પગમાં મચકોડ કે મોચ નો સોજો અને મોચના દુખાવાથી આરામ મેળવવાના સરળ ઘરગથ્થું ઉપચાર

મોચકોડ અને સોજામાં તરત રાહત આપે છે આ ૨૮ ઘરગથ્થું ઉપચાર.

ક્યારેક પગ ખાડામાં પડી જવાથી પગમાં મચકોડાઈ જાય છે કે ચાલતા ચાલતા હાથ પગ મરડાઈ જવા કે ઈજા થવાને લીધે મોચ આવી જાય છે. મોચ આવવાથી તે અંગ ઉપર સોજો આવી જાય છે અને ખુબ દુખાવો થવા લાગે છે. આવો જાણીએ મોચ અને સોજો (Moch sujan) દુર કરવાના ઘરગથ્થું ઉપચાર.

ઉપાય : (Sprain treatment) મોચનો ઈલાજ :

૧. લાકડું-પથ્થર વગેરે લાગવાથી આવેલ સોજા ઉપર હળદર અને ખાવાનો ચૂનો એક સાથે વાટીને ગરમ લેપ કરવાથી અથવા આંબલીના પાંદડા ઉકાળીને બાંધવાથી સોજો ઉતરી જાય છે.

૨. અરણી ના ઉકાળેલ પાંદડાને કોઈપણ રીતે સોજા ઉપર બાંધવાથી અને ૧ ગ્રામ હાથથી વાટેલી હળદર ને સવારે પાણી સાથે લેવાથી સોજો દુર થઇ જાય છે.

૩. મોચ (Moch) અથવા ચોટને લીધે લોહી જામી જવાથી અને ગાંઠ પડી જવા ઉપર વડ ના કુણા પાંદડા અને મધ લગાવીને બાંધવાથી ફાયદો થાય છે.

૪. જાંબુડાના ઝાડની છાલની રાબના કોગળા કરવાથી ગળાના સોજામાં ફાયદો થાય છે.

૫. મોચ વાળી જગ્યાએ ચણા બાંધવા અને તેને પાણીથી પલાળતા રહો. જેમ જેમ ચણા ફૂલશે તેમ તેમ મોચ દૂર થતી જશે, આ ખુબ અસરકારક ઉપચાર માનવામાં આવે છે.

૬. સરસીયાનું તેલ અને હળદર ને ગરમ કરીને તેને મોચ વાળી જગ્યા ઉપર લગાવો અને તેની ઉપર એરંડિયાના પાંદડા ને મુકીને પાટો બાંધી દો.

૭. ૫૦ ગ્રામ તલના તેલમાં ૨ ગ્રામ અફીણ ને સારી રીતે ભેળવીને મોચ વાળા અંગ ઉપર માલીશ કરવાથી ખુબ ફાયદો મળે છે.

૮. ફટકડીનું ૩ ગ્રામ ચૂર્ણ ને અડધો કિલો ગરમ દૂધ સાથે લેવાથી મોચ અને અંદરના ઘાવ વહેલા ઠીક થઇ જાય છે.

૯. ૧૦-૧૦ ગ્રામ નૌસાદર અને કલમી થોરને વાટીને તેને ૨૦૦ ગ્રામ પાણીમાં ભેળવીને પછી તેમાં કપડું પલાળીને વારંવાર મોચ ઉપર લગાવવાથી તરત ફાયદો થાય છે.

૧૦. મોચ વાળી જગ્યા ઉપર મધ અને ચૂનો ભેળવીને તેનાથી દિવસમાં ૨-૩ વખત હળવું માલીશ કરવાથી તરત રાહત થાય છે.

૧૧. મોચ વાળી જગ્યા ઉપર સાગના પાંદડા અને લવિંગ ને વાટીને તેનો લેપ લગાવો. તેનથી ધીમે ધીમે મોચને લીધે આવતા સોજા અને દુખાવો દુર થઇ જાય છે.

૧૨. કડવા તેલમાં અજમો અને લસણ બાળીને તે તેલનું માલીશ કરવાથી દરેક પ્રકારની મોચ અને શરીરના દુખાવો દુર થઇ જાય છે.

૧૩. મોચ અને સોજા ઉપર ગ્વારપાઠા નો રસ લગાવવાથી પણ તરત રાહત મળે છે.

૧૪. પાનના પાંદડા ઉપર સરસીયાનું તેલ લગાવીને, તે પાંદડા ને હળવા ગરમ કરીને મોચ વાળી જગ્યા ઉપર બાંધી દો.

