જાણો માટી નાં વાસણો માં બનેલું જમવા નું કેટલું ટેસ્ટી અને શરીર માટે ખુબ જ ફાયદા કારક છે

નમસ્કાર દોસ્તો આજે અમે તમને રાજીવ ભાઈ દ્વારા કહેવામાં આવેલી એક ઉપયોગી વાત લાવ્યા છે તેનું નામ છે

માટી

દોસ્તો આજે તમને જણાવશુ કે માટી ના વાસણો થી સાધારણ માણસો ને કયો કયો ફાયદો થઈ શકે છે. શું તમે જાણો છો કે માટી બધા માઈક્રો ન્યુટ્રીએન્ટ્સ ની માં છે અને દુનિયા ના બધા જ માઈક્રો ન્યુટ્રીએન્ટ્સ માટી માંથી જ મળે છે.

જો તમારે મેગ્નેશિયમ જોઈએ, કેલ્શિયમ જોઈએ, સલ્ફર જોઈએ,કે ફોસ્ફરસ જેવી ઘણી ધાતુ જોઈએ તે ફક્ત માટી માંથી જ પ્રાપ્ત થાય છે.

માટી સૂરજના તાપથી લખો વર્ષથી તપતી આવી છે, કદાચ આટલી તપસ્યા તો કોઈ મહાત્માએ પણ નહીં કરી હોય, જેટલી આ માટી એકલી કરતી આવી છે. પહેલા ના જમાનામાં લોકો પાણીનો સંગ્રહ કરવા માટે માટીના ઘડા નો ઉપયોગ કરતા હતા. જયારે આજકાલ ધડા ની જગ્યા રેફ્રિજરેટરે લઇ લીધી છે. એક જમાનો હતો માટીના દીવાથી ઘરમાં અજવાળું કરતા હતા, અને હવે દીવાની જગ્યાએ ચાઈનાના લેમ્પસ અને બલ્બ આવી ગયા છે. આપણે વિચારીએ છીએ કે આપણે મોર્ડન બનવા જય રહ્યા છીએ. પરંતુ આપણે ધીમે ધીમે આપણે મુર્ખાઓની લાઈનમાં જોડાવા જઈ રહ્યા છીએ.

રાજીવજીએ જણાવ્યું કે થોડા સમય પહેલા તેઓ જયારે પંજાબ ગયા હતા ત્યાં તેમને થોડા કુંભારો મળ્યા હતા. આ કુંભારો સાથે જયારે રાજીવજીએ પૂછ્યું કે તેઓ પોતાની રીજી રોટી કેવીરીતે ચલાવે છે ? તો તેમને જવાબ આપ્યો કે ગરીબી તેમનો જીવ લઇ રહી છે.

ત્યારે રાજીવજીએ જણાવ્યું કે તમારા આ ઘડા અને દિવા ફરી વખત વેચાવા લાગે તો શું થશે? તો કુંભારોનો જવાબ હતો કે આનાથી વધુ ખુશીની વાત બીજી કઈ હોઈ શકે. ત્યારે તેમને જણાવ્યું કે તેઓ પોતે મફતમાં તેમના માટે વાસણોની જાહેરાત કર્યા કરશે.

આજકાલ મોટાભાગના બાળકોનો સિજરથી જન્મી રહ્યા છે . કેમ કે તેમની માતાઓ ને આયરન અને કેલ્શિયમની ઉણપ રહે છે. અને આયરન અને કેલ્શિયમ ની ઉણપ ને કારણે કોઈ પણ બાળક સીઝર સિવાય જન્મી જ ન શકે.

ગર્ભાવસ્થાના સમયે હિમોગ્લોબીન 8,9,7, ની આજુબાજુ થઇ જાય છે. આટલી ખામી જમવામાં આયરન અને કેલ્શિયમ ન મળવાને કારણે થઇ છે. જેથી શરીરમાં પોશાક તત્વોની ઉણપ જણાય છે , તો તેનું બેલેન્સ કરવું હોય તો તે ફક્ત માટી જ કરી શકે છે. જો આ ખામીને દૂર નહીં કરવામાં આવે તો માતા ને શિશુના જન્મ પછી પીઢનો દુખાવો, માથું દુઃખવું વગેરે જેવી બીમારીઓની કાયમી તકલીફ રહેશે, જેનો ઈલાજ કોઈ પણ ડોક્ટર નહીં કરી શકે.

તમને અમે આ વાત કહેવા માંગીએ છીએ કે જો તમે ફક્ત 24 વાસણ ખરીદી લો તો તેનાથી એક કુંભારના જીવનમાં સુધારો આવી જશે અને તમારા ઘરનું બજેટ ઘટી જશે અને તમને ભોજનની ગુણવત્તા સારી મળી રહેશે, અમે એક દિવસ ગણતરી કરી તો ભારતમાં 15000000 કુંભાર છે અને 200000000 કુટુંબ છે. આ દેશમાં જો દરેક કુટુંબ 2 હાંડલાની ખરીદી કરે 1 તાવડી ની ખરીદી કરે, તો સમજી લો કે એક કરોડ 50 લાખ કુંભારોનું જીવન કાયમને માટે આનંદિત થઇ જશે.

