આ કારણે તમારે છોડવું જોઈએ ફ્રીજનું પાણી અને પીવું જોઈએ માટલાનું પાણી જાણો કારણ

પાણીનું આપણા જીવનમાં ખુબ મહત્વ છે. દિવસમાં એક વખત ખાધા વગર રહી શકીએ છીએ પણ પાણી વગર રહેવું ખુબ મુશ્કેલ હોય છે. આજકાલ મોટાભાગના ઘરોમાં પાણીને ચોખ્ખુ કરવા માટે એક ફિલ્ટર મુકેલ હોય છે. ઉનાળાની સિઝનમાં પાણીને ઠંડુ કરવા માટે ફ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે પણ ફ્રીજનું પાણી પીવાથી સાંધાની તકલીફ થઇ જાય છે અને વધુ ઠંડું પાણી પીવાથી ગળું ખરાબ થઇ જાય છે તો તેવામાં ફ્રિજના બદલે માટલાના પાણીનો ઉપયોગ કરી શકો છો જેમાં પાણી રાખવાથી તે ઠંડુ પણ થઇ જશે અને ફિલ્ટર કરવાની જરૂર પણ નહી પડે. તે ઉપરાંત માટલા કે માટી ના વાસણ નું પાણી પીવાથી આરોગ્યને ઘણા ફાયદા પણ થાય છે.

ફ્રીજનું ઠંડું પાણી તમે ક્યારેય ન પીશો. તમારે જો પીવું જ છે તો માટલાનું પાણી પીવો. કેમ કે માટલામાં રાખેલ પાણીને તમે જયારે પણ ચેક કરશો તો તેનું તાપમાન 36 ડીગ્રી 35 ડીગ્રી ની આસપાસ હશે. અને જેમ કે આપણા શરીરનું તાપમાન 37 ડીગ્રી છે તો માટલાના પાણીનું તાપમાન અને આપણા શરીરનું તાપમાન લગભગ બરોબર હોય છે. માટે સદીઓ પહેલા આપણા આયુર્વેદમાં કહેવામાં આવેલ માટલાનું પાણી સારું. એટલા માટે આપણા દેશમાં વર્ષોથી લોકો માટીના માટલાનું પાણી પીતા આવ્યા છે.

* ફ્રીજમાં રાખેલ પાણી પીવાથીઆરોગ્યને ઘણી રીતે નુકશાન થાય છે તેવામાં માટલામાં પાણી ભરવું જોઈએ. તેમાં પાણી ઠંડુ રહે છે અને તેના ઉપયોગથી શરીરમાં ઘણા ફાયદા પણ થાય છે.

* ફ્રીજમાં પાણી ઠંડુ કરવા માટે તેને પ્લાસ્ટીકની બોટલમાં રાખવામાં આવે છે જેનાથી પ્લાસ્ટીકનો કચરો પાણીમાં જમા થઇ જાય છે જેનાથી ઘણી જાતની બીમારીઓ થવાની શક્યતા પણ રહે છે. તેનાથી બચવા માટે માટીના માટલાનો ઉપયોગ કરવો ઉત્તમ રહે છે.

* જુના જમાનામાં પાણીને સાફ કરવા માટે ફિલ્ટર ન હતા અને લોકો મોટાભાગના માટલામાં જ પાણી ભરીને રાખતા હતા જેમાં પાણી સાફ અને ઠંડુ રહે છે. માટીમાં ઘણા રોગો સામે લડવાની શક્તિ હોય છે અને માટે જ માટલામાં રાખેલ પાણી પીવાથી શરીર બીમારીઓથી દુર રહે છે.

* ઘણા લોકો ખાધા પછી તરત પાણી પીવે છે. ઉનાળામાં ફ્રીજમાં રાખેલ પાણી પીવાથી પાચન શક્તિ ખરાબ થઇ જાય છે તેવામાં માટીના માટલામાં રહેલ પાણી નો ઉપયોગ કરો.

* ઉનાળામાં બહાર થી તાપ માંથી આવીને પાણી પીવાની ઈચ્છા થાય છે અને વ્યક્તિ ફ્રીજમાંથી ઠંડું પાણી કાઢીને પીતા હોય છે જેનાથી ગળામાં ખરાશ, સોજો અને દુઃખાવો થવા લાગે છે. તેવામાં ફ્રીજના બદલે માટલાનું પાણી પીવાની ટેવ પાડવી જોઈએ.

મિત્રો સાથે સાથે આ વાત પણ અગત્ય ની છે માટીના માટલાને આ દેશમાં કરોડો કુંભારો દ્વારા બનાવવામાં આવે છે. પણ જ્યારથી પ્રેશર કુકર, પ્લાસ્ટીકની બોટલો, થર્મોકોલના ગ્લાસ વગેરે આવવાના શરુ થયા છે દેશના કરોડો કુંભારોની રોજગારી છીનવાઈ ગઈ છે. બિચારા કુંભાર માટીના દીવડા પણ વેચી નથી શકતા કેમ કે આપણે બધા દિવાળીના તહેવારમાં ચાઈના લાઈટ ખરીદીને પહેલા જ લક્ષ્મી ચીનને આપી દઈએ છીએ અને દિવાળીની રાત્રે પૂજા કરીએ છીએ કે લક્ષ્મી આપણા ઘેર આવે.

લોકો તમે સૌ જો ફરીથી માટલાનું પાણી પીવાનું શરુ કરશો તો ગરીબ કુંભારોના માટલા વેચાશે. ફ્રીજનું ઠંડું પાણી નઈ પીવો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને ગરીબ કુંભારોને રોજગારી મળશે. સરકાર દ્વારા આ દેશની કોઈપણ સમસ્યાનું સમાધાન નથી થવાનું. પણ દેશની જનતા પોતાની રીતે ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. આવો આપણે સાથે મળીને ગરીબ કુંભારોના Sale Promoter બની જઈએ. અને આ પોસ્ટને વધુમાં વધુ ને શેયર કરીને તેમનો માલ વેચાવીએ.