વિડીઓ : આ છે કમાલનું મશીન. એક તરફથી કચરો નાંખો બીજી તરફ તરફથી ખાતર તૈયાર

 

એક ભારતીયની શોધ મોટો ફેરફાર લાવી શકે છે. સિનર્જી મિટીયરએ ઇકોનીલ નામનું એક મશીન આપણા ભારતીયએ બનાવેલ છે, જે ભીના ઓર્ગેનિક કચરાને ક્યારેય પણ ખાતર બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.

તે ઓટોમેટીક કમ્પોસ્ટીંગ મશીન ૨૪ કલાક કામ કરે છે અને તેને રસોડા, ઘર, મોલ, થીએટર, કેન્ટીન, રેસ્ટોરંટ, ઓફિસો, હોસ્પિટલ, સ્કુલ કે કોલેજમાં ક્યાય પણ લગાવી શકાય છે.

આ મશીન ૨૫/૫૦/૧૦૦/૨૦૦ કિલોની ક્ષમતા વાળા આવે છે. આમ તો તેની વધુ ક્ષમતાની જરૂર હોય તો તે પણ ઉમેરો કરી શકાય છે. ઘરો અને બીજી જગ્યાઓ ઉપર નીકળતા ભીના કચરાની મોટી સમસ્યા છે, પણ ઇકોલીને આ કચરાને એક ઉપયોગી ખાતરમાં બદલી નાખેલ છે.

તેને ઘરના બગીચા અને ખેતરોમાં ઉપયોગ કરી શકાય છે. સિનર્જીના સ્થાપક અને મેનેજીંગ ડાયરેક્ટર શેખર સી જિંદલએ કહ્યું કે મશીનમાં થર્મોકોલીક બેક્ટેરિયાને પહેલા લોડ કરવામાં આવે છે, જે ૨૪ કલાકમાં કચરામાંથી ખાતરમાં બદલી નાખે છે.

આવો કચરો નાખવાનો રહેશે

શેખરે જણાવ્યું કે જો સારી રીતે ધ્યાન આપવામાં આવે તો, બેક્ટેરિયા આખી જિંદગી કામ કરી શકે છે. કપાયેલા શાકભાજી, ફળો, વધેલું ભોજન, બગીચાનો કચરો, અને શાકાહારી સિવાયનું વધેલું ભોજન મશીનમાં નાખી શકાય છે.

આ વસ્તુઓ ન નાખવી

આમ તો કોલસા, હાડકા, ડેરીની બનાવટો, પાળેલા જનાવરો નું મળ, પ્લાસ્ટિક, ધાતુ, દવાઓ, જંતુનાશક, કપડા, ટેપ, નારિયેળના છોતરા,રબર, કંચ, સિગરેટ, બેટરી, એસીડ અને બીજી અકાર્બનીક વસ્તુઓ તેમાં ન નાખવી જોઈએ.

શેખરે જણાવ્યું કે આ બનાવટ ખુબ ઓછી વીજળી વાપરે છે. આ પ્રક્રિયા પૂરી થાય તો પાણી, ગંધ કે અવાજ પદુષણ વગેરે થતું નથી અને તેની સાથે જ તે ખુબ ઓછી જગ્યામાં રાખી શકાય છે.

વિડીયો –