જયારે રાજીવજી જલગર ગયા હતા તો ત્યાં તેમને ત્રણ પ્રકારની તાવડીઓ જોઈ જેમાં એક હતી કાળી માટીની તાવડી, બીજી હતી લાલ માટીની તાવડી અને પીળી માટીની તાવડી.

જયારે તેમણે કુંભારોને ત્રણે વચ્ચેનો તફાવત પૂછ્યો ત્યારે તેમણે સજાવ્યું કે

કાળી માટી ની તાવડી મક્કાઈની રોટલી માટે ઉત્તમ છે,

જયારે લાલ માટીની તાવડી ઘઉંની રોટલી માટે ઉત્તમ છે અને

પીળી માટીની તાવડી બાજરાના રોટલા માટે ઉત્તમ છે.

તો મિત્રો આપણાથી વધુ હોશિયાર તો આપણા દેશના કુંભારો છે જેઓ ભણ્યા ગણ્યા વગર માટીના મહત્વને ખુબ સારી રીતે સમજે છે.

અમારી એ ઈચ્છા છે કે કરોડો લોકોને રોજગાર મળે અને તમારા રસોડાનું થોડું રંગ રૂપ બદલી શકીએ. એક નાની વાત રજુ કરવા માંગીએ છીએ કે થોડા દિવસો પહેલા રાજીવજી જયારે મદ્રાસ ગયા હતા.

તો મદ્રાસમાં બહુ મોટી કંપની છે. જેનું નામ છે TVS કંપની .જે મોટરસાયકલ બનાવે છે. જેવી રીતે Honda આપણા ઉત્તર ભારતની મોટી કામની છે, તેવી રીતે દક્ષિણ ભારતની મોટી TVS કંપની છે. તેમનું એક વર્ષનું ટર્નઓવર બે થી અઢી લાખ કરોડ નું છે. તેમના ઘરના કોઈ સભ્યએ રાજીવજીની કોઈ CD સાંભળી.

CD સાંભળ્યા પછી તેમણે રાજીવજીને રાત્રી ભોજન નું આમંત્રણ આપ્યું, તો રાજીવજી તેમને ઘેર રાત્રી ભોજન માટે ગયા તો તેઓ ત્યાંનું વાતાવરણ જોઈને ખુબજ આશ્ચર્યચકિત થઇ ગયા. તેમના રસોડામાં તમામ વાસણો માટીના હતા.

ઘડા, તાવડી, હાંડલી લોટ બાંધવા માટે જે થાળી હોય છે તે પણ બધી જ માટી ની હતી, રાજીવજીએ તેમના ઘરના માલિકના પત્ની ને પૂછ્યું કે “અઢી લાખ કરોડનો કારોબાર તમે સંભાળો છો પતિ પત્ની બંને ભેગા મળીને કામ કરે છે આટલો મોટો કારોબાર સંભાળે છે. માટીના વાસણમાં દાળ બનાવવાનો સમય ક્યારે મળે છે?

તેમનો જે જવાબ હતો તે સાંભળીને રાજીવજી આશ્ચર્યચકિત થઇ ગયા. તેંમણે કહ્યું “મિસ્ટર દીક્ષિત વિશ્વમાં આરોગ્યથી વધુ મહત્વપૂર્ણં કંઈ જ નથી. જો વિશ્વમાં અમે અમારા આરોગ્યનું ધ્યાન નહિ રાખી શકીએ તો અઢી લાખ કરોડ કોઈ કામના નથી. જો આપણે બીમાર પડીએ છીએ તો ડોક્ટર પાસે જઈએ છીએ હજારો કરોડ આધા પાછા કરી નાખીએ છીએ તો પણ તે કોઈ કામના નથી. અને માટી ના વાસણનો ઉપયોગ કરવાથી અમારૂ આરોગ્ય સારું રહે છે તેનાથી વર્ષો સુધી ડોક્ટર પાસે જવું નથી પડતું, દવા ખાવી નથી પડતી તો તેનાથી વધુ સારું શું કહેવાય?”

આ સાંભળીને રાજીવજી બોલ્યા કે એટલો સમય કેમ કાઢી શકો છો તો તેમને કહ્યું કે “મેનેજ કરું લયુ છું. અહીંયા દાળ મૂકી દીધી ત્યાં શાકભાજી મૂકી દીધી, મારે બીજા કામ માં ફાઈલો માં સહી કરવાની છે તે બધું મેનેજ કરું છું આ તો મેનેજમેન્ટની આખી વાત છે.”

ત્યારે તેમને સમજાયું કે આપણે એવી બહાનાબાજી કરીએ છીએ કે અમારી પાસે સમય નથી. વિશ્વમાં દરેક કામ કરી શકાય છે જો સાચા દિલ થી આપણે કામ કરવાનું સંકલ્પ કરીએ તો.

વિડીયો