર અને કીર્તીદાન ગઢવી જેવા અનેક ગુજરાતી જાણીતા લોક કલાકારો માં હવે ગીતા રબારી નું પણ નામ ફેમશ થયું છે.

ગુજરાતી ફિલ્મો સાથે હવે ગુજરાતી ગીતો પણ ધૂમ મચાવી રહ્યાં છે. આવું જ એક ગીત કચ્છી કોયલ તરીકે જાણીતી ગીતા રબારી નાં ”એકલો રબારી” ‘રોણા શેરમા’ ગીતો એ ધૂમ મચાવી છે. ડાયરા સામે રાજ્યભરમાં જાણીતી ગીતા જ્યારે ગાય છે ત્યારે ચાહકો આફરીન થઈને નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે.

કોણ છે ગીતા રબારી?

‘કચ્છી કોયલ’ તરીકે જાણીતી ગીતા રબારી કચ્છના તપ્પર ગામની રહેવાસી છે. પાંચમાં ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું.

તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે. માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. રોણા શેરમા અને એકલો રબારી અને બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. આ સિવાય તેમણે ગરબાનો આલ્બમ કર્યો છે.

કઈ રીતે કરી શરૂઆત?

ગીતા રબારી સ્કૂલમાં હતી ત્યારથી ગાય છે. એમનો અવાજ સારો હોવાથી ગામ કે આજુબાજુના ગામમાં કોઈ કાર્યક્રમ હોય તો તેમને ગાવા માટે બોલાવતા હતા. શરૂઆતમાં થોડાઘણા પૈસા મળી રહેતાં હતા. ધીરે-ધીરે નામના મળતી ગઈ અને હવે ગુજરાતના જાણીતા કલાકારો સાથે લાઈવ પ્રોગ્રામમાં સ્ટેજ શો કરે છે.

નીચે સાંભળો નવું નજરાણું માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે.

વિડીયો 

https://youtu.be/CpthK8LooTo