રાણી વેચવા નો ધંધો કરી ને વર્ષે કમાય છે કરોડો રૂપિયા જાણો આ ધંધા નું A ટુ Z

સાંભળવામા આ વાત જરા વિચિત્ર લાગે છે એક માણસે 500-500 રૂપિયા માં એક એક ‘રાણી’ વેચીને કરોડો રૂપિયાનો વેપાર ઉભો કરી દીધો. ન તો અત્યારે રાજા રાણી નો જમાનો છે, ન તો અહીંયા રાણીઓ વેચાય છે, તો આ વ્યક્તિ કઈ રાણીનો વેપાર કરે છે?

ખરેખર વાત આમ છે કે જે એક રાણીનું વેચાણ 500 રૂપિયામાં થઇ રહ્યું છે તે મધમાખીઓની રાણી ની ‘ક્વીન બી’ છે અને તેનો વેપાર કરવાવાળો વ્યક્તિ છે પંજાબના કપૂરથલા ના રહેવાસી શ્રવણ સિંહ ચાંડી. દેશમાં મધનો વર્ષનો વેપાર લગભગ 80 હજાર ટનનો છે.

આમ તો તમારી પાસે પણ આ મોકો છે કે ઓછા પૈસા અને ઓછી જાણકારી હોવાથી તમે ‘રાણી’ મધમાખીનો વેપાર પણ કરી શકો છો. આવો જાણીએ ક્વીન-બી થી જોડાયેલ ધંધા અને તેની સાથે જોડાયેલી થોડી રોચક વાતો…

45 દિવસમાં તૈયાર થાય છે રાણી

ક્વીન-બી તૈયાર કરવા માટે એક વિશેષ કિટ ની જરૂર પડે છે. જે બ્રિટન અને યુએસએ થી આયાત કરવામાં આવે છે.

રાની માખી તૈયાર કરવા માટે 45 દિવસ ની પ્રક્રિયા થાય છે. બધી પ્રક્રિયા 69 ડિગ્રી સેલ્સિયશ તાપમાન માં થાય છે.

આ કીટની ટ્યુબ્સમાં મધમાખીનાં પૂળા માંથી રાણી માખીની લાળ રાખવામાં આવે છે.

એક દિવસ પછી આ ટ્યૂબમાં એક પછી એક સુધી દસ નર મધમાખી (ડ્રોન ) થી બ્રીડીંગ કરાવવાની હોય છે.

આ પ્રક્રિયા દરમિયાન અગત્યની ટેક્નિક,ટ્રેનિંગ અને ટુલ્સ ની પણ જરૂરિયાત રહે છે, જેનાથી બ્રીડીંગ માં નુકશાન ન થાય.

45 માં દિવસે માખી તૈયાર થઇ જાય છે. ત્યાર પછી મધ ઉત્પાદન કરવાવાળા ને વેચી દેવામાં આવે છે.

500 રૂપિયામાં વેચાય છે એક રાણી

ક્વીન-બી બ્રીડર શ્રવણ સિંહ ચંડી પ્રમાણે રાની મધમાખી કાયાપાર મધ પ્રોડક્શન થી વધુ ફાયદાકારક છે.

કૃત્રિમ રૂપથી તૈયાર કરવામાં આવેલી રાણી ની આગવી ઓળખ હોય છે તને માથા ઉપર એક ટેંગ લાગેલી હોય છે.
એક બોક્ષમાં મધ ઉત્પાદનથી એક વર્ષમાં 2 થી 3 હજાર રૂપિયા એક વર્ષમાં કમાઈ શકાય છે પરંતુ ક્વીન થી લાખો રૂપિયા કમાઈ શકાય છે

એક બ્રીડ બોક્સ થી ૪૫ દિવસ માં 300 રાણી મધમાખીઓ બનાવી શકાય છે. એક મધમાખીની કિંમત 500 રૂપિયાથી પણ વધારે હોય છે.

માત્ર 45 દિવસ પછી જ એક બ્રીડ બોક્સથી 1.5 લાખ રૂપિયા સુધી કમાઈ શકાય છે. આમ તો મધ ઉત્પાદનમાં વધુ સમય લાગે છે.

મધ ની વધુ કિંમત ને લીધે એક માખીની કિંમત 800 રૂપિયા સુધી થઇ જાય છે.

