માધુરી સાથે અફેયર નહિ પણ આ લોકોને કારણે સંજય દત્ત અને રિચા શર્માના છૂટાછેડા થયા હતા

બોલીવુડના જાણીતા અભિનેતા સંજય દત્ત પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને લઈને ઘણા સમાચારોમાં રહેતા હતા. જેવી રીતે સંજયે પોતાની પ્રોફેશનલ લાઈફમાં ઉતાર ચડાવ જોયા છે, તેવી રીતે જ તેની પર્સનલ લાઈફમાં પણ ઘણું ઉથલ પાથલ રહી. પોતાના વિવાહિત જીવનમાં સંજયને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. સૌથી પહેલા સંજય દત્તના લગ્ન ૧૯૮૭માં હિરોઈન રીચા શર્મા સાથે થયા હતા. રીચા સાથે છૂટાછેડા લીધા પછી સંજયે બીજા લગ્ન રીચા પિલ્લઈ સાથે કર્યા હતા અને તેના ત્રીજા લગ્ન માન્યતા દત્ત સાથે થયા અને બંને આનંદપૂર્વક જીવન પસાર કરી રહ્યા છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે ખરેખર રીચા શર્મા સાથે સંજય દત્તના લગ્ન કેમ તૂટ્યા અને તેની પાછળનું કારણ શું હતું?

સંજય સાથે લગ્ન કર્યા પછી રિચાએ ફિલ્મી કારકિર્દી છોડી દીધી હતી. બંને વચ્ચે બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે ખબર પડી કે રીચાને બ્રેન ટ્યુમર થઇ ગયું હતું અને તે તેના ઈલાજ માટે અને તેના પિતા પાસે યુએસ જતી રહી. યુએસમાં 3 વર્ષ ઈલાજ કરાવ્યા પછી રિચા ભારત પાછી ફરી તો તેને ખબર પડી કે સંજય દત્તનું નામ માધુરી દીક્ષિત સાથે જોડાવા લાગ્યું છે અને દરેક સ્થળે તેના અફેયરના સમાચારો છે.

જયારે રીચા શર્માને એ વાતની ખબર પડી તો તે સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. રીચાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું, હું ઈચ્છું છું કે સંજય મારા જીવનમાં પાછો આવી જાય. અને બંને લાંબા સમયથી એક બીજાથી અલગ રહ્યા છીએ. મેં સંજયને પૂછ્યું કે તે મારી સાથે છૂટાછેડા લેવા માટે છે, તો તેણે કહ્યું હતું નહિ. હું પણ છૂટાછેડા લેવા માગતી ન હતી. બસ હું તેને મારા જીવનમાં પાછો લાવવા માગું છું. કાંઈ પણ થયું હોય હું તેની સાથે ઘણો પ્રેમ કરું છું. હું હંમેશા તેની સાથે ઉભી રહીશ.

રીચા અને સંજય બંને જ પોતાના લગ્નને બચાવવાના પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ત્યારે ખબર પડી કે રીચાને ફરી ટ્યુમર થઇ ગયું છે. ત્યાર પછી રીચાને ફરી વખત યુએસ જવું પડ્યું. ત્યાર પછી બંને વચ્ચે અંતર એટલું વધી ગયું કે સંજય અને રીચાને છૂટાછેડા લેવા પડ્યા હતા. રીચાની બહેન અનાએ સંજય અને રીચાના છૂટાછેડાનું કારણ માધુરી દીક્ષિતને ગણાવી હતી.

તેમણે જણાવ્યું હતું, માધુરીમાં જરાપણ માણસાઈ નથી. માધુરીને કોઈ બોજો પણ મળી શકતો હતો. માધુરીએ એક એવો છોકરો પસંદ કર્યો. જે પહેલાથી પરણિત છે. અને પોતાના અને રીચાના છૂટાછેડા માટે સંજય દત્ત અને રીચાના કુટુંબ વાળાને અને તેની સાળીને જવાબદાર માને છે. સંજયે એક ઈન્ટરવ્યુંમાં તે વાતનો ખુલાસો કર્યો હતો કે રીચાના કુટુંબ વાળા અને તેની સાળી એનાને કારણે જ તેનો અને રીચાનો સંબંધ તૂટી ગયો છે.

મુવી મેગેઝીન સાથે વાત કરતા સંજયે કહ્યું હતું, રીચાની બીમારીને કારણે જ અમારા લગ્ન તૂટ્યા. તે ખોટો આરોપ છે. હું એવો માણસ નથી, જે મારી પત્નીને માત્ર એટલા માટે પ્રેમ કરવાનું બંધ કરી દઉં કેમ કે તેના વાળ ખરવા લાગ્યા હોય. રીચા સાથે મારા સંબંધ પુરા થઇ ગયા છે. અમે હવે ક્યારેય સાથે નથી આવી શકતા. મને રીચા સામે કોઈ ફરિયાદ નથી પરંતુ તેના પેરેન્ટ્સનો અમને અલગ કરવામાં પૂરો હાથ હતો.

સંજય દત્ત આગળ જણાવે છે, તે અમારા જીવનમાં ઘણી દખલગીરી કરતા હતા. તે હંમેશા મારી ઉપર કોઈને કોઈ આરોપ લગાવતા રહેતા હતા. રીચાની બહેન એના (સંજય દત્તની સાળી) અમારા સંબંધો તુટવામાં સૌથી મોટું કારણ હતી. અને અમે બંને વચ્ચે ગેરસમજણ ઉભી કરતી હતી. તકલીફ મારી અને રીચા વચ્ચે હતી. જો કોઈ એકને નમવું પડે તો તે નમી પણ જાત. પરંતુ તે અમારી વચ્ચે દખલગીરી કરવા વાળી કોણ હતી.

પોતાના અને રીચાના સંબંધમાં સંજય દત્તે જણાવ્યું હતું, જયારે તેને કેન્સર ન થયું હતું ત્યારે તે કહેતી રહેતી હતી કે મને ભારતથી નફરત છે. મારે અહિયાં નથી રહેવું. ન્યુયોર્કમાં મારા પપ્પા છે તે છે.. અને ન જાણે શું શું… તે હંમેશા મને કહેતી હતી, તારું કામ મને બિલકુલ પસંદ નથી. તુ રાત્રે ૧૦ વાગ્યા સુધી કામ કેમ કરે છે. ૮ વાગ્યા સુધી ઘરે કેમ નથી આવી જતો.

જુવો તે પણ એક કલાકાર રહી ચુકી હતી. તેને ખબર હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવા કામ થાય છે. લોકોને લાગતું હતું કે તેની બીમારી વધુ નજીક લઇ આવી હતી. પરંતુ તેના કુટુંબે બધું બગાડી નાખ્યું.

સંજયની વાતો ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે રીચા અને તેના છૂટાછેડાનું કારણ તેના કુટુંબને માને છે. અને જયારે સંજયના રીચાની સાથે ફરી સંબંધ જોડવાનો પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે સ્પષ્ટ રીતે ના કહી દીધી હતી. સંજયે કહ્યું હતું, અમે ઘણા વર્ષોથી સારા દોસ્તની જેમ રહ્યા હતા. હું હંમેશા તેનું સન્માન કરું છું અને મને તેની ચિંતા છે. અમારા સંબંધ તુટવામાં તે એકલી જવાબદાર નથી. હું પણ છું. પરંતુ હવે તે સંબંધ નહિ જોડાઈ શકે. મને લગ્નથી ડર લાગવા લાગે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.