વેચાઈ ગઈ માધુરી દીક્ષિતની કોઠી નંબર 310, જાણો કોણે ખરીદી અને કેટલા કરોડ રૂપિયા રહી કિંમત

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે. જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે, જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે. જેમાં બોલીવુડની પ્રસિદ્ધ હિરોઈનની વાત રજુ કરવામાં આવી છે.

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત હાલમાં સમાચારોમાં છવાયેલી છે. તેનું કારણ છે કે હરિયાણાના પંચકુલાની તેની કોઠી. માધુરી દીક્ષિતે હરિયાણાના પંચકુલામાં આવેલી તેની કોઠી વેચી દીધી છે. તેના માટે માધુરીના પતિ ડૉ. શ્રીરામ માધવ નેને પણ પંચકુલા ગયા અને તમામ ફોર્માલીટીસ પૂરી કરી.

માધુરી દીક્ષિતની આ કોઠી પંચકુલાના એમડીસી સેક્ટર-૪ માં આવેલી છે અને કોઠીનો નંબર ૩૧૦ છે. માધુરીએ પોતાની કોઠી ક્લીયર ટ્રીપ ડોટ કોમના સંસ્થાપક સભ્ય અમિત તનેજાને વેચી છે. કોઠીનો સોદો સવા ત્રણ કરોડમાં નક્કી થયો હતો.

માધુરીને પંચકુલાના એમડીસી સેક્ટર-૪ નો પ્લોટ નંબર ૩૧૦ સીએમ કોટામાંથી મળ્યો હતો, અને તે વાત વર્ષ ૧૯૯૬ ની છે. તે સમયે મુખ્યમંત્રી ચોધરી ભજનલાલે માધુરી દીક્ષિતને સીએમ કોટામાંથી પ્લોટ આપ્યો હતો. તે દિવસોમાં જ અભિનેત્રી માધુરી દીક્ષિતની હમ આપકે હે કોન, અંજામ અને રાજા જેવી સુપરહિટ ફિલ્મો રીલીઝ થઇ હતી.

વાત માધુરી દીક્ષિતની ફિલ્મી કારકિર્દીની કરીએ, તો માધુરીએ ૧૯૮૪ માં આવેલી ફિલ્મ ‘અબોધ’ થી પોતાનું બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેના ચાર વર્ષ પછી આવેલી ફિલ્મ ‘તેજાબ’ થી તેને ઓળખ મળી, અને પછી તો માધુરીએ પાછા વળીને જોયું જ નથી. અને માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે, અને પોતાના ફેંસ માટે ન માત્ર પોતાના પરંતુ પોતાના કુટુંબના ફોટા પણ શેયર કરતી રહે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.