વીડિઓ માધુરીના “ડોલા રે” પર આ છોકરાઓએ કર્યો એવો ડાન્સ કે માધુરીના ઉભા થઇ ગયા રુવાડા

બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત પોતાની અદાઓ માટે ઓળખાય છે. થોડા સમય પહેલા માધુરી દીક્ષિત પ્રખ્યાત ડાન્સ રિયલિટી શો “ડાન્સ પ્લસ સીઝન 4” માં ગેસ્ટ બનીને પહુંચી હતી. તમને જણાવી દઈએ કે આ શોના મુખ્ય જજ રેમો ડિસુઝા છે. જે બોલિવૂડના ટોપ કોરિયોગ્રાફર માંથી એક છે. તેમના શોમાં આવ્યા પછી શોના કન્ટેસ્ટન્ટ્સે તેમને સુપર હિટ ગીત પર ઘણા બધા ડાન્સ પરફોર્મર્સથી તેમનું દિલ જીતી લીધું.

કન્ટેસ્ટન્ટ્સનું પ્રદર્શન જોઈને માધુરી દીક્ષિત ખુબ પ્રભાવિત દેખાઈ રહી હતી. આ શોમાં તેમના હિટ ગીતો “એક દો તીન”, “દેખા હૈ પહેલી બાર”,”માર ડાલા” અને “ડોલા રે ડોલા” પર કન્ટેસ્ટરેન્ટસે ખાસ પરફોર્મન્સ આપ્યો. માધુરી દીક્ષિત પોતાના ગીત પર કન્ટેસ્ટરેન્ટસના ડાન્સ જોઈને અચંબામાં પડી ગઈ. તેમને આ વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

માધુરી દીક્ષિત પોતે પોતાના ડાન્સિંગ માટે ઓળખાય છે. ઘણી ફિલ્મોમાં તેમને પોતાની ડાન્સિંગનો જલવો દેખાડ્યો છે. આ શોના મુખ્ય જજ રેમો ડિસુઝાએ આ દરમિયાન માધુરી દીક્ષિતથી કન્ટેસ્ટરેન્ટસ સાથે કોઈ ગીત પર પરફોર્મ કરવાની વિનંતી કરે છે, જેના પર માધુરી ના પડી શકી નહિ અને પોતાના હિટ ગીત “માર દાલા” પર પરફોમર્સ કર્યું. આનાથી પહેલા માધુરી દીક્ષિતનું ગીત “ડોલા રે” ગીત પર સહભાગીઓએ એવું પ્રદર્શન કર્યું કે માધુરી ચકિત રહી ગઈ.

માધુરી દીક્ષિતે ટેલિવિઝન ચેનલ સ્ટાર પ્લસના “ડાન્સ પલ્સ 4″નો હિસ્સો બનવા પર પોતાના વિચાર પણ વ્યક્ત કાર્ય હતા. તેમને જણાવ્યું હતું કે “નૃત્યના સૌથી મહત્વપૂર્ણ પહેલુઓમાં દરરોજ આગળ વધવું અને અભ્યાસ જોડાય છે”. ફિલ્મોની વાત કરવામાં આવે તો જલ્દી જ માધુરી ફીમ “કલંક” અને “ટોટલ ધમાલ” માં દેખાવાની છે.

તમને જણાવી દઈએ કે માધુરી પણ કલર ટીવી પર આવનારો શો “ડાન્સ દીવાને”માં પણ જજ તરીકે કામ કરી રહી છે. તેના પહેલા પણ માધુરી ઘણા ટીવી શોમાં જજ તરીકે કામ કરી ચુકી છે. તે ઝલક દિખલાજા જેવા શો માં પણ મુખ્ય જજ તરીકે હતી. જો ડાન્સ પ્લસના આવતા સીઝનમાં જો માધુરી દીક્ષિત રેમોની સાથે દેખાશે તો તે શો ટોપ પર આવતા વધારે સમય લાગશે નહિ. તો ચાલો જોઈ લઈએ તે ડાન્સ વિડિઓ.

વીડિઓ :

https://youtu.be/mW-ZBZOozg4

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.