ઘણી સુંદર છે માધુરી દીક્ષિતની બહેન, પહેલી વખત કેમેરામાં કેદ થઈને આવી સામે

બોલીવુડમાં કામ કરતી હિરોઈન ઘણી સુંદર હોય છે, જેમાં માધુરી દીક્ષિતનું નામ તો દરેક જાણે જ છે. પરંતુ તમે કદાચ જ સાંભળ્યું હશે કે માધુરીની બહેન, ભાઈ કે કુટુંબ તેની સાથે કોઈ ફિલ્મોમાં કે કોઈ ઈવેંટમાં જોવા મળી હોય. લગ્ન પછી તે પોતાના પતિ અને બાળકો સાથે ઘણી વખત જોવા મળી છે, પરંતુ પોતાના પિયર પક્ષના લોકો સાથે જોવા નથી મળી. પરંતુ હાલમાં જ તેમની બહેન જોવા મળી અને તે ઘણી સુંદર છે માધુરી દીક્ષિતની બહેન, તમારે તેને જરૂર જોવી જોઈએ.

ઘણી સુંદર છે માધુરી દીક્ષિતની બહેન :

બોલીવુડની અતિ સુંદર હિરોઈન માધુરી દીક્ષિતની સુંદરતા તો તમે ફિલ્મોમાં જોઈ જ લીધી હશે. હવે અમે તમને તેમના ભાઈ બહેનો વિષે જણાવીએ છીએ. માધુરી દીક્ષિતને બે બહેનો અને એક ભાઈ છે, તેમાંથી અમે તમને તેમની બહેન રૂપા દીક્ષિત વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે અતિ સુંદર છે. રૂપા ઘણી સરળ સ્વભાવની છોકરી છે, અને પોતાનું મન અભ્યાસમાં લગાવી રહી છે. તેને ફિલ્મોમાં કોઈ રસ નથી રહ્યો એટલા માટે તે બહેનની કારકિર્દીથી દુર રહેતી હતી.

ઈન્ટરનેટ ઉપર તમને એક કે બે ફોટા જોવા મળી જશે, પરંતુ સોશિયલ મીડિયા ઉપર પણ તેનું તમને કોઈ એકાઉન્ટ જોવા નહિ મળે. તે લાઈમલાઈટ જરાપણ પસંદ કરતી નથી, પરંતુ હાલમાં જ તે પોતાની બહેન માધુરી દીક્ષિત નેને સાથે મુંબઈમાં જોવા મળી, અને તેમનો એ ફોટો પણ ઘણો વાયરલ થયો. ફોટામાં તમે જોયું જ હશે કે, માધુરીની બહેન રૂપા તેનાથી ઓછી સુંદર નથી.

માધુરીની બે બહેનો રૂપા અને ભારતી દીક્ષિત છે, જયારે એક ભાઈ અજીત દીક્ષિત છે. માધુરી મરાઠી કુટુંબ સાથે સંબંધ ધરાવે છે અને તેનો જન્મ પણ મુંબઈમાં જ થયો હતો. માધુરી એક મધ્યમ વર્ગના કુટુંબની હતી પરંતુ પોતાની કારકિર્દી તેમણે પોતાની મહેનત અને કૌશલ્યના બળ ઉપર બનાવી.

માધુરી દીક્ષિતે બોલીવુડમાં ફિલ્મ ‘અબોધ’ થી પોતાની કારકિર્દીની શરુઆત કરી જે વર્ષ ૧૯૮૪માં આવી હતી. ત્યાર પછી માધુરી દીક્ષિતે મોટાભાગે સફળ ફિલ્મોમાં જ કામ કર્યું છે, અને એક જમાનામાં તે શ્રીદેવી જેવી સુપરસ્ટારને પણ ટક્કર આપતી હતી. આજે પણ તેની સુંદરતાના બધા દીવાના છે. વર્ષ ૧૯૯૦માં માધુરીએ ભારતીય મૂળના અમેરિકી ડોક્ટર રામ નેને સાથે લગ્ન કરી લીધા હતા, અને હવે તેને બે દીકરા છે. રામ નેને હાર્ટ સર્જન છે અને હવે મુંબઈમાં શિફ્ટ થઈને પોતાની પત્નીના પ્રોડક્ટ હાઉસમાં રોકાણ કરે છે, અને પોતાની પ્રેક્ટીસ પણ ત્યાં કરે છે.

માધુરીએ બોલીવુડમાં ‘હમ આપકે હે કોન’, ‘દિલ તો પાગલ હે’, ‘દિલ’, ‘દેવદાસ’, ‘તેજાબ’, ‘સાજન’, ‘ખલનાયક’, ‘બેટા’, ‘પુકાર’, ‘રાજા’, ‘કોયલા’, ‘અંજામ’, ‘રામ લખન’, ‘હમ તુમ્હારે હે સનમ’, ‘જમાઈ રાજા’, ‘કિશન કનૈયા’, ‘દયાવાન’, ‘આરઝૂ’, ‘સંગીત’, ‘ત્રિદેવ’, ‘યારાના’, ‘પ્રેમ ગ્રંથ’, ‘પ્રતિજ્ઞા’, ‘મોહબ્બત’ જેવી ફિલ્મોમાં મુખ્ય હિરોઈન તરીકે કામ કર્યું છે. તેમની હાલમાં રીલીઝ ફિલ્મ ‘ટોટલ ધમાલ’ હતી જેમાં ઘણા વર્ષો પછી તે અનીલ કપૂર સાથે જોવા મળી હતી અને તે ફિલ્મ સુપરહિટ થઇ.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.