વિડીયો : જન્મથી બહેરી બાળકીના કાનમાં લગાવ્યું મશીન, માં નો અવાજ સાંભળી આપ્યું આવું રીએક્શન

કાન આપણા શરીરનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. તેના વગર જીવવું ઘણું જ મુશ્કેલ હોય છે. આમ તો દુર્ભાગ્યથી ઘણા લોકો એવા હોય છે જેના કાનની સાંભળવાની શક્તિ જતી રહે છે. તેવામાં આ લોકો માટે જીવવું ઘણું અલગ એવું બની જાય છે. અને તેમાં પણ અમુક લોકો એક ચોક્કસ ઉંમર પછી પોતાની સાંભળવાની શક્તિ ગુમાવી બેસે છે, તો અમુક જન્મથી જ બહેરા જન્મતા હોય છે.

હવે જરા વિચારો તમે જન્મથી અત્યાર સુધી કોઈ પણ અવાજ નથી સાંભળ્યો. ત્યાર પછી અચાનક તમારા કાનમાં સાંભળવાનું મશીન લગાવી દેવામાં આવે અને પહેલો અવાજ તમે તમારી માતાનો સાંભળો, તેવામાં તમારું પહેલું રીએક્શન શું હશે? તમે કેવું અનુભવશો? એ વસ્તુ અમે તમને એક વિડીયોમાં દેખાડવા જઈ રહ્યા છીએ.

ખાસ કરીને આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે, સવારે સવારે એક માતા પોતાની દીકરીના કાનમાં મશીન લગાવે છે. ત્યાર પછી તે તેને હલ્લો કહે છે. માતાનો અવાજ પોતાના કાનમાં જતા જ બાળકી આનંદથી ખખડી ઉઠે છે.

આ આખું દ્રશ્ય જોઈને ઘણું જ સારું અને રસપ્રદ લાગે છે. આ વિડીયોને સોશિયલ મીડિયા ઉપર પૉલ એડીશન (Paul Addison) નામના એક વ્યક્તિએ શેયર કર્યો છે. તે બાળકીના પિતા છે. તેમણે વિડીયો શેયર કરતા કેપ્શન લખ્યું, ‘જયારે સવારે સવારે દીકરીના કાનનું નવું મશીન ચાલુ થયું…’

વિડીયોના વાયરલ થતા જ તે આગની જેમ ફેલાઈ ગયો. અત્યાર સુધી આ વિડીયો લાખો લોકો જોઈ ચુક્યા છે. જેમણે પણ આ અદ્દભુત દ્રશ્ય જોયું તેમની આંખો ખુશીથી ભીની થઈ ગઈ. લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપવા આપવા લાગ્યા. કોઈએ કહ્યું કે આ ઘણી જ ક્યુટ અને વ્હાલી બાળકી છે. અને બીજાએ કહ્યું કે, બાળકીના કાનમાં પહેલો અવાજ માં નો પડ્યો. તેને એ અવાજ ઘણો મીઠો લાગ્યો હશે. ત્યારે તો તે આટલી ખખડીને હસી રહી છે.

અને ઘણા લોકો આ વિડીયો જોઇને ભાવુક પણ થયા. તેમને દુઃખ થયું કે એક નાની એવી બાળકીએ અત્યારથી આવા પ્રકારનું મશીન સાંભળવા માટે લગાવવું પડી રહ્યું છે. આમ તો આ બાળકી ઘણા લોકો માટે પ્રેરણા રૂપ પણ બની રહી છે. પોતાની ખામીથી આ બાળકીને જરા પણ ફરક નથી પડતો. તે ઘણી ખુશ જોવા મળી રહી છે.

આવા જ વિડીયો જોઈને આપણને પણ જીવનમાં મોટીવેશન મળતું રહે છે, ખરેખર બાળકો ઘણા વ્હાલા અને અદ્દભુત હોય છે. તે આપણને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. અમારો દાવો છે કે આ વિડીયો જોયા પછી તમે પણ ઘણા ભાવુક બની જશો, તો આવો વિડીયો જોઈ લઈએ. આપણે બધા જાણી શકીએ કે આપણી તકલીફો આ બાળકીના જીવન આગળ ઘણી નાની એવી છે. એટલા માટે આપણે પણ આ બાળકીની જેમ દરેક પરિસ્થિતિમાં હસતા રહેવું જોઈએ.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.