શુદ્ધ મધની ઓળખ અને ઉપયોગક્લિક કરી ને જાણો રીત અને નકલી મધ ને ઓળખી લો

બજાર અને તમારા ઘરના દરવાજા ઉપર તમને મધ વેચવા વાળા જોવા મળશે પણ શું તમને ખબર છે કે શુદ્ધ મધ કેવી રીતે ઓળખવામાં આવે છે ભેળસેળ થી બચવા માટેની તમને ખબર હોવી જોઈએ કે જે મધ તમે ખરીદી રહ્યા છો તે અસલી છે કે નકલી અમે તમને એ પણ જણાવિશુ કે શુદ્ધ મધના કેવી ઉપયોગીતા છે.

૧. શુદ્ધ મધમાં સુગંધ આવે છે અને તે ઠંડીમાં જામી જાય છે અને ગરમીમાં ઓગળી જાય છે.

૨. મધના થોડા ટીપા પાણીમાં નાખો જો તે ટીપા પાણીમાં ટકી રહે તો મધ અસલી છે અને મધનું ટીપું પાણીમાં ભળી જાય છે તો મધમાં ભેળસેળ છે.

૩. રૂ ની વાટ બનાવીને મધમાં પલાળીને સળગાવો જો વાટ સળગતી રહે તો મધ શુદ્ધ છે.

૪. એક જીવતી માંખી પકડીને મધમાં નાખો તેની ઉપર મધ નાખીને માખીને દબાવી લો મધ અસલી હશે તો માખી મધમાંથી પોતાની જાતે જ નીકળી જશે અને ઉડી જશે કેમ કે માખીને પાંખો ઉપર મધ નહી ચોંટે.

૫. કપડા ઉપર મધ નાખો અને લૂછો અસલી મધ કપડા ઉપર ચોંટશે નહિ.

૬.શુદ્ધ મધ કુતરા ક્યારેય પણ નથી ખાતા.

૭.કાગળ ઉપર મધ નાખવાથી નીચે ડાઘ પડતો નથી.

હવે આવો અને જાણો ઘરમાં શુદ્ધ મધ રાખવું કેમ જરૂરી છે.

અનેક રોગોમાં મધ નો ઉપયોગ :

૧. ઘણા બાળકો રાત્રે સુતી વખતે પથારીમાં પેશાબ કરી દે છે. આ એક બીમારી કહેવાય છે. સુતા પહેલા રાત્રે મધનું સેવન કરાવતા રહેવાથી બાળકોને ઊંઘમાં પેશાબ નીકળી જવાનો રોગ દુર થઇ જાય છે.

૨. એક ચમચી શુદ્ધ મધ ઠંડા પાણીમાં ભેળવીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે. એક ચપટી સુઠ ને થોડા મધ સાથે ભેળવીને ચાટવાથી ઘણો ફાયદો થાય છે. બે તુલસીના પાંદડા વાટી લો. પછી તે ચટણી ને અડધી ચમચી મધ સાથે સેવન કરો.

૩. રાત્રે સુતી વખતે એક ગ્લાસ હુફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવીને પી લો. તેના ઉપયોગથી સવારે પેટ સાફ થઇ જાય છે.

૪. એક ગ્લાસ પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ ભેળવીને લેવું જોઈએ. તેનાથી અજીર્ણ નો રોગ દુર થઇ જાય છે કે મધમાં બે કાળા મરી નું ચૂર્ણ ભેળવીને ચાટવું જોઈએ કે પછી અજમો થોડો અને સુઠ બન્નેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને મધ સાથે ચાટો. મધને થોડા હુફાળા પાણી સાથે લેવું જોઈએ.

૫. મધમાં વરીયાળી, ધાણા અને જીરૂનું ચૂર્ણ બનાવીને ભેળવી લો અને દિવસમાં ઘણી વખત ચાટવાથી ઝાળા બંધ થઇ જાય છે.

૬. અજમાનું ચૂર્ણ એક ચપટી ને મધ સાથે લેવું જોઈએ. દિવસમાં ત્રણ વખત આ ચૂર્ણ લેવાથી પેટની જીવાત મરી જાય છે.

૭. ધાણા અને જીરું લઈને ચૂર્ણ બનાવી લો અને મધ ભેળવીને ધીમે ધીમે ચાટવું જોઈએ, તેનાથી અલ્મપિત્ત દુર થઇ જાય છે.

૮. વરીયાળી, ધાણા અને અજમો આ ત્રણે ને સરખા ભાગે લઈને વાટી લો. પછી આ ચૂર્ણમાં થી અડધી ચમચી ચૂર્ણને મધ સાથે સવાર, બપોર અને સાંજે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી કબજિયાત દુર થાય છે.

૯. ત્રિફળા નું ચૂર્ણ મધ સાથે સેવન કરો. તેનાથી કમળા નો રોગ દુર થઇ જાય છે. ગીલોય નો રસ ૧૨ ગ્રામ મધ સાથે દિવસમાં બે વખત લો. લીમડાના પાંદડાનો રસ અડધી ચમચી મધ સાથે સવાર સાંજ સેવન કરવું જોઈએ.

૧૦. માથા ઉપર શુદ્ધ મધનો લેપ કરવો જોઈએ. થોડા સમયમાં માથાનો દુખાવો દુર થઇ જશે. અડધી ચમચી મધ અને એક ચમચી દેશી ઘી ભેળવીને માથા ઉપર લગાવવું જોઈએ. ઘી અને મધ ને સુકાઈ ગયા પછી ફરી વખત લેપ કરવો જોઈએ. જો પિત્ત ને લીધે માથાનો દુખાવો હોય તો બન્ને કાનપટ્ટી ઉપર મધ લગાવો. સાથે જ ઠંડુ મધ પણ ચાટવું જોઈએ.

મધ વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> પ્રાચીન સમય થી થાય છે મધ નો ઔષધીય ઉપયોગ આપે છે ખુબ જ સારા સ્વાસ્થ્ય લાભ

મધ વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> ઘઉં ની રાખ અને મધ સાથે નો આ પ્રયોગ કરશે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો મૂળમાંથી ખત્મ

મધ વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> રાણી વેચવા નો ધંધો કરી ને વર્ષે કમાય છે કરોડો રૂપિયા જાણો આ ધંધા નું A ટુ Z