એક્સપોર્ટ પણ કરે છે રાણી ને

શ્રવણ સિંહ ચાંડી દેશના સૌથી મોટા ક્વીન-બી બ્રીડર્સ છે. મધ ઉત્પાદનનો પણ ખુબ મોટો વેપાર છે.

તેમને ક્વીન બ્રીડ ઉત્પાદન માટે પંજાબ અને ભારત સરકાર તરફથી ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે.

ચાંડી દર વર્ષે 5 કરોડ રૂપિયાથી વધુ કમાય છે. દેશ ની ડીલેવરી સિવાય તેઓ રાણી મધમાખીઓની નિકાસ પણ કરે છે.

વર્તમાનમાં તેઓ પ્રોગ્રેસિવ બી કીપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ના અધ્યક્ષ છે અને ઘણી જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવે છે.

એક બોક્સ માં ૮૦ હજાર મધમાખી હોય છે

મધ ઉત્પાદન કરવા વાળા બોક્ષ કે છતે માં 80 હજાર સુધી મધમાખીઓ હોય છે, તેમાં ફક્ત એક રાણી માખી હોય છે.

છતાંમાં એક રાણી સિવાય ડ્રોન,નર્સ અને કારીગરો હોય છે. જેમનું અલગ અલગ કામ વહેચાયેલું હોય છે.

એક રાણી માખીની ઉંમર 5 વર્ષ હોય છે, જયારે કામ કરવાવાળા 45 દિવસ અને ડ્રોન માખીઓ 3 મહિના સુધી જીવે છે.

રાણી માખી નું કામ નર મધમાખી સાથે સંપર્ક માં આવીને ફક્ત બચ્ચા પેદા કરવાનું હોય છે.

રાણી માખી ના શરીરમાં એક ખાસ સુગન્ધિત પદાર્થનો સ્ત્રાવ થાય છે જેનાથી તે ઘર ના બધા વર્કરો સાંજે પાછા ત્યાંજ આવી જાય છે.

છતાં માં એક નર્સ મધમાખી પણ હોય છે જેનું કામ મરેલી માખીઓને કાઢવાનું અને બચ્ચાઓને ભોજન આપવાનું છે.

ફક્ત ૨૦ હાજર રૂપિયા થી શરુ કરી શકો છો તમે આ વ્યવસાય

તમે પણ રાણી મધ મખીઓનો વેપાર કરી શકો છો તેના માટે શરૂઆતમાં ફક્ત 20 હજાર રૂપિયા ની જરૂર પડે છે.

30 મધ માખીઓને બનાવવા માટે ની કીટ ફક્ત 45 ડોલર માં મંગાવી શકાય છે.

આ બંને કીટ ઘણી ઓનલાઇન સાઇટ્સ પર પણ મળી જાય છે,પરંતુ તે પહેલા તમે કોઈ જાણકારની સલાહ જરીરથી લઈ લો.

આ સિવાય પંજાબ એગ્રીકરચલ યુનિવર્સીટી સહિત ની ઘણી યુનિવર્સીટી આની ટ્રેનિંગ પણ આપે છે. 3400 કરોડ રૂપિયાનો છે આ વેપાર.

ભારતમાં મધ નો કારોબાર આશરે 3400 કરોડ રૂપિયા નો છે. તેમાં કાચો અને પ્રોસેસ કરેલો પણ સાથે છે.

દેશમાંઆશરે 2.5 લાખ ખેડૂતો બી કીપિંગ એટલે કે મધમાખી ઉછેર કરે છે.

સૌથી વધુ મધમાખીપાલકો 33000 પંજાબ રાજ્ય માં છે. તે સિવાય મહારાષ્ટ્ર,ગુજરાત વગેરે રાજ્ય આવે છે.

ભારતની સરેરાશ મધ ઉત્પાદન 15.32 કિલોગ્રામ દર વર્ષે પ્રતિ કોલોની કે બોક્ષ છે. જયારે પંજાબ નું 35 કિલોગ્રામ છે.

આખી દુનિયામાં સરેરાશ ઉત્પાદન માં પંજાબ સૌથી ઉપર છે, દુનિયાનું સરેરાશ ઉત્પાદન 28 કિલોગ્રામ છે.