૧૫. પાનના પાંદડા કે આંબાના પાંદડાને સારી રીતે સાફ અને તેની ઉપર મીઠું લગાવીને મોચ વાળી જગ્યાએ બાંધવાથી ઘણો લાભ થાય છે.

૧૬. મોચ આવી જવા ઉપર આંબલીના પાંદડા ને વાટીને તેને હુંફાળું કરીને તેનો લેપ લગાવવાથી તરત જ રાહત મળે છે.

૧૭. અકસ્માતે ઘાવ લાગવાથી મીઠા માં કાળા તલ, સુકું નારીયેલ અને હળદર ભેળવીને વાટીને ગરમ કરીને ઘાવ વાળી જગ્યા ઉપર બાંધવાથી તરત જ રાહત મળે છે.

૧૮. તુલસીના પાંદડા નો રસ અને સરસીયાના તેલને એક સાથે ભેળવીને તેને થોડી થોડી વારે દિવસમાં ૪ થિ ૫ વખત મોચવાળી જગ્યા ઉપર લગાવવાથી સારું રહે છે.

૧૯. અખરોટના તેલનું માલીશ કરવાથી મોચ અને હાથ પગની એઠન દુર થઇ જાય છે.

૨૦. મીઠાને ધીમા તાપ ઉપર વધુ શેકીને ગરમ ગરમ જ કોઈ મોટા કપડામાં બાંધીને મોચ વાળી જગ્યા ઉપર સેક કરવાથી રાહત થાય છે.

૨૧. મીઠું અને સરસીયાનું તેલ એક સાથે ભેળવીને તેને ગરમ કરીને મોચ વાળી જગ્યા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.

૨૨. મીઠું અને હળદર ને ઝીણું વાટીને તેને મોચ ઉપર લગાવવાથી મોચ કે ઘાવ ને લીધે થતા દુખાવાથી તરત જ આરામ મળે છે.

સોજામાં કારેલા નું શાક ફાયદાકારક છે.

ઔષધિઓથી ઉપચાર :

બીજપુર – હાથ અને પગમાં મોચ આવે ત્યારે તેની ઉપર બીજપુર ફળના ૨ ટુકડા વાસણમાં ગરમ કરીને રોગીના શરીરમાં દુખાવા વાળી જગ્યા ઉપર લગાવવાથી રોગીને તરત રાહત મળે છે.

અલમપર્ની – અલમપર્ની ના મૂળને ગરમ કરીને દુખાવા વળી જગ્યા ઉપર ગરમ ગરમ લગાવવાથી રોગીને ફાયદો થાય છે.

બરફ – જો તમને હાથ કે પગમાં મોચ આવી ગઈ છે તો મોડું કર્યા વગર બરફ એક કપડામાં મુકીને સોજા વાળા ભાગ ઉપર લગાવો તેનાથી સોજો ઓછો થઇ જાય છે. બરફ લગાવવાથી સોજા વાળા ભાગ ઉપર લોહીનું સંચાલન સારી રીતે થવા લાગે છે જેનાથી દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગે છે.

હળદર – જો મોચ આવતાની સાથે જ થોડું એવું છોલાઈ ગયું છે તો તમે સૌ પહેલા એક વાટકામાં પાંચ છ લસણ ને વાટીને નાખ્યા પછી ધીમા તાપે થોડી વાર મુકો. ત્યાર પછી મોચ ઉપર ધીમે ધીમે આ તેલથી મસાજ કરો. પછી જુઓ આ તેલનો જાદુ. સરસીયુ અને હળદર ના એન્ટી-ઇન્ફલેમટોરી અને એન્ટી ફંગલ ગુણ બન્ને સોજા અને ઘાવ ને ઠીક કરવામાં મદદ કરે છે.

તુલસી – તુલસીનો છોડ તો દરેકના ઘરમાં મળે છે. ઘાવ લાગવા ઉપર તરત તુલસીના થોડા પાંદડા વાટીને પેસ્ટ બનાવી લો અને તેને ઘાવ વાળી જગ્યા ઉપર લગાવો. તુલસીના ઔષધીય ગુણ પોતાનો ચમત્કાર બતાવશે.

દૂધ – દુખાવો ઘાવ લાગવાથી હોય કે મોચ લાગવાથી, હળદર વાળું દૂધ પીવાનું ન ભૂલશો. તે દર્દનિવારક કે પેનકિલર જેવું કામ કરે છે.