માં વૈષ્ણોનું તે પવિત્ર ધામ, જ્યાં 5 વર્ષની છોકરીના રૂપમાં થયા હતા પ્રગટ, આજે પણ દે છે દર્શન

માતા વૈષ્ણો દેવી ત્રિકુટ પર્વત પર વિરાજિત છે તે તો બધા જાણે છે. પણ કદાચ જ કોઈને આ મંદિર વિષે ખબર હોય જ્યાં માં 5 વર્ષની છોકરીના રૂપમાં પ્રગટ થઇ હતી. આ મંદિરનું નામ છે કોલ કન્ડોલી મંદિર (Kol Kandoli Temple) જે જમ્મુ શહેરથી 14 કિમી દુર નગરોટામાં છે.

પૌરાણિક કથા મુજબ માતા વૈષ્ણો દેવી અહીં 5 વર્ષની છોકરીના રૂપમાં પ્રગટ થયા હતા. લગભગ 12 વર્ષ સુધી માં એ આ જગ્યા પર તપસ્યા કરી હતી. ત્યાર પછી માં એક પીંડના રૂપમાં અહી વિરાજમાન થઇ ગઈ. અહી માં સ્વયંભુ પીંડના રૂપે પોતાના ભક્તોને દર્શન દઈને તેમની બધી ઇચ્છાઓ પૂરી કરે છે. એવું પણ કહેવાય છે કે માં અહી છોકરીના રૂપમાં ગામડાની છોકરીઓની સાથે મળીને રમતા હતા. ગામડાવાળાએ કહ્યું અહી આજે પણ માં છોકરીના રૂપમાં રમવા આવે છે.

માં એ અહી 12 વર્ષો સુધી તપસ્યા કરી વિશ્વ શાંતિ માટે યજ્ઞ વગેરે કર્યા હતા. માં ભગવતીએ અહી 4 વાર ચાંદીના વાટકા પ્રગટ કર્યા છે અને લાખો લોકોને 36 પ્રકારના ભોજન કરાવ્યા છે. એવું પણ કહેવાય છે કે માં એ ભક્તોની તરસ છુપાવવા માટે ધરતી પર વાટકાને માર્યો તો ધરતીમાંથી પાણી નીકળવા માંડ્યું. ત્યારે લોકોએ પાણી પી ને પોતાની તરસ છીપાવી.

એવું પણ કહેવાય છે કે મહાભારત કાળમાં જયારે પાંડવ અજ્ઞાત વાસમાં હતા. ત્યારે તેમને આ જગ્યા વિષે ખબર પડી હતી. તો પાંડવોએ અહી માં ને પ્રસન્ન કરવા માટે ઘણા વર્ષો સુધી પૂજા અર્ચના કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને માં એ પાંડવોને દર્શન આપ્યા હતા. અને અહી મંદિર બનાવવા માટે કહ્યું હતું. ત્યારે પાંડવોએ અહી મંદિરનું નિર્માણ એક રાતમાં કર્યુ હતું. તમને જાણીને હેરાની થશે કે આ રાત 6 મહિનાની થઇ હતી.

મંદિર પરિસરમાં ગણેશ્વરી જ્યોતિલિંગ છે. એવું કહેવાય છે કે મંદિરનું નિર્માણ દરમિયાન ભીમને તરસ લાગી અને તે માં ને યાદ કરવા લાગ્યો. માં ભીમની સામે પ્રગટ થઈને ભીમને કહ્યું કે અહી પાણીની કોઈ વ્યવસ્થા નથી. ત્યાર પછી માં મંદિરની પાછળ ગઈ અને એક વાટકો પ્રગટ કર્યો ત્યારે તે જ્યોતિલિંગ ત્યાં પ્રગટ થયુ. ત્યારે માં એ કહ્યું જ્યાં શક્તિ છે ત્યાં શિવ અવશ્ય છે.

મંદિરમાં એક કુવો છે જેનું પાણી પી ને લોકો પોતાની તરસ છુપાવે છે. લોકોનું માનવું છે કે આ કુવાનું પાણી પીવાથી તેમના બધા દુ:ખ દુર થઇ જાય છે. કોલ કન્ડોલી માતાના મંદિરમાં ત્રિકુટ પર્વતની ચડાઈ શરુ કરતા પહેલા પ્રથમ દર્શન અહી કરવાના હોય છે. ત્યારે જ માં વૈષ્ણોની યાત્રા પૂરી મનાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.