જ્યારે હવા હવાઈ બનીને માધુરીએ સ્ટેજ ઉપ લગાડી આગ તો લાગણીશીલ બની ગઈ જાહનવી, અહિયાં જુવો વિડીયો

બોલીવુડની ચાંદની એટલે શ્રીદેવી ભલે આપણી વચ્ચે નથી રહી, પરંતુ તે આપણા દિલમાં જીવિત છે. આજે બોલીવુડની તમામ અભિનેત્રીઓ શ્રીદેવી જેવી બનવા માંગે છે. દરેક તેની સુંદર અદાઓની નકલ કરવા માંગે છે. અને એવું બને જ ને, કેમ નહિ? બોલીવુડની ચાંદનીની અદાઓ સૌથી અલગ અને મસ્તીથી ભરપુર હતી, જો કે દરેકના દિલમાં રાજ કરે છે. બોલીવુડની ચાંદનીનો રોલ આમ તો કોઈપણ કરવા માટે થનગને છે, પરંતુ એ તક ધક ધક ગર્લને મળે છે. તો આવો જાણીએ તેના વિષે વિશેષ.

બોલીવુડની ધક ધક ગર્લ એટલે માધુરી દીક્ષિતનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે શ્રીદેવીની જેવી અદાઓ કરતી જોવા મળી રહી છે. માધુરી દીક્ષિતનું એ પરફોર્મસ જોઇને પોતે ચાંદનીની દીકરી જાહનવી લાગણીશીલ બની ગઈ. હાલમાં જ ગોલ્ડન રોઝ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારોએ શ્રીદેવીને યાદ કરી અને તેને શ્રધાંજલિ આપી. તે દરમિયાન બોલીવુડના તમામ મોટા કલાકારો હાજર હતા. વાતાવરણ બરોબર જામી ગયું હતું, પરંતુ ત્યારે ધક ધક ગર્લએ એક વખત ફરી સૌના દિલના ધબકારા તેજ કરી દીધા.

હવા હવાઈ બનીને માધુરીએ લોકોના ધબકારા વધારી દીધા :

એવોર્ડ શો નું વાતાવરણ એકદમ જામી ગયું હતું. એક તરફ મસ્તી-મજાક ચાલી રહી હતી. બોલીવુડ કલાકાર પોતાની સુંદરતાથી સાંજને આનંદિત બનાવી રહ્યા હતા કે ત્યારે અચાનકથી સ્ટેજ ઉપર વીજળી પડે તેમ ધક ધક ગર્લએ એન્ટ્રી કરી. માધુરીની એન્ટ્રી ઉપર દરેક ચોંકી ગયા, કેમ કે તે શ્રીદેવી બનીને સ્ટેજ ઉપર આવી. માધુરીએ સ્ટેજ ઉપર ખુબ ધમાલ મચાવી. શ્રીદેવીનું ગીત હવા હવાઈ ઉપર માધુરીએ તેના અભિનયની નકલ કરી અને એક સુંદર પરફોર્મસ આપ્યું. માધુરીનું આ પરફોર્મસ દરેકને પસંદ આવ્યું.

માધુરી દીક્ષિતનો આ ડાંસ જોઇને જાહનવી કપૂર એકદમથી લાગણીશીલ બની ગઈ. કેમ કે તેને પોતાની માં યાદ આવી ગઈ. માધુરીએ આ પરફોર્મસને ખુબ સારી રીતે કર્યુ. સ્ટેજ ઉપર જયારે માધુરી ડાંસ કરી રહી હતી, ત્યારે એવું લાગી રહ્યું હતું કે આ કોઈ બીજું નહિ, પરંતુ શ્રીદેવી પોતે આ પરફોર્મસ કરી રહી છે. એટલું જ નહિ, માધુરી દીક્ષિતએ આ ડાંસ પરફોર્મસ માટે શ્રીદેવીના એક એક સ્ટેપની નકલ કરી હતી.

આ ડાંસ માટે માધુરીએ વહાવ્યો ઘણો પરસેવો :

શ્રીદેવી જેવી દેખાવા અને તેની અદાઓની નકલ કરવી કોઈપણ અભિનેત્રી માટે સરળ નથી. એવું જ કાંઈક માધુરી દીક્ષિત સાથે પણ થયું. માધુરીએ પોતે એ કબુલ કર્યુ કે આ પરફોર્મસ માટે તેને થોડા મહિના પહેલાથી જ પરસેવો વહાવવો પડ્યો અને તેના માટે તેને સખત મહેનત પણ કરી. માધુરીના એક એક સ્ટેપ ખરેખર શ્રીદેવીની યાદ અપાવી રહ્યા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.